પૈસા કમાવાની હોડમાં પરિવારને અવગણતો માનવી લોકડાઉનમાં ઘરના સભ્યો સાથે જોડાયો

આજે આંતરરાષ્ટ્રીય પરિવાર દિન

વર્તમાન સમયમાં સંયુકત કુટુંબમાં રહેવાની વાત વિસરાતી જાય છે. અને વિભકત કુટુંબમાં રહેવાની બાબત વિસ્તરતી જાય છે. “વસુધૈત કુંટુબડમ્ ની ભાવના આપણા પ્રાચીન સમયથી આપણો આદર્શ રહ્યો છે. આ ભાવનાને વિકાસાવવા વિશ્વનાં તમામ રાષ્ટ્રોનાં સહકાર વધે તે અનિવાર્ય છે. સ્વાર્થ ને ભૂલી જઇ સર્વોદૃય નો આધાર લઇ આ વિશ્વ એક કુટુંબ અને એ ઉગદા સ્વપ્ન સાકાર થઇ શકશે. આ ભાવનાને ઉદાત કરવા ૧૫મી મેનો દિવસ આંતરરાષ્ટ્રીય પરિવાર તરીકે ઉજવવામાં આવે છે.

આજના આધુનિક સમયમાં વિવિધ શોધખોળ સંદેશાત્યવહારનાં માધ્યમો, સોશ્યલ મીડીયાનાં વિકાસથી વિશ્વ પરિવાર સ્વરૂપે જીવતાની ઉમદા તકો તો પૂરી પાડી છે. પરંતુ વિશ્વ પરિવાર નો પ્રત્યેક સભ્ય રાષ્ટ્રીય પરિવાર તરીકે જીવે તે અનિવાર્ય છે. કેટોલાક અગિષ્ટ તત્વોનાં કારણે વિશ્વશાંતિ જોખમાય છે. વિશ્વમાં એકતા અખંડિતતાને કેળવવા આંતરરાષ્ટ્રિય પરિવાર દિનનાં દિવસે વિશ્વશાંતિ  ફેલાવવા વિશ્વશાંતિનો સંદેશો ફેલાવવો જોઇએ.

હાલમાં લોકડાઉનનાં સમયમાં દુરદર્શન દ્વારા બતાવવામાં આવેલ રામાયણ સિશ્યિલ આપણા નાના બાળકોને નવી જનરેશનમાં સંયુકત કુટુંબની ભાવના વિકસાવવામાં મદદરૂપ નિવડશે. તો આ લોકડાઉનનાં સમયમાં લોકોને ઘરે જ રહેવાનું કહેવાયું છે. જયારે આધુનિક યંત્રવત બની ગયેલ માનવને આ ૫૦ દિવસ ઘરે ફરજીયાત રહેવાનું કહેવાથી માણસને તેમનાં કુટુંબ સાથે રહેવાની તક સાંપડી છે. બાળકોને માતા-પિતા સાથે રમવાની અને જીવવાની તક મળી છે. પતિ-પત્નિને એકબીજાની મનની વાતો જાણવાનો અવકાશ મળી શકયો. ધંઘા રોજગાર બંધ થતાં કમાવા શહેરમાં રહેતા અને વિભકત બેનલા કુટુંબો ફરી ગામડા તરફ ફર્યા સંયુકતમાં રહેતા થયાં. જેનાથી પણ કુટુંબમાં પ્રેમ, સ્નેહ, સહાનુભૂતિ અને હુંફ વધી છે. પૈસા કમાવવાની હોડમાં પોતાના પરિવારને અવગણતો માનવી આ લોકડાઉનમાં ખરા દિલથી પોતાનાં પરિવાર સાથે જોડાયો છે. માણસ જાતને કુટુંબમાં રહેવાની મહામૂલી ભેટ સાંપડી છે તેને ૧૫મીમે ના દિવસને આંતરાષ્ટ્રીય પરિવારની ઉજવણી કરી, વિશ્વથી દેશ સુધી, દેશથી રાજય સુધી, રાજયથી ગામ સુધી, ગામથી આપણા કુંટુંબ સુધી સૌનાં સાથ સૌનાં વિકાસ માટે કટિબધ્ધ બનીએ.

Loading...