Abtak Media Google News

જામનગરમાં માનસક્ષમા રામકથામાં પૂ. બાપુએ ક્ષમા, ભક્તિ અને વિવિધ પ્રસંગોનું રસપાન કરાવ્યુ

જામનગરમાં મોરારીબાપુએ બીજા દિવસે માનસ ક્ષમા રામકથામાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવતા જૂનાગઢના ભક્ત કવિ નરસિંહ મહેતાના વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીર પરાઈ જાણે રે…ના સંગીતમયી રસપાન કરાવતા ક્ષમાનો મહિમા સમજાવ્યો હતો. કથા દરમ્યાન મોરારીબાપુએ જણાવ્યું હતું કે, ક્ષમા ,ધર્મ:નો મર્મ સમજાવતા કથાના ફ્લાવર્સ કેમ કહે છે. તેના અંગે દ્રષ્ટાંત આપતા કથાના ફોલોઅર્સ કરતા ફ્લાવર્સનો સ્વભાવ સમજાવતા જલતા અને ભાવના અંગેનો વ્યાખ્યાન કરી કથાની ફોરમ ફેલાવવા આહ્વાન કર્યું હતું.

મોરારીબાપુએ કહ્યું હતું કે, તમને જે ગમે એ શાસ્ત્રો, મહાપુરુષોનું સ્મરણ કરવા જણાવી ક્ષમા ધર્મ: ક્ષમાના મર્મો સમજાવ્યા હતા. અને ભગવાન વેદ વ્યસના મહાભારતના ઉદાહરણ આપ્યા હતા.અને યુવાનો, ભાઈ-બહેનોને ક્ષમા ધર્મ છે. તે અંગે બધા સર્વ ધર્મોને ભેદભાવ વગર ક્ષમાના અનેક અર્થો છે. મોરારીબાપુએ ધર્મ એટલે આપનો સ્વભાવ છે. અને ક્ષમા સ્વભાવમાં છે. ક્ષમા કોઈ જગ્યાએ મળે નહીં. એ સંસ્કારમાં આવે. ક્ષમા સુપ્ત છે.અને ધર્મ તેમજ ભારતીયોનો સ્વભાવ છે.

જેસલ જાડેજાનું ઉદાહરણ આપતા જણાવ્યું કે, ફળ પાકે તો કા તો બગડી જાય કાતો પડી જાય, અને જેસલ તોરલના વ્યાખ્યાનને લઈને ફિલ્મ અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદીને મોરારીબાપુએ યાદ કર્યા હતા.અને જાડેજા તોરલના કપડાં ધોવા જતા લોકોએ મારેલા મહેણાંને લઈને પ્રસંગને લઈને તોરલ સાથેના જેસલ જાડેજાના સંવાદને કહી જેસલને લોકોએ આપેલા મહેણાંથી સમસમી, કંપી ઉઠેલા જેને લઈને મેલ રહી ગયો છે. તેમ જણાવતા મોરારીબાપુએ કહ્યું હતું કે, લોકોએ આ પ્રસંગમાંથી પ્રેરણા લેવી જોઈએ.

ગંગા સતીનો એક મોટો ઉપસક જામનગરમાં રહે છે. તેમ જણાવતા મોરારીબાપુએ કહ્યું હતું કે, મેરુ તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાનબાઈના આ ભજનને આત્મસાધ કરવાની માર્મિક ટકોર કરી હતી.

જામનગરના જાડેજા બાપુને યાદ કરતા જણાવ્યું હતું કે, નારાયણ બાપુના ભજનો દરમ્યાન કેવા તલલ્લીન બની જતા.

જ્ઞાની ભક્ત હોય છે, તેમ જણાવી મોરારીબાપુએ કહ્યું કે, જ્ઞાની તેના પુસ્તકને લઈને પડ્યો રહે છે તે તેની ભક્તિ જ કહેવાય. જેથી જ્ઞાની ભક્ત જ છે. સુરદાસજીને યાદ કરતા તૃષ્ણાને તૃપ્ત કરવા દરિયા કિનારે ન જવું જોઈએ, અને દરિયો કોઈ દી તૃપ્ત ન કરે. જે સંસાર સિંધુની વાત છે. જેમાં ડૂબકી જ મારી લેવાય ,ન્હાવાય. પણ પિવાઈ નહીં.

પ્રકાશની શક્તિ કરતા ભક્તિની શક્તિ વધારે હોય છે. દ્રૌપદીના ચિરહરણ સમયે ભગવાન કૃષ્ણને યાદ કરતા જ ભગવાન કૃષ્ણના કાળા રંગમાંથી ગુસ્સે ભરાઈ લાલચોળ થઈ ગયા હતા. એ બહેનનો પ્રેમ જ હતો.

ચંદ્ર યાનની ઘટના બાદ ઇસરોના અધિકારીને વડાપ્રધાન મોદી પાસે રડવાની ઘટનાને લઈને  ઇસરોના અધિકારીને આ સમગ્ર ચંદ્રયાનની સફળતા બદલ વ્યાસપીઠ પરથી લાખો લાખો વધાઈ આપી.અને રાજપીઠ તેમજ વ્યાસપીઠ અને શક્તિપીઠ પણ સાથે છે.તેમ માનસ ક્ષમા રામ કથાના વ્યાસાસનેથી મોરારીબાપુએ કહ્યું હતું. અને આખી દુનિયાના બધા દેશો ખુશ છે. ત્યારે પાડોશી દેશ દુ:ખી છે. તેનો પણ હાસ્યાસ્પદ ઉલ્લેખ કર્યો હતો.

જામનગરની માનસ ક્ષમા રામ કથાના વિરામ ટાણે મોરારીબાપુએ વ્યાસપીઠ પરથી છોટી કાશી ગણાતા જામનગરના મધ્યમાં બાલા હનુમાનજી મંદિરમાં અખંડ રામધુનને યાદ કરી શ્રી રામ જય રામ જય જય રામની ધૂનનું શ્રોતાઓ સાથે પ્રેમ પૂર્વક ગાયન પણ કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.