Abtak Media Google News

કેન્દ્રની નવી સરકાર ‘ખીચડી સરકાર’ હશે? આપણા રાજકીય ક્ષેત્રે  કોઇક ડાહ્યો ‘ડમરો’ હોવો જોઇએ!

ભાજપના કેટલાક ખેરખાંઓને હતા ન હતા કરી દેવાયા અને આરએસએસ સહિતના મોટા માથાંઓનાં મોઢે તાળાં રહ્યાં તે વખતે જ આ ભેદ ખુલી ગયો હતો!

આઝાદી બાદ દેશમાં બે રાજકીય વિચારધારાઓ મુખ્ય હતી તેમાં એક જનસંધની કટ્ટર હિન્દુવાદ પર હતી. બિનસંપ્રદાયવાદના એ યુગમાં જનસંઘની આવી કટ્ટરતા વિચારધારાના કારણે તેમાં આગેવાનો, કાર્યકરોને ભારે સહન કરવું પડયું હતું. જેથી કટોકટી વખતે સંધીય લોકો પર થયેલા અત્યાચારથી જનસંઘને જનતા પક્ષમાં વિલજીકરણ કરવું પડયું હતું. ર૦૧૩માં જયારે નરેન્દ્ર મોદીને ભાજપે જેના વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર કરતા લાખો સંધી વિચારધારા વાળા લોકો માનવા લાગ્યા હતા કે

દુ:ભરે દીન બીતે રૈ ભૈયા, અબ જનસંઘ આયો રે’

નરેન્દ્રભાઇ મોદી સંઘના માનસપુત્ર હોવા છતાં વડાપ્રધાન બન્યા બાદ મોદીએ અલગ માર્ગ પસંદ કરીને સંઘની વિચારધારા પર ચાલવાના બદલે પોતાની આગવી વિચારધારાનો માર્ગ કંડારશે હતો. અમેરિકાના વિશ્વકક્ષાએ લોકપ્રિય અને અસંખ્ય વાંચક વર્ગ ધરાવતા મેગેઝીનોમાં પ્રગટ થયેલા અહેવાલો અને નવી દિલ્હીના આ લખાય છે તે વખતના અખબારી અહેવાલો ભલે ચિત્રવિચિત્ર લાગે છે.

તો પણ દેશના તાજેતરમાં રાજકીય માહોલના ત્રાજવે તોળતાં એ ભેદભરમીલા જણાયા વિના રહેતા નથી. નવી દિલ્હીના છેલ્લા અહેવાલોમાં ‘ફિર એકબાર ખીચડી સરકાર?’તથા ‘હવે ગરીબોની લોન પણ માફ!’ એ બે સમાચાર અજબ જેવા છે એમ જણયા વગર રહેતું નથી ! હમણા સુધી ‘અબ ફિર મોદી સરકાર’ને બદલે ‘ફિર એકબાર ખીચડી સરકાર’નું સૂચન છે.આ અહેવાલો ઉપરથી ‘ડાહ્યો ડમરો’ની પ્રસલિત કથા યાદ આવ્યા વિના રહી નથી…

આપણે જાણીએ છીએ કે, શબ્દોનો પણ પોતાનો આગવો ઇતિહાસ હોય છે. કેટલાક શબ્દોની પાછળ આપણું વેપાર કૌશલ્ય છુપાયું છે. કેટલાક શબ્દોની પાછળ આપણી સાગરયાત્રા છુપાઇ છે, કેટલાક શબ્દોની પાછળ  એકાદ વ્યકિતની આખીયે જીવન કહાણી છુપાઇ હોય છે.આવો એક શબ્દ છે ગુજરાતી ભાષામાં ‘ઢમરો’ આજે પણ આપણે કોઇ માણસના ડહાપણ ઉપર ખાસ ભાર મુકયો હોય તો એને ડાહ્યો ડમરો, ડમરા જેવા ડાહ્યો ગણાવીએ છીએ.આ ‘ડમરા’ શબ્દની પાછળ એક કુશળ ગુજરાતીમાં કુશળ રાજકાર્યો રહેલાં છે.

