Abtak Media Google News

જરા હટકેથી કરો તડકામાં હેર સ્કીનની માવજત : બ્યુટી એકસપર્ટની સલાહ

ઉનાળો ધીમે-ધીમે વધુ ગરમી પકડી રહ્યો છે. ત્યારે ગરમીથી વધતા જતા રોગોમાં ત્વચા મુખ્ય છે. ઉનાળામાં તાપ, ગરમી, પરસેવો, કપડા અને ચામડીમાં ભેજ રહેવાને કારણે સનબર્ન, ઈન્ફેકશન, ખીલ જેવી સમસ્યાઓ આવતી હોય છે. વળી વાળ પણ ડ્રાય ન થઈ જાય તેની વિશેષ કાળજી રાખવામાં આવતી હોય જેના માટે લોકો મોંઘીદાટ થેરાપી અને ટ્રીટમેન્ટ લેતા હોય તો કેટલાક લોકો ઘરગથ્થુ ઉપચારો કરતા હોય છે.

Vlcsnap 2019 04 04 16H39M56S289

ત્વચા વિવિધ પ્રકારોમાં તાસીર મુજબ હોય છે. તેથી તેની ટ્રીટમેન્ટ પણ એ પ્રકારે આપવી પડે છે. વાતાવરણમાં ફેરફારો મુજબ બ્યુટી અંગે ચીવટ ધરાવતા લોકો વિવિધ પ્રકારના નુસ્ખા કરી સુંદરતા મેળવતા હોય છે. ખાસ તો આજના યુવક-યુવતીઓમાં સુંદરતાને લઈ ત્વચા અને વાળની કાળજીથી પરિણામો બદલ્યા છે. ત્વચાના મુખ્ય પ્રકારોમાં ડ્રાય, નોર્મલ અને ઓઈલી ત્વચા હોય છે. સૌપ્રથમ આપણી સ્ક્રીન ટાઈપ જાણી લીધા બાદ જ કોઈપણ પ્રોડકટ કે ટ્રીટમેન્ટનો ઉપયોગ કરવાનું બ્યુટી એકસપર્ટોનું કહેવું છે.

ઉનાળાની શરૂઆતથી જ ત્વચાની વિશેષ કાળજી રાખવા લોકો સનસ્ક્રીન લોશન અને ચૂંદડીનો સહારો લેતા હોય છે. આ ઉપરાંત સનગ્લાસીસનો ઉપયોગ પણ કરતા હોય છે. ત્યારે આ ઋતુમાં વાળ અને ત્વચાની કઈ રીતે કાળજી રાખવી તેને લઈને બ્યુટી નિષ્ણાંતો દ્વારા વિવિધ ટીપ્સ આપવામાં આવતી હોય છે. ઘણી વખત ટીવીમાં દર્શાવાતી જાહેરાતોને જોઈ લોકો બ્યુટી ટ્રીટમેન્ટ કરાવવા માટે પ્રેરીત થતાં હોય છે. પરંતુ ત્વચાની તાસીર, ન્યુટ્રીશનની સલાહ અને એકસ્પર્ટ વીના આ કાર્ય કરવું જોઈએ નહીં.

આજે બજારમાં ત્વચા માટે પીલીંગ, મસાજ થેરાપી, લેસર ટ્રીટમેન્ટ, ફેસીયલ જેવી કેટલીક ટ્રીટમેન્ટ ઉપલબ્ધ છે તો વાળ માટે હેર સ્પા, રિબાઉન્ડીંગ, સ્ટ્રેટનીંગ જેવી બ્યુટી ટ્રીટમેન્ટ છે. માત્ર મહિલાઓ જ નહીં પુરુષો પણ આજના સમયમાં સારા દેખાવવા માટે વિવિધ પ્રકારની ટ્રીટમેન્ટ કરતા જોવા મળે છે. આજના સમયમાં લાઈફ સ્ટાઈલ પ્રમાણે બાહ્ય સુંદરતાનું મહત્વ વધ્યું છે ત્યારે દરેકની ઈચ્છા હોય કે તેઓ સુંદર દેખાય માટે વિવિધ પ્રકારના નુસ્ખાઓ તેઓ અપનાવતા હોય છે તો ચાલો જાણીએ નિષ્ણાંતોના મતે બ્યુટી ટ્રીટમેન્ટ અને સ્કીન કેર વિશેની માહિતી.

