Abtak Media Google News

જીવન તે દરેક માટે અનેક ક્ષણે અઘરું થઈ જાય છે અને તે ખુશ થવાની જગ્યાએ દુ:ખની અનુભૂતિ કરવા માંડે છે.આજે દરેક વ્યક્તિને ખુશ થવું તો ખૂબ ગમે છે ? શું તમારે પણ ખુશ થવાના રસ્તા જોઈએ છે. ત્યારે અનેક નાની-નાની વાતોનું જીવનમાં જો ધ્યાન દરેક વ્યક્તિ રાખે તો તેને પણ અનેક ખુશ થવાના માર્ગ પોતાની જાતેજ શોધી શકે છે. ત્યારે હકીકતમાં વ્યક્તિ ખુશ હોય તો તેના આનંદની અભિવ્યક્તિ તે અનેક રીતે કરતાં હોય છે. કારણ ખુશી તે બોલવાથી નહીં પણ ખાલી તેની અભિવ્યક્તિ સાથે થઈ જતી હોય છે.

ત્યારે આજે અમે એવા સરસ રસ્તા આપને બાતવા શું જે તમને તેમજ તમારા પરિવારને ખાલી આટલું કરવાથી ખુશી અપાવી દેશે.

દરેક વ્યક્તિને એવી ટેવ હોય છે કે તે પોતે કોઈ મોટી સફળતા આવે ત્યારે તેને ખુશીની અનુભૂતિ થાય છે, પણ નાની વાતોને તે ભૂલી જાય અથવા તો તેની ખુશી વ્યક્ત કરતાં નથી. તો નાની વાતોને ભેગી કરી તેમાથી ખુશ શોધતા શીખો.

જો હસતાં આવડે તો જીવનમાં ખુશી જાતેજ આવી જશે. કારણ, હાસ્ય તે એક એવી દવા છે જે દુ:ખને ભુલાવી દેશે. કોઈ ખરાબ વાતને ફટફટ દૂર કરતાં જાવ તેને પર તરત તેને સ્વીકારી અને તેના પર હસતાં જાવ તો ખુશી તરત આવશે.

દરેક વ્યક્તિ પોતાની ભૂલને સ્વીકારતા નથી. ભૂલો તે દરેક વ્યક્તિ માટે સ્વાભાવિક છે ત્યારે તેને જીવનમાં સ્વીકારો તો તેનાથી ખુશી મળશે જીવનમાં.

લોકો એક નિષ્ફળતા સાથે કેટલા બધા ખોટા વિચારો કરવા માંડે છે. જે પોતાની ખુશીને દૂર કરી નાખે છે. ત્યારે જીવન સાથે દરેક વાતને ખુશીથી સ્વીકારો અને આગળ વધો જેનાથી તમને પણ મજા આવશે અને સાથે જીવનમાં પણ ખુશી આવશે. કદાચ એક નિષ્ફળતા આવે તો તેને સ્વીકારી આગળ વધતાં જાવ અને આનંદ અને ખુશી મેળવતા જાવ.

સહપરિવાર આ શબ્દોને અર્થ શું ? આખો પરિવાર સાથે બરાબર. દરેક વ્યક્તિ પોતાની વાતને એકબીજા સાથે હમેશા કહેવી જોઈએ અને તેમાં પણ સાથે રહેતા શીખી જવું જોઈએ. તેનાથી જીવનમાં આનંદ આવશે.તો દરેક વાત વસ્તુને શેર કરો અને જીવનમાં આનંદ તરત આવી જશે.

તો જીવનમાં આ વાતનું સરળતા સાથે જીવન સાથે ઉમેરો અને જીવનને ખુશી સાથે તરત જોડી દયો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.