ભવેભવના ફેરામાંથી મુકિત મેળવવી હોય તો કરો અબોલ જીવની સેવા

લોકોનું યથાશકિત યોગદાન અનેક પશુ-પક્ષીઓનાં જીવ બચાવશે

વિકારો વધતા જીવદયા મરી પરવારી? આર્થિક સંકડામણ પણ કારણભૂત

દસકાઓ પહેલા લોકોનું જીવન ધોરણ અત્યંત અલગ હતુ. આજે જયારે ધન, મિલકત થકી વ્યકિત ઘનિક કે દરિદ્ર છે.તેનું મૂલ્યાંકન કરી શકાય છે. પરંતુ પહેલા તેવું નહોતું પહેલાના સમયમાં જે વ્યકિત પાસે વધારે પશુધન તે વ્યકિત ધનવાન ગણાતો તે સમયે લોકોનો આહાર શુધ્ધ હતોતેથી આયુષ્ય પણ વધારે હતુ. આજે ભેળસેળ વધતા શુધ્ધતા રહી નથી.

ખાસ અગાઉના સમયમાં ગાય, ભેસ, બકરીનાં દુધનું સેવન થતું અને ટ્રાન્સપોર્ટેશન માટે ઘોડા, હાથી, ઉંટ તેમજ ખેતી માટે બળદનો ઉપયોગ કરવામાં આવતો હતો. ભારત ખેતીપ્રધાન દેશ છે.ત્યારે પશુપાલન અને ખેતી બંને એક ગાડાના બે પૈડા સમાન છે. પરંતુ આજે જીવનમાં વિકારો વધ્યા છે. વૃધ્ધાશ્રમોની સંખ્યાઓ વધી છે. જેનું કારણ કયાંકને કયાંક એ છે કે આપણે અબોલ જીવોને રસ્તે રજળતા મૂકીએ છીએ.

૮૪ લાખ યોનીમાંથી પસાર થયાબાદ માનવ અવતાર મળે છે. ત્યારે ખરા અર્થમં માનવ અવતારને સાર્થક કરવો હોય તો અબોલ જીવોની યથાશકિત સેવા કરવી જોઈએ. ખાસ આજે જે તે જીવનો ઉપયોગ થઈ ગયા બાદ તેને રસ્તે રજળતા, અથવા કતલખાનામાં મૂકવામાં આવે છે. માણસની આ ભૂલથી અનેક અબોલ પશુઓ તેનો જીવ ગુમાવે છે. આજે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તેને લઈ અબતક દ્વારા જીવદયા પ્રેમીઓ સાથે વાત કરી વિશેષ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે.

Loading...