હેલ્ધી વાળ માટે ખોરાક પણ હેલ્ધી લેવો જોઇએ :ભરત ગાલોરીયા

Vlcsnap 2019 04 04 16H04M13S357

અટ્ેકશન હેર સલૂનનાં ઓર્ગેનાઇઝર હેર એકસ્પર્ટ ભરત ગાલોરીયા એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તે પોતે હેર ટ્રીટમેન્ટ અને હેર કટીંગમાં એકસ્પર્ટ છે. વધુમાં તેમણે કહ્યું કે તમારા વાળની કવોલીટી જાણી જ ઉપયોગ કરવા તેવી વસ્તુ છે. બીજા બધાનું જોઇને કોઇ દિવસ હેર ટ્રીટમેન્ટ ન કરાવવું જોઇએ આડેધડ કેમીકલ વાળમાં ઉપયોગ કરવાથી વાળ ડ્રેમેજ થતા હોય છે. વાળના પ્રકાર કે પ્રોબલમસને જાણી ને જ ટ્રીટમેન્ટ કરાવી જોઇએ અને કેમીકલ ટ્રીટમેન્ટ થી વાળ સારા થતા નથી પણ ટ્રીટમેન્ટ  કરાવ્યા પછી તેની સારી કાળજી રાખશો તો જ સારા થશે.

સારા વાળ દેખાડવા માટે લોકો વાળને સ્ટ્રેટ કે કલ્સ કે કલર કરાવે છે. પણ એકવારની ટ્રીટમેન્ટ બાદ તેની સારસંભાળ કરવી ખુબ જ જરુરી છે. તાપને લીધે વાળને થતું નુકશાન અટકાવવા તેમજ બહાર જતા તડકાથી બચાવવા જોઇએ કારણ કે તડકામાં અલ્ટ્રા વાઇલ્ટ કિરણ હોય છે. તેનાથી તમારા વાળનો જે મૂળ કલર હોય છે તે બળી જાય છે ઉડી જાય છે તેથી વાળને બહાર નીકળતા પહલા ઢાંકી દેવા જોઇએ. તે અને વાળને સાફ રાખવા જોઇએ ઉનાળામાં સ્કલ્પમાં પરસેવાના કારણે વાળનાં મૂળમાં નુકશાન થતું હોય છે. તેથી વાળ વધુ ઉતરવા લાગે છે વાળને વધુ પડતા કેમીકલથી બચાવવા જોઇએ અને વારંવાર વાળને ભીના ન કરવા જોઇએ વાળ ઉતરવાનું મુખ્ય નિર્ધાર ખોરાક ઉપર હોય છે. તેથી બહારનું જંકફુડ ખાવાથી વધુ નુકશાન થતું હોય છે.

હેલ્થી વાળ માટે ખોરાક પણ હેલ્થી લેવો જોઇએ દુધ પણ પુરતા પ્રમાણમાં લેવું જોઇએ. વાળને સાફ રાખવા જોઇએ વ્યવસ્થીત ધોવા જોઇએ

અઠવાડીયે વાળ ઘોવા હોય છે તેથી વાળ વધારે ઉતરે છે. ઘણા લોકો ચાર દિવસે ધોવે છે તો ઘણા લોકો રહાર જવું હોય તો દિવસમાં બે વાર વાળ ધોવે છે. તે યોગ્ય નથી. વાળને તમામ હીટથી બચાવવા જોઇએ. હેર માટે દુધની ઉપરાંત કઠોળ  પલાડીને નાહીને પણ ખાઇ શકેી છીએ તેમજ લીલા શાકભાજીમાં પ્રોટીન વધારે હોય છે જે વાળને સ્વસ્થ રાખે છે. તેનાથી વાળનો ગ્રોથ વધે છે. લોકોએ વાળની ઘરે કેર કરવી જોઇએ. તેમ જ પુરતા પ્રમાણમાં ઉંઘ લેવી જોઇએ.

ઘણા લોકો વાળનો કલર કરાવતા હોય છે તે યોગ્ય છે બધા કેમીકલ કલર સારા જ છે હેર કલરથી વ્યકિતની બ્યુટી બહાર આવે છે. પણ હેર કલર કરાવ્યા બાદ તેની કાળજી ન રાખો તો વાળને નુકશાન થશે તેમાં વારંવાર લાઇટ કલર કરાવો કે વારંવાર ડાર્ક કલર કરાવો કે વાળની પ્રોબલમસ કે પ્રકાર નહી જાણો તે કલર કરાવશો તો નુકશાન થશે પણ વાળનાં સ્ટ્રકચર ને જોઇ ઠંડા કલર કરાવશો તો વાળને કોઇપણ પ્રકારનું નુકશાન થતું નથી. સાથે જ લોકોનું કહેવું હોય છે કે હેર કટ કરાવે છે.

