Abtak Media Google News

જસદણથી ૧૯ કિલોમીટર દૂર આવેલ નવાગામના સોમલપર રોડ પરની ત્રણ વિઘા સરકારી ગૌચરની જમીનમાં ફરી કોઈએ બંગલો ચણવાનું શ‚ કરતા ગ્રામ્યજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠતા આ અંગે જસદણ તાલુકા વિકાસ અધિકારીને ટેલીફોન દ્વારા જાણ કરી ગામ સમસ્ત આ જમીનમાં દબાણ કરનારા તત્વોને અટકાવવા માંગણી કરેલ છે.

નવાગામના સોમલપર રોડ પર અંદાજે ત્રણ વિઘા જેટલી ગૌચરની જમીન આવેલી છે. કોઈ ભૂમાફીયા જમીનનું દબાણ ન કરે તે માટે ૧૭ વર્ષ પહેલા ગામ લોકાએ જ પોતાના ઢોર ઢાંખર આરામથી રહે તે માટે આ જમીનમાં કોઈ દબાણ કે ચણતર કામ નહી કરે એવો સામુહિક નિર્ણય લેવાયા બાદ કેટલાક સાધન સંપન્ન ભુમાફીયાઓએ આ જમીન પર ડોળો રાખી ત્રણેક વર્ષ પહેલા બંગલાના પાયા ખોદી પ્લીનંથ સુધીનું કામ કર્યું હતુ

પરંતુ આ પ્રશ્ર્ને ગ્રામ્યજનો એકત્ર થઈ ત્યારના જસદણ તાલુકા પંચાયતના વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી. અને બંગલાનું કામ અટકાવી પંચ રોજકામ કયુર્ં હતુ ત્યારબાદ કામ બંધ રહેવું પણ તંત્રના સતાધીશોએ ચણતર કરેલી પ્લીન્થ તોડી
નહોતી.

તેથી વધુ કામ શ‚ કરતા આ ગૌચરની જમીનમાં ગેરકાયદેસર બેલા અને પાણા ખડકી દેવામાં આવતા આ અંગે ગ્રામ્યજનોએ તાલુકા વિકાસ અધિકારીને ફોન દ્વારા પ્રાથમિક રજૂઆત કરી કે બાંધકામ અટકાવો અને પ્લીન્થનું જે કામ થયું છે તે તોડી પાડી ભૂમાફીયા સામે કાયદેસર કાર્યવાહી કરો ત્યારે વર્તમાન તાલુકા વિકાસ અધિકારી ભૂમાફીયાઓ સામે કયારે અને કેવા પગલા ભરે છે. તે તરફ નવાગામના ગ્રામ્યજનોની નજર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.