Abtak Media Google News

ઉના-વેરાવળ રોડ પાસે બિનકાયદેસર પથ્થરની ખાણ લીઝ પુરી થતા પણ ચાલુ રાખેલ હોય જેની જાણ ઉનાના જમાદાર જે.જે.પરમાર દ્વારા તપાસ કરેલ ત્યારે અમોને જાણવા મળેલ કે સર્વે નં.૪૭૫ પૈકી પર કરાવેલ લીઝ કરાર ૨૦૧૪/૨૦૧૫માં પુરા થઈ ગયેલ છે. જેનું લીઝ હોલ્ડરનું નામ હિમતઝર મોહનગર સર્વે નં.૪૭૫ અને લીઝની મુજરીની તારીખ ૨૯/૯/૨૦૦૯ની છે અને લીઝની મુદત પાંચ વર્ષની હોય જેથી આ લીઝની મુદત ૨૦૧૪/૨૦૧૫માં પુરી થઈ ગયેલ હોય છતાં રોયલ્ટી પાસ પણ આપવામાં આવેલ છે. તમામ અધિકારીને ઉંધી ટોપી પહેરાવીને બેફામ ખનીજચોરી કરવામાં આવી રહી છે. આ મામલે ખાણ ખનીજ દ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી. જેથી જમાદાર તપાસ કરવા જતા હોય તેને પણ ધાક ધમકી આપેલ હોય ખાણ ખનીજ પણ અમારું કંઈ જ નહીં કરી લે ખાણના પાર્ટનર ઉંચી વગ ધરાવતા હોય જેથી કોઈ તપાસ કરવામાં આવી નથી. અત્યારે પણ લોકોને ડરાવી ધમકાવી બેફામ ખનીજચોરી કરવામાં આવી રહી છે અને એ ઉના સીટીના નજીક બે કિલોમીટર દુર બેફામ ખનીજચોરી કરવામાં આવી રહી છે. જેથી તપાસ કરી ફરિયાદની એફઆરઆઈ કરવામાં આવે ખનીજ માફીયા સામે કડકમાં કડક પગલા લેવામાં આવે તથા સજા અને દંડ થાય તાત્કાલિક ધોરણે તપાસ થયા એવી આરટીઆઈ હર્ષદ બાંભણીયા લેખિતમાં ફરિયાદ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.