ત્યારે બ્લોડ્રાય આપવામાં આવે છે પણ તે ઘરે હંમેશા એવું જ નથી રહેતું પણ વારંવાર બ્લોડ્રીપ કરી શકતા નથી. પણ એકવાર હેર કટ કરાવો છો ત્યારે તમાર લુકને જોઇને જે સ્ટાઇલ કરી એ છે તે મેન્ટેન કરવી પડે છે. સ્ટાઇલીસ પોતે જે સ્ટાઇલ કરે છે તે જ રીતે તમારે તમારા વાળની કેર કે સ્ટાઇલ રાખવી પડે છે પણ તમે જો તમારી જુની સ્ટાઇલ માં વાળ બાંધશો કે તે રીતની સ્ટાઇલ કરશો તો તે લુક હમેશા નહી રહે વાળમાં શેમ્યુ કરવાની પણ એક ટેકનીક હોય છે હમેશા ટબમાં શેમ્યુ લઇ થોડુક પાણી નાખી ને જ વાળમાં લગાડવું જોઇએ ઘણા લોકો સમયના અભાવે તથા જાણકારી વગર ડાયરેક વાળમાં શેમ્યુ લગાડતા હોય છે.

તેથી જયાથી સ્કેલમાંથી વાળ ઉગતો હશે તે ડેમેજ થાય છે અને વાળ ઉતરવાની શરુઆત થાય છે. અને વાત પતલા થઇ જાય છે. અને વાળમાં ડેન્ડફ પણ જઇ જાય છે.  અને એવી જ રીતે તેલ વાળમાં નાખવાની વાત કરી એ તો તેમાં પણ આયુવેદીક, નેચરલ હેર ઓઇલ હોય છે વાળમાં હેર ઓઇલ કરવું જોઇએ અને હેર ઓઇલ કરવાની ટેકનીક છે કે પહેલા તેલ હોય તેને થોડુંક ગરમ કરી વાળમાં લગાવવું જોઇએ તેલને એક દિવસ વાળમાં રાખવું જોઇએ.

વધારે રાખવાથી તે વાળને સ્કલ્પમાંથી નબળા પાળતા વાળ વધારે ઉતરે છે. એક દિવસ વાળમાં તેલ રાખી બીજા દિવસે વાળ જરુર ધોઇને નાખવા જોઇએ. તેલ એક નેચરલ વસ્તુ છે જે લોકોનાં વાળના મેન મુળ જ તેલ વાળો હોય છે તેને તેલની જરુર પડતી જ નથી છતાં અઠવાડીયે એક વાર તેલ નાખે તો પણ ચાલતું હોય છે. માર્કેટમાં આવતા તેલની જાહેરાત જોઇ લોકો વાળ વધારવા માટે અથવા વાળના ગ્રોથ માટે તે ઉપયોગ કરે છે પણ તે ન કરવું જોઇએ કોઇપણ તેલ વાળને ગ્રોથ નથી કરી શકતું વાળ ગ્રોથમાં મહત્વ છે. તમારા શરીર કેવા પ્રકારના ફુડ લ્યો છો કેવા પ્રકારના વાતાવરણમાં રહો છો. આ બધી વસ્તુ તમારા વાળ ઉપર અસર કરે છે તેલનું કામ છે કે તે વાળમાં મોરચ્યુઅર આપે છે. કંડીશ્નર અને સીરમ વાળશે મોરચ્યુઅર આપે છે. વાળને શેમ્યુ કર્યા પછી કંડિશનર લગાવી શકો છો. પણ તેના પણ તે કંડિશન વાળની

મૂળમાં ન લગાડવું જોઇએ તો કાળજી રાખવી જોઇએ તે વાળના નીચેના જ ભાગમાં લગાડવું જોઇએ સ્કેલ થવા લગાડવાથી વાળ ઉતરવાના બનાવ બને છે કંડીશનરથી વાળ ઉતરવાના બનાવ બને છે. કંડીશનરથી વાળ સીલ્કી અને ચમકદાર બને છે. તેવી જ રીતે સીરમનો પણ ઉપયોગ એવી જ રીતે હોય છે. સીરમ પણ એક સ્ટાઇલીંગ પ્રોડકટ છે તે વાળ ને વધારે ચમક આપવા માટે હોય છે. જેમ કે કોઇ પાર્ટી કે પ્રોગ્રામ કે અન્ય જગ્યાએ જવું હોય ને વાળને વધુ પડતા ચમકદાર બનાવવા હોય ત્યારે સીરમનો ઉપયોગ કરવો જોઇએ.

