લોકડાઉનમાં ખતરારૂપ લોકોને આઈપીસી અને ડીએમ એકટ હેઠળ તાત્કાલિક જેલ ભેગા કરો

142

દેશનાં ગૃહસચિવની રાજય તથા કેન્દ્ર શાસિત પ્રદેશોનાં મુખ્ય સચિવોને તાકિદ: ભ્રામક માહિતી આપનાર લોકોને પણ નહીં બક્ષાય

કોરોનાની મહામારી વચ્ચે જે રીતે સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ સર્જાય છે ત્યારે આ લોકડાઉનમાં ખતરારૂપ લોકોને આઈપીસી અને ડીએમ એકટ હેઠળ તાત્કાલિક જેલ ભેગા કરવાની તાકિદ દેશનાં ગૃહસચિવે તમામ રાજયોને કરી છે. ગૃહસચિવનાં જણાવ્યા મુજબ લોકડાઉનનાં નીતિ-નિયમોનો ભંગ કરનાર સામે કડક પગલા લેવામાં આવશે અને તેઓને જેલ ભેગા કરાશે. દેશનાં ગૃહસચિવ અજય ભલાએ રાજય તથા કેન્દ્ર શાસિત પ્રદેશોનાં તમામ મુખ્ય સચિવોને તાકિદ કરી છે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ૨૦૦૫ હેઠળ જે રીતની જોગવાઈઓ લોકડાઉનમાં કરવામાં આવી છે તેને અનુસરવાનું પણ ફરજીયાત બનાવ્યું છે.

કોરોનાના પગલે જે રીતે લોકડાઉનની સ્થિતિ ઉદભવિત થઈ છે અને કેન્દ્ર દ્વારા જે નીતિ-નિયમોને પાડવા માટે જે મુદાઓ આપવામાં આવ્યા છે તેને રાજયની સરકારો, પબ્લીક ઓથોરીટી તથા તમામ પ્રબુઘ્ધ નાગરીકોએ લોકડાઉનની અમલવારી પૂર્ણત: કરવી જોઈએ અને આપવામાં આવેલા સુચનોને પણ અનુસરવા જોઈએ. ગૃહસચિવ અજય ભલાએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની સેકશન ૫૧ થી ૬૦ અને આઈપીસી સેકશન ૧૮૮ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, જે લોકો દ્વારા લોકડાઉનને અનુસરતા ન હોય કે પછી લોકડાઉન માટે ખતરારૂપ સાબિત થતા હોય તે સર્વેને જેલ હવાલે કરવામાં આવશે અને દંડ પણ વસુલાશે. ગૃહસચિવ દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, પબ્લીક ઓથોરીટી અને દેશનાં નાગરિકોમાં આ અંગેનું સરકયુલર પસાર કરી દેવામાં આવે અને લોકોને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ તથા આઈપીસીની કલમની પણ માહિતી લોકોને પહોંચાડવામાં આવે તો નવાઈ નહીં અને જે કોઈ લોકો આ અંગેનો ભંગ કરશે તો તેઓએ ગંભીર સજાનો ભોગ પણ બનવું પડશે.

ગૃહસચિવ અજય ભલાએ તમામ રાજયોના મુખ્ય સચિવોને તાકિદ કરીને જણાવ્યું છે કે, ડિઝાસ્ટર મેનેજમેન્ટની સેકશન ૫૧માં એક વ્યકિતને એક વર્ષ કે તેથી વધુનો જેલવાસ ભોગવવો પડશે જયારે તે અંગેનો દંડ પણ વસુલવો પડશે. સેકશન-૫૪ મુજબ જે લોકો દ્વારા ખોટી માહિતીઓ આપવામાં આવશે તો તેઓને એક વર્ષની જેલની સજા પણ ભોગવવી પડશે તેવું જણાવવામાં આવી રહ્યું છે જયારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની સેકશન ૫૨ અને ૫૩ મુજબ નાણાનો દુરઉપયોગ કરનાર અને ખોટા કલેઈમ ઉદભવિત કરનાર લોકોને ૨ વર્ષનો કાળાવાસ ભોગવવો પડશે. એવી જ રીતે આઈપીસી સેકશન ૧૮૮ મુજબ ૬ માસનો જેલવાસ અથવા દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે જેમાં જેલની સજામાં એક વર્ષનો વધારો પણ થઈ શકશે. આ સેકશન મુજબ જે કોઈ લોકો ગર્વમેન્ટ સર્વન્ટનાં આદેશનો અનાદાર કરશે તો તેઓને ગંભીર ભુલના રૂપે જેલવાસની સજા પણ ફરમાવવામાં આવી છે.

Loading...