Abtak Media Google News

ઘર પાસે લઘુશંકા કરતા ટ્રેઈની ઓફીસરનો મારમારનાર પૂર્વ ધારાસભ્ય સહિત બેની શોધખોળ: કાર કબ્જે

આઈ.એફ.એસ.ના (વન વિભાગના અધિકારી) ઓફીસરો ગીરના જંગલની મુલાકાત લઈ પરત ફરી રહ્યા હતા ત્યારે ગોંડલના રીબડા ગામે પેટ્રોલ પંપ નજીક પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના મકાન પાસે એક ઓફીસર લઘુશંકા અને સીગારેટ પીતો હોવાથી થયેલી બોલાચાલીમાં ઉશ્કેરાયેલા મહિપતસિંહ જાડેજા સહિત ત્રણ શખ્સોએ મારમાર્યાની નોંધાયેલી ફરિયાદમા ગોંડલ તાલુકા પોલીસ મથકના સ્ટાફે ગણતરીના કલાકમાં સ્કોપીયો કાર કબ્જે કરી એક શખ્સની ધરપકડ કરી મહિપતસિંહ જાડેજા સહિત બે શખ્સની શોધખોળ આદરી છે.

વધુ વિગત મુજબ ગોડંલ રાજકોટ માર્ગ પર આવેલા આશાપુરા પેટ્રોલ પંપ પર ફરીયાદી તથા સાહેદો આરોપીના ઘર બાજુના પેટ્રોલ પંપ પાસે પોતાની લકઝરી બસ ઉભી રહેતા બાથરૂમ કરવા ને ફેસ થવા નીચે ઉતરેલ અને આ કામના ફરીયાદી આરોપીના ઘર પાસે સીગરેટ પીતા હોય જેથી આ કામના આરોપી એક અજાણ્યો માણસ ના એ ગાળો આપી આરોપી એક અજાણ્યો ઉમર લાયક વ્યક્તી કે જેને લુગી તથા શર્ટ પહેરેલ ના એ ફરીયાદીને જાપટ મારી આરોપી એક અજાણ્યો માણસ ના એ માથામાં કપાળમાં લાકડી મારી ઇજા કરતા સાહેદો (બેચમેટ મીત્રો) તેની પાસે આવતા આરોપી સફેદ કલરની સ્કોરપીયો કાર નં. જી.જે. ૧૧- ૧૭૭૧ નો ચાલક નાએ તેના હવાલાવાળી સ્કોરપીયો કાર નં. જી.જે.૧૧- ૧૭૭૧ વાળી રોંગસાઇડમાં ફુલસ્પીડે સાહેદો ઉપર જાણી બુજીને તે બાજુ ચલાવી ટકકર મારી સાહેદોને ઇજા કરેલ અને ત્યાર બાદ ફરી તથા સાહેદો હોસ્પીટલમા સારવારમા ગયેલ હોય અને અમો પોલીસે રૂબરૂ જઇ ફરીયાદીની ફરીયાદ લઇ ગુનો રજીસ્ટર કરેલ. ત્યાર બાદ આ કામની તપાસ દરમ્યાન ગુનામા વપરાયેલ સ્કોર્પીઓ ગાડી નં. ૠઉં-૦૩-ઊંઈ-૧૭૭૧ ની ભુણાવા ચોકડી આશપુરા હોટલ ની પાછળથી બીનવારસુ મળી આવતા કબજે કરેલ છે. તેમજ સદરહું સ્કોર્પીઓ ગાડીનો અજાણ્યો ડ્રાઇવર નું નામ ખુલતા ખાનગી રાહે હકિકત મેળવી જે આરોપી અરવિંદભાઇ વેલજીભાઇ રાજાણી ઉ.વ. ૪૨ રહે- રીબડા ગામની સીમ, મહિપતસિંહ જાડેજાની વાડી તા. ગોંડલ મુળ- ભાડલા વેરાવળ તા. જસદણ વાળા ને આજ તા.૨૫/૦૩/૨૦૧૮ ના કલાક- ૨૧/૦૦ વાગ્યે ભુણાવા ગામના પાટીયા થી ભુણાવા ગામ તરફ જતા રસ્તે થી પો.સબ ઇન્સ. પી.પી.ગોહિલ તથા પો.સ્ટાફ નાઓએ પકડી પાડી ગુનાના કામે અટક કરેલ છે. અને આ કામની તપાસ દરમ્યાન અજાણ્યા ઇસમ તરીકે ના આરોપીમાં સાગર સ.ઓ. અરવિંદભાઇ રાજાણી નું નામ ખુલેલ છે. અને આ કામની આગળની તપાસ એ.એસ.પી શ્રી અમીત વસાવા નાઓને સોંપેલ છે. અને આ કામના બાકીના આરોપીઓને પકડી પાડવા માટે તજવીજ ચાલુ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.