ઉનાળામાં પ થી ૬ ગ્લાસ પાણી પીવાથી ડિહાઇડ્રેશનથી બચી શકાય : ડો. પ્રિયંકા સુતરીયા

Vlcsnap 2019 04 04 16H04M58S689

 ‘અબતક’સાથેની વાતચીતમાં ડો. પ્રિયંકા સુતરીયા સ્કીન એકસપર્ટએ જણાવ્યું હતું કે ત્વચાના વિવિધ પ્રકારો હોય જેમ કે ડ્રાય સ્કીન, ઓયલી સ્કીન, સેન્સેટીવ સ્કીન, અને નોર્મલ સ્કીન તમારે સ્કીનના પ્રકાર જાણવા માટે તમે એપ્રેટ્રીશીયન ડર્મેટોલોજીસ્ટને મળી શકો છો. ત્યારબાદ સ્કીન ટ્રીટમેન્ટ કઇ રીતની કરાવી એ તમારી સ્કીન ટાઇપ ઉપર નિર્ભર કરે છે. એ ટ્રીટમેન્ટ તમારી, ઉમર, તમારા કામ લાઇફસ્ટાઇલ ઉપરથી નકકી થાય છે. જેમાં કે પીલીંગ પોલીસીંગ, લેસર કેરીયલ, સ્કીન ટાઇટનીંગ પ્રોસીઝર હોય છે. તેમ કુલ ૧૫ થી ર૦ પ્રકારની સ્કીન ટ્રીટ બદલતી હોય છે.

એમાં પણ ઉનાળામાં ખાસ દિવસ દરમિયાન પ થી ૬ ગ્લાસ પાણી પીવાથી ડિહાઇડ્રેશન થતું નથી. ઘરની બહાર તકડામાં નીકળી ત્યારે કોટનના કપડા પહેરવા અને સ્કીન પર બને તેટલો લાઇટ મેકઅપ જ કરવો અને સન સ્કીન લોશન જરુર લગાવવું જે ૩૦ થી પ૦ એસ.પી. એફ.નું હોવું જોઇએ. તેની વગર ઘરની બહાર ની નીકળવું. અને રાત્રે કોલ્ડ બાથ લેવું તેમજ આખા શરીર ઉપર મોઇશ્ર્વરાઇઝેર લગાવીને સુવું જોઇએ અને ઇન્ડીયન સ્કીન માટે ૩૦ થી પ૦ એસ.ફી. એફ.નું સનસ્કીન પસંદ કરવું જોઇએ.

આજે બજારમાં સન સ્કીન લોશનમાં પણ અલગ અલગ વેરાવટી ઉપલબ્ધ છે. ત્યારે સ્કીન, ઓઇલી સ્કીન, વીથ મેકઅપ, વીથ આઉટ મેકઅપ, તે કેમીસ્ટ અથવા ડોકટરની સલાહથી બાદ જ સન સ્કીન લેવું જોઇએ અને સ્કીન કેર માટે સાકર પેટી, તરબૂચ, શેરડીનો રસ, લીંબુ પાની, સંતરા જેવો  પાણીદાર ખોરાક જોઇએ. જેમાં સુગરનું પ્રમાણ વધારે હોય તો તે ન લેવું જોઇએ ઘણા લોકો બીજાની ટ્રીટમેન્ટ જોઇ પોતે જ ટ્રીટમેન્ટ કરાવતાં હોય છે પણ તે ન કરવું જોઇએ. સગા ભાઇ બહેનની પણ સ્કીન એક સરખી હોતી નથી બધાના સ્કીન પ્રકારો જુદા અન્યની સ્કીન ટ્રીટમેન્ટ જોઇને તે કરાવો તો કફાયદાથી વધુ નુકશાન  થાય છે. ડરમેટોલોજીસ દ્વારા કરવામાં આવેલી ટ્રીટમેન્ટ એ સ્કીન રીપેર કરવાનું કામ કરે છે.

તેનાથી તાજી અને હેલ્થી સ્કીન મળે છે એકવાર ની ટ્રીટમેન્ટ બાદ તેનું રીઝલ્ટ એક મહીનાથી લઇ દોઢ મહીના રહે છે. હેઝાકેર  કરતાં પહેલા તેમણે પોતાની સ્કીન જોવી જોઇએ જો ઓઇલી સ્કીન હોય તો તેને દુધ, મલાઇ કે એવું  ન વાપરી શકે તે લોકોએ તાજા ફુટનલ ઉપયોગ કરી શકે છે. અને ડ્રાય સ્કીન ધરાવતા લોકોએ સ્કીન વધુ ડ્રાય ન તેનું ખાસ ઘ્યાન રાખવું જાેઇએ બહાર ઉનાળાના વેકેશનમા ફરવા  જવા માટે ત્યાંના વાતાવરણ પ્રમાણે  સ્કીનને ઘ્યાન રાખવું જોઇએ તેના ખાસ કરીને લોશન કે સન સ્કીન લગાવવું જ જોઇએ. અને એન્ટીસેપ્ટીક સાબુ, બોડી વોશથી નહાવું જોઇએ અને બહાર જઇને ખાસ કરીને કોલ્ડ્રીકસ કે બજારમાં મળતા જયુસ ને બદલે છાશ, નારીયેળનું પાણી,ને વધારે પ્રમાણમાં પીવું જોઇએ.

