Abtak Media Google News

મહાત્મા મંદિર ખાતે બે દિવસીય મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટને ખુલ્લી મુક્તાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ

અમારી સરકાર સમાજના ભાગલા પાડવા માંગતી નથી સમાજને જોડવા માંગે છે. આ માટે સત્તા જવી હોય તો જાય પણ સમાજને જ્ઞાતિના વાડામાં તો નહિ જ વહેચીશું, તેવું રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજી આરંભ યેલ બે દિવસીય મેગા બ્રહ્માણ બિઝનેસ સમિટને ખુલ્લી મુકતાં જણાવ્યું હતું.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, આજના સમયમાં રાજનીતીને વોંટબેંકમાં ફેરવા માટે કેટલાક લોકો જાતિવાદ ઉભો કરીને નેતૃત્વ કરવા માટે નીકળ્યા છે. આવા સમયે યોગ્ય દિશામાં વિચાર કરીને દેશ અને સમાજને ટકાવવાની જરૂર છે. આપણને અંગ્રેજો અને મોઘલોએ જે રીતે ગુલામ બનાવી રાજ કર્યું છે. જેને આપણ હજુ સુધી ભુલી શક્યા નથી. તેમની ભાગલા પાડો અને રાજ કરોની નિતી નહિ સમજીએ તો તે દિવસો પાછા આવી શકે છે, તેવી પણ ચિંતા વ્યકત કરી હતી.

સમાજને આગળ લાવવામાં એકબીજાને સહકાર આપવાની વાત ખોટી નથી તેવું કહી મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, એટલ જ સમાજને ગંગા કહેવામાં આવે છે. જેમાં નાહવું તે દરેક સમાજના નાગરિક માટે જરૂરી છે. બ્રહ્મણ સમાજે સદીઓી સમાજને હરહમેંશા જોડવાનું અને સાચી દિશામાં લઇ જવાનું ઉમદા કામ કર્યું છે.

Pkif3486દરેક વ્યક્તિ પૈસા અને પ્રતિષ્ઠિતા નામના બે પ્રકારના સુખ માટે જઝુમતો હોય છે, તેવું કહી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, આ બન્ને સુખ પાછળ વ્યક્તિ પોતાના જીવનનો અમુલ્ય સમય પ્રસાર કરે છે. તેમ છતાં પૈસા અને પ્રતિષ્ઠતા એક સો મેાટા ભાગે જોવા મળતા નથી. દરેક વ્યક્તિ કે સમાજમાં એક ચોક્કસ વૃત્તિ હોય છે. ક્ષત્રિય સમાજમાં રક્ષણની વૃત્તિ, વૈષ્ણવ સમાજમાં વ્યાપારની વૃત્તિ અને કલા-કારીગરી વૃત્તિ ધરાવતા સમાજની વાત કરીને મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, અભ્યાસ, ચિંતન અને રિચર્સ કરવાની જ્ઞાનની વૃત્તિ બ્રાહ્મણોમાં છે. જેના કારણે તે સમાજને જ્ઞાન આપી રહ્યો છે.

તેમજ જ્ઞાનની વૃત્તિ કી આજે બ્રહ્મણો સમાજને સમાજમાં પ્રતિષ્ઠતા પ્રાપ્ત ઇ છે. દેશના નિર્માણ, સંસ્કૃતિને સાચવવા- ટકાવવા બ્રહ્મ સમાજનું યોગદાન મહત્વનું છે. ચાણ્કયની વાત કરીને તેમણે બ્રહ્મ સમાજમાં પડેલી શક્તિની પણ વાત કરી હતી.

બ્રહ્મ સમાજના યુવાનો સારી રોજગારી  ધંધા કરે તે માટે આજના સમયમાં આવી બિઝનેસ સમિટ યોજવી જરૂરી છે, તેવું કહી મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, જેમ સમાજને તોડવાનું કામ કરનારા કેટલાક લોકો છે. તેમ આવી સમિટનું આયોજન કરી અને તેને સહકાર આપી સમાજને જોડનારા લોકો પણ છે. તેનો આનંદ વ્યકત કર્યો હતો. સરકાર દ્વારા તમામ સમાજને સો રાખવા અનેક યોજના અમલી બનાવી છે, તેનો લાભ લેવા પણ યુવાનોને કહ્યું હતું.

Pkif3597બ્રહ્મ સમાજ દ્વારા સામાજિક ઉતન માટે, આવનારી પેઢીને ઉપયોગી બને અને સમાજ ર્આકિ રીતે સધ્ધર બને થતા યુવાનોને રોજગારી  ધંધા કરવાની વિપુલ તક મળે તે માટે બિઝનેસ સમિટનું આયોજન કરનાર સર્વે અગ્રણીઓને અભિનંદન આપીને નાયબ મુખ્ય મંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે, સમાજને જ્ઞાન, સંસ્કાર અને શિક્ષણ આપવા અને આઝાદીની લડાઇમાં બ્રહ્મ સમાજનું યોગદાન મહત્વનું છે.દરેક જ્ઞાતિ સમાજને સરકારી યોજનાઓના લાભ લેવાનો પણ અનુરોધ કર્યો હતો. ર્આકિ, ઔધોગિક, કૃષિ વિકાસદરોની આંકડાકીય વિગતોની માહિતી આપીને વિકાસ યાત્રાને વધુ ઝડપી બનાવવા બ્રહ્મ સમાજને આહૂવાન કર્યું હતું. ૫૮ જ્ઞાતિઓ કે જેને અનામતનો લાભ નથી મળતો તેવી જ્ઞાતિઓના યુવાનોને આગળ લાવવા માટે બિન અનામત નિગમની સપ્ના કરવામાં આવી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.