તીખું તમતમતું કંઈક ખાવાની ઈચ્છા હોય તો ટ્રાય કરો આ શાક

200
if-you-want-to-eat-something-tangy-try-this-vegetarian
if-you-want-to-eat-something-tangy-try-this-vegetarian

સામગ્રી :

2 ઝૂડી પાલક
15 થી 20 કળી લસણ
4 ટેબલસ્પૂન તેલ
1/2 ટીસ્પૂન જીરું
1 મધ્યમ કદની ડુંગળી સમારેલી
4 નંગ લીલા મરચાં સમારેલા
1 ટેબલસ્પૂન ધાણા પાઉડર
1/4 ટીસ્પૂન હળદર
1/4 કપ દહીં
1 ટીસ્પૂન લીંબુનો રસ
1 ટેબલસ્પૂન તલ
મીઠું સ્વાદાનુસાર

રીત :

સૌપ્રથમ પાલકને મોટી-મોટી કટ કરીને સાફ કરી લો. ત્યારબાદ તેને બેથી ત્રણ પાણીએ ધોઈ લો. હવે એક નોન સ્ટિક પેનમાં પાણી અને પાલક ઉમેરીને ગરમ કરવા માટે મૂકો. પાણી ઉકળવા લાગે એટલે પાલકને તેમાંથી નીતારી લો. તૈયારીમાં તેને ઠંડા પાણીમાં બોળીને ફરીથી નીતરવા માટે મૂકી દો. હવે એક નોન સ્ટિક પેનમાં બે ટેબલસ્પૂન તેલ ગરમ કરો. આ દરમિયાન 20 કળી લસણ સમારી દો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું ઉમેરો. જીરું લાલ થાય એટલે તેમાં સમારેલું લસણ ઉમેરીને સાંતળો. હવે તેમાં ડુંગળી ઉમેરીને લાઈટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળો. ત્યાર બાદ તેમાં નીતારેલી પાલકમાંથી અડધી ઉમેરીને બરાબર મિક્સ કરી લો. બાકીની અડધી પ્યોરી બનાવવા માટે રાખી મૂકો. પાલકની સાથે પેનમાં લીલા મરચાં ઉમેરીને બરાબર મિક્સ કરીને ચઢવા દો. એકાદ મિનિટ બાદ તેમાં ધાણા પાઉડર, હળદર અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો. બેથી ત્રણ મિનિટ માટે ચઢવા દો. ત્યાર બાદ તેમાં દહીં ઉમેરીને બરાબર મિક્સ કરી લો. દહીં ઉમેરીને પાંચેક મિનિટ માટે ચઢવા દો. વચ્ચે-વચ્ચે હલાવતા રહો. ત્યાર બાદ તેમાં પાલકની પ્યોરી ઉમેરીને ફરીથી બરાબર મિક્સ કરી લો. બીજી ત્રણથી ચાર મિનિટ માટે સબ્જીને ચઢવા દો. હવે બીજા એક નાના વગારિયામાં બાકીનું તેલ ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં બાકીની લસણની કળીની પેસ્ટ ઉમેરીને સાંતળો. તેને લાઈટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળો. ત્યાર બાદ તેમાં તલ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે આ વગારને પાલકના શાક પર પાથરીને ગેસ બંધ કરી દો. ગરમા-ગરમ સબ્જીને રોટી સાથે સર્વ કરો.

Loading...