ટીવીમાં આવતી જાહેરાતોને જોઇ લોકો તેને અનુસરીને ચાલવા લાગે છે. અને કોઇપણ ટ્રીટમેન્ટ કરાવી પહેલા ખાસ તે જાણવું કે તે ડોકટર પાસેની ડીગ્રી શું છે? કોઇપણ એલોપેથીક ડોકટર, એમબીબીએસ, અને સ્પેશ્યાલીસ એમ.ડી. હોય છે. એ જોઇને જ પછી તેની કલીનીકમાં જવું જોઇએ. પછી તે ગમે તે બ્રાંચ હોય અને પહેલા ટ્રીટમેન્ટની પુરી જાણકારી લઇને જ પછી કરાવવી જોઇએ.

અને ડીસ્કાઉન્ટ ને લીધી કયારેય ટ્રીટમેન્ટ ન કરાવવુેં જોઇએ.

બોનાન્ઝાના હેર તેમજ સ્કીન પ્રોડકટ માટે બ્યુટી ટોકસ

Untitled 1 21

બોનાન્ઝાના સ્કીન પ્રોડકટ વિશે આરતીબેને જણાવ્યું હતું કે, ઉનાળામાં તેલી ત્વચા, ખીલ જેવી સમસ્યાઓ માટે તેમની પાસે વિવિધ પ્રોડકટો અને બ્રાન્ડ છે. ત્વચામાં જે જગ્યાએ ઓઈલને લીધે બેકટેરીયા ઉત્પન્ન થાય છે તેને દૂર કરવા માટે તેઓ વિટામીન-સી યુકત પ્રોડકટો તેમજ વિવિધ ટ્રીટમેન્ટ દ્વારા ચામડીને થતાં નુકશાનને અટકાવી શકાય. ઉનાળામાં સન સ્ક્રીન લોશન લગાવવું જોઈએ. જેથી સ્કીન સેન્સીટીવીટી અને ત્વચા ઉપર રેડનેશ દૂર થાય છે.

હેર પ્રોડકટ વિશે જણાવતા પૂજા શાહે કહ્યું હતું કે, તેઓ ત્યાં આવતા દરેક ગ્રાહકોને પ્રોડકટ વિશે માહિતી આપે છે. તેમની પાસે વિવિધ પ્રકારના લોશન તેમજ સમર સ્પેશ્યલ ટ્રીટમેન્ટ છે. જેનો ઉપયોગ હેર વોશ કર્યા બાદ કોઈપણ કરી શકે છે તે સંપૂર્ણપણે નેચરલ પ્રોડકટ છે. હાલના સમયમાં લોકો આલ્મન્ડ ઓઈલ, ઓર્ગેનીક ઓઈલના વપરાશ તરફ વધ્યા છે કારણ કે તે પ્રોટીન યુકત છે. વાળને નુકશાનથી બચાવવા માટે બેલેન્સ પ્રોફેશનલ સીસ્ટમનું સેમ્પુ અને માસ્કનો ઉપયોગ કરવો જોઈએ.

દરેક વ્યકિતને પોતાની સ્કીનના પ્રકારનો ખ્યાલ હોવો જોઇએ : ડો. મોનાલી પન્ધારે

Vlcsnap 2019 04 04 16H04M29S873

 ઓપલ કલીનીક ના ઓનર ડો. મોનાલી પન્ધારે એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યુ  તેઓ ટ્રાઇકોલોજીસ્ટ તરીકે ફરજ બજાવી રહ્યા છે. હેર ટ્રીટમેન્ટ, સ્કીન ટ્રીટમેન્ટ ઉપર સ્કીનના પ્રકારના હોય છે ડ્રાયસ્કીન, ઓઇલી સ્કીન, અને મીડીયમ સ્કીન દરેક વ્યકિતને પોતાની સ્કીનનો ખ્યાલ હોવો જોઇએ તેના સીઝન પ્રમાણે સ્કીનમાં ફેરફાર થતા જ હોય છે. ડ્રાય સ્કીન હોય તો ઓઇલી લાગતી હોય છે. ઘણીવાર કેશવોશ કરયા પછી પણ એક બે કલાક પછી સ્કીન ઓઇલી લાગતી હોય છે તેથી કોઇની સ્કીનનું પ્રમાણ નકકી થતું નથી. છતાંય દરેક પેસેન્ટ ને અંદાજ હોય છે કે તેની સ્કીન કેવા પ્રકાર છે.