આપણે છાપામાં જાસુસોના પરાક્રમો વાંચીએ છીએ. જાસુસ કથાઓમાં પોતાના દેશને માટેે માથું મુકીને કામ કરનારાઓના સાહસ કથાનકો વાંચીએ છીએ. એ બધા કરતાં વધુ ચાલાકીભર્યુ સાહસ જીવન એ જીવી ગયો છે એટલે આજે ડહાપણમાં ડમરો એક ઉપમા સમાન બની ગયો છે.

એનું આખું નામ દામોદર જૈન ગ્રંથોમાં એને દામર અથવા ડમરા મહેતા તરીકે ઓળખાવાયો છે.દશમી સદીમાં ભીમદેવ સોલંકી પાટણના રાજા હતા, એ સમયે પાટણનું રાજય નાનું હતું. એની સીમા ઉપર બે મહારાજયો હતા ને પાટણને ખાઇ જવાને માટે તલવાર ઉઘાડી રાખીને તૈયાર બેઠાં હતા.એક રાજય માળવાનું રાજા ભોજનું ને બીજું રાજય ડાહિલ દેશનુ: ડાહિલ દેશ એટલે આજના સિંધનું નગર થરપાકર, રાજસ્થાનનો થોડો પશ્ર્ચિમ ભાગ એનો રાજા કરણ સુમરો હતો. માળવાના રાજા ભોજ અને સિંધના કરણ સુમરાને પાકાં વેર હતા.

અંદરો અંદર ઝઘડયા કરતાં. પણ ગુજરાતના પાટણ રાજયની વાત આવે ત્યારે બેઉ એક થઇ જતાં,ત્યારે દામોદર મહેતો – ડમરો મહેતો ભીમદેવ સોલંકીનો સંધિવિગ્રાહક હતો. તે પરદેશો સાથે લડાઇઓ અને સંધિ કરાવી જાણતો, જેને આપણે જાસુસી ખાતાના વડા તરીકે કહીએ એવો એનો એ હોદ્દો હતો. માળવા અને સિંધની સામે ડમરા મહેતાએ ગુજરાતના ઊગતા સોલંકી રાજયને કેવી રીતે બચાવી લીધું એની કેટલીયે ચતુરાઇ ભરેલી કથાઓ કહેવાય છે.

દામોદર મહેતા દેખાવમાં કદરુપા હતાં એ કયારેક છૂપા વેશમાં દુશ્મન રાજયમાં જતા, તો કયારેક ઉધાડે છોગે જતો, એક વાર ભોજ રાજાએ એને પૂછયું ડમરા મહેતા, તમારો રાજા આવો સુંદર ને સોહામણો છે. તો અમારા દરબારમાં મોકલવાને એણે આવો તમારો જેવો કદરુપો માણસ કેમ પસંદ કર્યો? ‘અમે રાજાસાહેબ એ તો અમાર રાજવીની ખરી ગુણ ગ્રાહકતા છે. વાત એમ છે કે અમારે ત્યાં સુંદર માણસો પણ છે ને મારો જેવો કદરુપો માણસ પણ છે. પરંતુ જે રાજાની જેવી યોગ્યતા તેવા માણસો અમારા રાજા એના દરબારમાં મોકલે છે.

ભોજ રાજા અંધક વંશના ગણાય. એક વાર એમના દરબારમાં કાવ્ય વિનોદ ચાલતો હતો, એમાં એક કવિએ ભીમ ઉપર કડવી ટીકા કરતો એક શ્ર્લોક ગાયો, રાજા ભોજ ખુશ થયો ને ડમરો મહેતા સામે જોઇને કહે, આનો કોઇ જવાબ છે? ડમરા મહેતાએ કહ્યું, સજન, આનો જવાબ હોય ? કવિઓ તો શબ્દોમાં રાચે તો ભલે રાચે, બાકી વ્યવહારમાં તો ભીમે અંધક રાજાના સૌ પુત્રોને વખત આવે મારી નાખ્યા હતા તો વળી એક પુત્રનો તો એને હિસાબ શો ?’

