Abtak Media Google News

 તારા પ્રેમનો એ પહેલો વરસાદ, નીતરતી આંખો અને ધ્રૂજતા અધરો.

            મળ્યા તારા અધરોથી મારા અધરો, વિસરાઈ ગયો સંસાર આખો

  ગુલાબ નથી છે છતાં ગુલાબી એ, ગોળ નથી છે છતાં મધુર એ

            જ્યારે પણ થાય એ અધરોનો સ્પર્શ, મન મારૂ રહેતુ નથી મારૂ…  Happy Kiss Day Hd Images

ગાઢ આલિંગનથી પ્રેમની લાગણીનો અહેસાસ થાય છે. જ્યારે વ્યક્તિ પાસે પોતાની લાગણી જતાવવાના શબ્દો ખૂટી જાય છે ત્યારે તે સ્પર્શનો સહારો લ્યે છે.   એ સ્પર્શનું પહેલું ચરણ એટ્લે જ આલિંગન. પરંતુ જ્યારે લાગણીઓનો પ્રવાહ જીવન રૂપી નદીમાં આગળ વધે છે ત્યારે એ પ્રવાહ બે જીવને એટલા વેગથી એકબીજાની નજીક લાવે છે જેમાં પ્રેમીઓ એ પ્રેમ રૂપી પ્રવાહમાં તણાઈને હોઠથી હોઠને મિલાવી એક બંધ બાંધે છે અને એ બંધ પર નિરાતે જીવન વિતાવે છે. આશા છે કે તમારો કિસ ડે પણ આ રીતે જ પ્રેમભર્યો એને યાદગાર બની રહે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.