સાથે જ સ્કીન  ટ્રીટમેન્ટમાં અત્યારે માર્કેટમાં કોસ્મેટીકના ઘણા બધા પ્રકાર આવી ગયા છે. સ્કીન ટ્રીટમેન્ટમાં પણ આયુર્વેદીક, કોસ્મેટોલોજી, અને હોમીયોપેથીક જેવા પ્રકારની હોય છે. ઘણા લોકો પાર્લરમાં જઇને બ્લીચ, કેશ્યલ કરાવે છે. તે પણ એક જાતની ટ્રીટમેન્ટ જ છે. સાથે જ કોસ્મેટીકમાં લેસરટ્રીટમેન્ટ, ડરમારોલર, પી.આર. પીમીજી ઓ થેરાણી, આવા અમુક જાતના ટ્રીટમેન્ટ આવતા હોય છે. ઘણા લોકો હોમ કેર કરતા હોય છે. તેમજ આયુર્વેદીક ટ્રીટમેન્ટ કરતા હોય છે. કોસ્મેટીક અને સ્કીનના ટ્રીટમેન્ટ હોય છે.

તડકામાં લોકો સ્કુલ, કોલેજ નોકરીએ જતા હોય અને ઘણા લોકો પણ ઘણા લોકો એ.સી.માં રહેતા તો તડકાને કારણે ત્વચામાં ડાક સર્કલ તથા સ્કીન બર્ન થતી હોય છે તડકામાં થતા ફુલ કપડા પહેરયા હોય છે પણ જે પાર્ટ બહાર રહી જતો હોય છે તે વધુ પડતાં ડેમેજ થાય છે પણ તડકાથી બચવા માટે સવથી મોટો કામ કરવાનું છે એ છે સારી કવોલીટીનું સનસ્કીમ લેવું જરુરી છે સાથે જ બને ત્યાઁ સુધી તમારી સ્કીન ને કપડા અથવા દુપટ્ટાથી ઢાંકી દેવી જોઇએ.

સાથે જ સન ગ્લાસીસ પહેરવા જોઇએ તેમાં એસ.પી. એક પણ પસંદ કરી શકો છો. સનક્રીમ એ સન પ્રોટેકટેડ ફાઇબર છે સનક્રીમ ની એવરેજ ૩૫, ૨૫, ૧ ૫૦ એસ.પી. એફ.ના પણ આવતા હોય છે. તેમ જ નાના બાળકોમાં જોવા જાવ તો ૩૦,૩૫ એસ. પી. એકનું વાપરી શકો છો.

વોટર પ્રુફ સનસ્કીન વાયર શો તે વધુ સારુ રહેશે. યંગ જનરેશન જંક ફુડ તરફ વળ્યું છે, તરબુચ, પાણી વાળા ખોરાક વધુ પ્રમાણમાં ખાવા જોઇએ સાથે જ પાણીનું પ્રમાણ પણ વધારે લેવું જોઇએ. વધારે ફેટ ધરાવતા ખોરાક ખાવા કરતા હેલ્થી ખોરાકમાં ફુટ, દુધ નું સેવન કરવું જોઇએ. સ્કીનના પ્રકાર અલગ અલગ હોય છે તેથી કોઇપણ ટ્રીટમેન્ટ એકને શુટ થાય તે બધાને ન થતી હોય તેથી પોતાની સ્કીનના પ્રકાર જાણી ને જ ટ્રીટમેન્ટ કરાવવી જોઇએ બધા જ પ્રકારની ઘણી બધી ટ્રીટમેન્ટ આવતી હોય છે તેથી જે પહેલા પોતાની સ્કીનના પ્રોબ્લેનસ વિશે કોઇ સારા એવા ડોકટર કે ડરમેટોલોજીસને બતાવીને જ ટ્રીટમેન્ટ કરાવી જોઇએ તેથી સ્કીનમાં કોઇપણ પ્રકારનું રિએકશન ન આવે તો ઘ્યાન રાખવામાં આવે છે.

