Abtak Media Google News

સુરેન્દ્રનગર જીલ્લાનાલીંબડી સિવિલ હોસ્પીટલમાં ડોકટર બ્રિજેશ પરમારની દર્દીઓ સાથે ગેરવર્તણુંક વ્યવહાર કરી રહ્યા છે.

લીંબડી તાલુકામાં  આવેલ આર.આર. હોસ્પીટલમાં છેલ્લા ઘણા સમયથી ડોકટરોનો મહેકમ ખાલી છે જેના કારણે  કોન્ટ્રાકટ ઉપર આ સરકારી હોસ્ટપીટલમાં ડોકટરોની ભરતી કરેલ છે તેમ  છતા તમામ ડોકટરોનો દર્દીઓ સાથે સારવાર દરમ્યાન વ્યવહાર સારો હોય છે પણ એક એવા પણ ડોકટર છે જે આ કોન્ટ્રકટર ઉપર નોકરી કરે છે  જેઓ લીંબડી શહેરનાજ વતની છે જેથી આ ડોકટર બ્રિજેશ પરમાર  દર્દીઓ સાથે “” તુ તારી “”  જેવો વ્યવહાર કરી રહયા છે અને પોતાની મનમાની દર્દીઓ સાથે આદરી રહેલા છે તેમજ આ ડોકટર બ્રિજેશ પરમાર છે.

Img 20180628 Wa0004 1530154041536  જે પોતાની ફરજના સમય દરમ્યાન સતત પોતાના મોબાઇલમાં ચિપકેલા જ રહે છે ત્યારે આ ડોકટરને કોઇ સાચી વાત કરે તો તે સામેના વ્યકિતને તોસડીયો જવાબ આપીને અપમાનીત કરી દે છે બીજી વાત એ પણ છે કે કોઇ દર્દી ઇમરજન્સી સારવાર લેવા જાય છે ત્યારે આ ડોકટર દર્દીનો કેસ પેપર પર રજીસ્ટર કરતા નથી અને પોતાની મનમાની આદરીને દર્દીઓની તપાસ કર્યા વગર દવાની ગોળીઓ આપે છે ત્યારે કોઇ દર્દી કે દર્દીના સગા સંબંધી આ બાબતની વાત ડોકટર બ્રિજેસ સાથે કરે તો ડોકટર બ્રિજેશ સામેના વ્યકિતને તુ ડોકટર છો હું ડોકટર છું આમ “” તુ તારી “” જેવા શબ્દોનો પ્રયોગ કરી સામેના વ્યકિતની માનહાની કરતા હોય છે.

તેમ છતા આ બાબતે આ ડોકટર ઉપર કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી તો શું આવા ડોકટરોના કારણે કયા સુધી ગરીબ દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડશે તે એક પ્રશ્ન ઉઠી રહયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.