વાલસુરા શીપનાં ઈલે. સ્પેશ્યલાઈઝેશનની તાલીમ પૂર્ણ કરનારાઓનું સન્માન

૩૩ અધિકારીઓને શિલ્ડ પ્રમાણપત્ર અપાયા

તાજેતરમાં વાલસુરા નેવી મથકમાં ઈલેકટ્રીક સ્પેશ્યલાઈઝેશન કોર્ષ ઓ-૧૭૨નો સમાપન સમારંભ યોજાયો હતો. નેવી મથકના ૩૩ અધિકારીઓએ ૯૫ અઠવાડીયાના આ વ્યાવસાયિક તાલીમ પૂર્ણ કરતા વાલસુરાના કમાન્ડીંગ ઓફિસર કોમોડોર અજય પટનીની અધ્યક્ષતામાં આયોજીત સમારંભમાં વર્ષ દરમ્યાન શિક્ષણ, રમતગમત તથા ઈત્તર પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા અધિકારીઓને સન્માનીત કરવામાં આવ્યા હતાં.

નૌસેના એફીશીયન્સી બોર્ડમાં પ્રથમ આવવા બદલ ’નૌસેનાધ્યક્ષ ચલ ટ્રોફી’ તથા ’સર્વશ્રેષ્ઠ હરફન મૌલા’ અધિકારી તરીકે એડમિરલ રમનાથી ટ્રોફી લેફ્ટનન્ટ આકાશકુમાર ત્રિ૫ાઠીને અર્પણ કરવામાં આવી હતી. સબ લેફ્ટનન્ટ વિકાસ ગેહલોતને કમાન્ડીંગ ઓફિસર વાલસુરાના સર્વશ્રેષ્ઠ ખેલાડીનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. સોશ્યલ ડીસ્ટન્સીંગનું પાલન કરવા અન્ય અભ્યાસક્રમોની તાલીમ લઈ રહેલા અધિકારીઓ માટે સમારંભનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.

Loading...