દરેક મહીલાનો એક પ્રશ્ર્ન છે કે શું એક વાર ટ્રીટમેન્ટ કરાવ્યા પછી તેનું રીઝલ્ટ કેટલો સમય રહે છે તો જયાં સુધી તમે તમારું અને તમારી સ્કીનનું વ્યવસ્થીત ઘ્યાન રાખશો રેગ્યુલર ટ્રીટમેન્ટ કરાવશો ત્યાં સુધી તેનું રીઝલ્ટ સારુ જ રહેશે એક વાર કરાવ્યા પછી તેની લીમીટ મર્યાદા હોય છે તેપુરી થતા તેને બીજીવાર કરાવવું જ પડે છે. અને તમે સ્કીન ની કાળજી ન રાખતા હોય ત્યારે જ ટ્રીટમેન્ટ કરાવવાની જરુરીયાત આવે છે તેના કાળજીમાં યોગ, પ્રાણાયામ, મેડીટેશન અમુક સમયે અમુક ઉમરે વ્યવસ્થીત શરુ કરે તો અને નિયમિત રાતે તો લોકોને સ્કીન ટ્રીટમેન્ટ ની જરુર પડતી જ નથી. સાથે જ ઘરગથ્થુ ઉપચાર કરવા પણ યોગ્ય છે પણ તેની પણ એક મર્યાદા હોય છે ઘણા લોકો યુ.ટયુબ, ફેસબુકમાં જોઇને ઉપચાર કરતા હોય છે પછી અમુક વસ્તુ એવી છે કે જાતે ઉપયોગ નથી કરી શકાતી અને જો લોકોને લાગે કે આ તેમની સ્કીનને અનુકુળ છે તેજ ટ્રીટમેન્ટ કરવી જોઇએ તે પણ તમારા કાન પાછળના પાર્ટમાં લગાવી પહેલા જોઇ લેવાનું તે ઉપાય ત્યાં વ્યવસ્થીત શુટ થાય તો જ ચહેરા કે બીજા પાર્ટ ઉપર લગાડવું ઘણા લોકો ડુંગળીનો રસ કાઢી વાળમાં લગાવતા હોયછે નવા વાળ લાવવા માટે પણ તેાનાથી ઘણા પેસેન્ટને વાળમાં ઉંદરી થવાના ચાન્સીસ વધી જતા હોય છે કે રીવેકશન આવી જતુ હોય છે અમુક પાર્ટમાંથી વાળ જતા રહે છે. એટલે આવા ઉપાયથી આવા નાના મોટા પ્રોબ્લેમ્સ થતા હોય છે એટલે ઘણીવાર હોમ હેરમાંથી પણ પોબ્લેમ્સ થતા હોય છે.

સમર વેકેશન આવી ગયું છે. તેથી લોકો તે માણવા હરવા ફરવા જતા હોય છે. તેમાં પણ ઘણા લોકો વોટર પાર્કને એમ જતા હોય છે. તો તેમને સવથી પહેલા સનસ્ક્રીન લગાડીને જ જવું જોઇએ. અને ફરવા જાવય ત્યાં સાથે જ રાખવું જોઇએ મીનીમમ પ૦ એસ.પી.એફ. નુ સનસ્કીન લગાવવું જરુરી છે. અને હર એક પાર્ટમાં સનસ્કીન લગાડવું જોઇએ અને પુરેપુરી બોડી કવર થાય તેવા જ કપડા પહેરવા જોઇઅ જેવી ઘણાપાણીમા કલોરીનનું પ્રમાણ  વધારે હોય છે તો ઘણા વોટર પાર્કમાં વારંવાર પાણી ન બદલાતું હોય તેનાથી સ્કીનમાં ઘણા બધાં ઇન્ફેકશન થતા હોય છે સાથે જ પાણીની બહાર આવ્યા પછી કેલામાઇન રૂટીન લોશન પણ લાગી શકો છો તેથી શરીરમાં ઠંડક રહે છે.

કોસ્મેટીક ટ્રીટમેન્ટ

બાળકની જન્મથી જ આપણે તેની ત્વચા અને વાળની કાળજી રાખતા હોય છીએ. વાળ હોય કે પુરા શરીરની વાત હોય તે પોતાની બહારી ખુરસુરભી માટે ઘણા બધા ઉપાય કરતાં જ હોય છે. પણ ઘણા ઉપાય પછી પણ કંઇક કચાસ રહી જતી હોય છે. ઘણીવાર એવું બનતું હોય છે કે બહારની જાહેરાત જોઇને કે અથવા બીજાની ટ્રીટમેન્ટ જોઇને લોકો આંધળુ અનુકરણ કરતા હોય છે ને તે માર્ગે ચાલતા થઇ જાય છે.