આમાં ભીમ અને અંધક એ બે શબ્દોના બે અર્થો ડમરાએ ઘટાવ્યા, મહાભારતના ભીમે અંધક રાજા ધૃતરાષ્ટ્રનો સૌ પુત્ર કૌરવોને હણ્યા એવો હવાલો આપીને આ ભીમને અત્યારના જ અંધકતા એક પુત્ર ભોજના શા હિસાબ છે, એમ કહ્યું, રાજા આ જવાબ સાંભળીને ચૂપ થઇ ગયા.

પણ આ તો ખાલી બુઘ્ધિમના ને કાવ્ય વિનોદ થયો, ડમરો મહેતો એનાથી ઘણાં વધારે મહત્વનાં કામો પાર પાડી શકતો હતો. સિંધના રાજા કરણ સુમરાએ ગુજરાત ઉપર ચડાઇ કરવાની ભયંકર તૈયારીઓ  કરી અન્ય સજજ થયું. કૂચ ઉપડે તેટલી વાર હતી પણ બાપડા કરણને ખબર નહોતી કે એક ઘણી જ ચોકકસ આંખો એની એકે એક હિલચાલ ઉપર નજર રાખતી હતી. કૂચના હુકમો મહેતાએ એ સેનાના પડાવમાં રાતે ઝેરી સાપો છોડયા

જયારથી કરણ રાજાની ચડાઇ વિશે ડમરાને પાકી ખબર મળી હતી ત્યારેથી એ ગુજરાતમાંથી, કચ્છમાંથી વનવગડામાંથી ઝેરી સાપો એકઠા કરી રહ્યો હતો. ત્યાં રાજાની સેના તૈયાર થતી હતી. એની સર્પ સેના તૈયાર થતી હતી. આવા હજાહો સાપોને એણે કૂચની રાતે જમા થયેલી સેનાની વચમાં જીવતા છોડી મૂકયા. નાસભાગ થઇ રહી. કંઇક સિંધી સૈનિકો મરી ગયા. કૅઇક જાનવરોને એરુ આભડયા, ઘડીક વારમાં સિંધની સેના વેરવિખેર થઇ ગઇ.

ભોજ રાજાએ બહારની દોસ્તીનો દેખાવ થાય ત્યાં સુધી કર્યો, આખરે એણે બુરખો ફેંકી દીધો, ગુજરાત ઉપર આજ પહેલા કોઇ રાજયે કરી ના હોય એવી જબરદસ્ત ચડાઇની તૈયારી કરવાનો આદેશ આપ્યો.. ત્યારે ડમરા મહેતાએ નાટક કર્યુ.

રાજા ભીમ સોલંકીએ એની તમામ માલ મિલકત લુંટી લઇને એને માથે મૂંડો કરી, ચુનો ચોપડી અવળે ગધેડે બેસાડીને કાઢી મુકયો, ફરીને ગુજરાતની ભૂમિ ઉપર પગ મૂકીશ તો હત્યા કરીશ. બ્રાહ્મણ છે. એટલે એક વાર જીવતો જવા દઉ છું. બીજી વાર આવીશ તો બ્રહ્મહત્યાનું પાપ વહોરીને ય ભર બજારમાં શૂળીએ ચડાવીશ. ભોજ રાજાના જાસૂસો ગુજરાતની બાતમી લેવા ભમતાજ હતા.