પણ ખરેખર કોઇકનું ટ્રીટમેન્ટ જોઇ કોઇ દિવસ તે નકરાવવું જોઇએ જો આપણે વાત કરીએ તો તેનો એક ભાગ છે સ્કીન ટ્રીટમેન્ટ તેના ઘણા બધા પ્રકાર હોય છે. સ્કીનના પ્રકાર જોઇ તો ડ્રાય સ્કીન, ઓઇલી સ્કીન, સેન્સેટીવ સ્કીન, નોર્મલ સ્કીન અને આ બધા પ્રકારની સ્કીનના પણ ઘણા બધા ટ્રીટમેન્ટ આવતા હોય છે.

જેવા કે આયુર્વેદીક ટ્રીટમેન્ટ, કોસ્મેટીક ટ્રીટમેન્ટ, હોમીયોપેથીક ટ્રીટમેન્ટ, જેવી અનેક ટ્રીટમેન્ટ હોય છે. ટ્રીટમેન્ટમાં પીલીંગ – પોલીસીંગ, લેસર, કેશ્યલ, ટાઇનીંગ પ્રોસીઝર સહીત ૧પ થી ર૦ પ્રકારની ટ્રીટમેન્ટ ની વેરાવટીઓ આવે છે તો સાથે જ વાત કરીએ તો ઉનાળાની તડકાની શરુઆત થી થતા સ્કીનને નુકશાન પણ ઘણા થતા હોય છે તેની કાળજી રાખવા સન સ્કીનનો ઉપયોગ કરવો જોઇએ. તડકાથી થતાં નુકશાન વિશેની વાત કરવામાં આવે છે. તે વિશે વધુ જાણકારી અબતક મીડીયા હાઉસ સાથેની વાત ચીતમાં ડો. પ્રીયંકા સુપરીયા તથા ડો. મીનાલી પન્ધારેએ જણાવી હતી. સાથે જ હેર ટ્રીટમેન્ટ ની પણ વાત કરી એ તો વાળના પણ ઘણા બધા પ્રકાર હોય છે અને વાળની પણ ઘણી બધી ટ્રીટમેન્ટ કરવામાં આવતી હોય છે. વાળની ટ્રીટમેન્ટ વિશે  વાત કરી એ તો વાળમાં પણ તેમાં હોમીયોપેથીક, આયુર્વેદીક કોસ્મેટીક જેવી ટ્રીટમેન્ટ આવતી હોય છે બધી ટ્રીટમેન્ટ વાત ને જોઇ ને કરવામાં આવતી હોય છે તેમાં પણ વાળમાં ઉનાળાના તડકાને કારણે અલ્ટ્રા વાઇલ્ટ કિરણ ને કારણે વધુ પડતું નુકશાન થતું હોય છે તો વાળની કાળજી તેની સાર સંભાળ કઇ રીતે કરવી જોઇએ અને કેવા પ્રકારના વાળમાં કેવા પ્રકારની ટ્રીટમેન્ટ યોગ્ય છે. તે વિશેની જાણકારી અબતક મીડીયા હાઉસ  સાથેની વાતચીતમાં હેર એકસ્પર્ટ ભરતભાઇ ગાલોરીયા વધુ જાણકારી આપી હતી.

હર્બલ અને ઓર્ગેનિક પ્રોડકટસ વધુ અસરકારક: તેજસભાઈ

Vlcsnap 2019 04 09 14H08M33S359

ટ્રાયર બ્રેઝરના ઓનર તેજસભાઈએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોસ્મેટીક પ્રોડકટ બે પ્રકારના હોય છે. તેમાં કોસ્મેટીસ્યુકલ પ્રોડકટો માર્કેટમાં વધુ ચાલે છે. જેમાં ફાર્માસ્યુટીકલ અને કેમીકલનું મિશ્રણ હોય છે. ત્યારે કોસ્મેટીક પ્રોડકટ તરત જ સોલ્યુશન આપે છે અને ફાર્માસ્યુટીકલ બ્યુટી પ્રોબલમનું સંપૂર્ણ રીતે રીઝલ્ટ આપે છે.

હાલના સમયમાં માર્કેટમાં હર્બલ અને ઓર્ગેનિક પ્રોડકટ વધુ ચાલે છે. આ પ્રકારની પ્રોડકટ સ્કીનને નુકશાન પહોંચાડતી નથી. વાળની સારવાર માટે સલ્ફેડ અને પેરાલીન વગરનું શેમ્પુ તેમજ કંડીશનર વાપરવું જોઈએ. તમે જયારે સીરમનો ઉપયોગ કરો છો ત્યારે તે પણ કેમીકલ રહીત હોય તેની કાળજી રાખવી. તેથી વાળને પણ સનટેનથી બચાવી શકાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.