તેમણે ભોજ રાજાને ડમરા મહેતાની નાલેશીની વાત વિગતે કહી, એટલે ભોજ રાજાએ મહેતાને આશરો આપ્યો, ભોજ રાજાના દરબારમાં એ રહ્યો.ત્યાંથી એ ભીમદેવને રજેરજ બાતમી પહોંચાડતો ભોજ રાજાના  છૂટા જાસુસો કયાં છે, કોટ છે એની તૈયારી કેવી છે. એ કયે રસ્તે આવવા ધારે છે એ તમામની રજેરજ બાતમી તે બીમને પહોચાડતો.

એટલું જ નહિ પણ એણે બનાવટી બાતમીઓ ઊભી કરીને આડકતરી રીતે ભોજ અને કરણ રાજાને એવી રીતે તો પહોંચાડવા માંડી કે ભોજ રાજા ગુજરાત ઉપર ચડી જાય એ પહેલા એના ઉપર કરણ સુમરો ચડી આવ્યો. એ યુઘ્ધ ખરેખર જામ્યું એટલે નિરાંતે ભીમદેવે ભોજરાજાનો ઘણો મૂલક લઇને પાટણનું રાજ વધાર્યુ. આ યુઘ્ધ દરમ્યાન રાજા ભોજ માંદા પડયા અને અવસામ પામ્યા. ‘ડમર’શબ્દની પાછળ આવા માણસનું આવું જીવન કથાનક રહેલું છે. અને તે ‘ડમરો’કે ‘ડમરાઓ’ની ચાતુરી કૌશલ્ય તથા આગવી કુટિલતાનો ઘટસ્ફોટ કરે છે!

આપણા રાજકીય ક્ષેત્રે, ખાસ કરીને ભાજપના પક્ષીય એકમ અને શાસનાકીય એકમ, એમ બેઉમાં ‘કોઇક’ ડાહ્યો ડમરો કે ડાહ્યા ડમરાઓ મોજૂદ છે. ભાજપના કેટલાક ખેરખાંઓને તેમજ ભાજપને હાલની સશકત સ્થિતિમાં મૂકી આપનાર મોટા માથાંઓને હતાં ભાજપનાં તથા દેશનાં રાજકારણમાંથી ન હતા. કરી દેનારાઓ હવે સુચિત ડાહ્યા ડમરા ઓ તરીકે ઊધાડા પડી ગયા છે.

અત્યારે ભાજપના શ્રી વાજપેયી પછીના ભાજપના પૂર્વ પ્રમુખ અને વરિષ્ઠ નેતા શ્રી એલ.કે. અડવાણી તેમજ ભાજપના બીજા એક વખતના પ્રમુખ ડો. મુરલી મહોહર જોશી, શ્રી અરૂણ શોરી, શ્રી યવશંત સિંહા, શત્રુદન સિંહા, જશપાલસિંઘ અને વાજપાઇ સરકારના અન્ય ચુનંદા નેતાઓને લગભગ ઘરેગા કરીને તથા અપમાનીત કરીને સવા અબજની પ્રજા ઉપર માત્ર બે જ નેતાઓ મનફાવે તેવો રાજકીય ઘાટ ઘડવામાં આવ્યો છે.

ભાજપ જેનું ફરજંદ છે તે આરએસએસના મોઢે લોખંડી તાળા ધરબી દેવાની હાલત પણ ‘ડાહ્યા ડમરા’એ કરી દીધી છે! રખે આવી પરિસ્થિતિનો લાભલેનારાઓ દેશના અર્થતંત્રને સ્વતંત્રતાને, સંસ્કૃત-સંસ્કૃતિને અને ઉગતી પેઢીને બેસુમાર નુકશાન પહોંચાડે જેની વિપક્ષો વિદેશો રાહ જૂએ છે. ‘ડાહ્યો ડમરો આપણ દેશનું પતન નોતરી શકે છે, નિજી સ્વાર્થના અતિરેક જ આ દેશની લાંબી ગુલામીનાં દોજખમાં’ ધકેલ્યો હતો એ ભૂલવા જેવું નથી !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.