Abtak Media Google News

સ્ટેટ લીટરેસી મિશન લોકોમાં રહેલી આવડત અને તેઓની શિક્ષણ લેવા માટેની ઈચ્છા પુરી કરવા માટે કાર્યરત

કહેવાય છે કે મન હોય તો માળવે જવાય. કોઈપણ વ્યકિતને તકલીફ કે સમસ્યા હોય પરંતુ જો મકકમતાથી તેનો સામનો કરવામાં આવે તો અશકય કાર્યો પણ શકય બને છે ત્યારે એવી જ એક ઘટના દક્ષિણ ભારતમાં બની જેમાં ૧૦૫ વર્ષની વયોવૃદ્ધ મહિલાએ ચોથા ધોરણની પરીક્ષા પાસ કરી ૭૪.૦૫ ટકા મેળવ્યા અને સમગ્ર દેશમાં એક ઉદાહરણ પણ સ્થાપિત કર્યું. કેરેલા સૌથી લીટરેટ રાજય તરીકે ઓળખાય છે ત્યારે ૧૦૫ વર્ષની વયોવૃદ્ધ મહિલા દ્વારા કરવામાં આવેલી કામગીરીથી દેશને એક નવી રાહ ચીંધી છે.

કોલમ જિલ્લાનાં પરાકુલમ ગામડામાં રહેતા બાગીરાથી અમ્માને ૬ છોકરાઓ અને ૧૬ પપૌત્ર અને પપૌત્રી છે.

આ તકે સ્ટેટ લિટેસ્રી મિશનનાં જિલ્લા કોર્ડીનેટર પ્રદિપ કુમારે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, ૧૦૫ વર્ષની વયે તેઓએ ધો.૪ની પરીક્ષા આપી ૭૪.૦૫ ટકા મેળવ્યા છે કે જે અન્યો માટે પ્રોત્સાહિત કરતી એક ઘટના છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, વયોવૃદ્ધ મહિલા દ્વારા હજુ આગળનો પણ અભ્યાસ હાથ ધરવામાં આવશે. તેઓનાં જણાવ્યા મુજબ વયોવૃદ્ધ મહિલાએ ૯ વર્ષની ઉંમરે ભણવાનું મુકી દીધું હતું જયારે તેઓ ધો.૩માં ભણતા હતા. આ તકે સ્ટેટ લીટેસ્રી મિશનનાં જિલ્લા કોર્ડીનેટર દ્વારા મળતી વિગતો મુજબ જણાવવામાં આવ્યું હતું કે, આ અંગે તેઓને જાણ થઈ તે સમયથી જ વયોવૃદ્ધ મહિલાને ભણવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેઓએ ૨૭૫ માર્કસમાંથી ૨૦૫ માર્કસ હાંસલ કરી એક મિસાલ સ્થાપિત કરી છે.

કેરેલા સ્ટેટ લીટેસ્રી મિશન ઓથોરીટી એક સ્વાયત સંસ્થા છે કે જે કેરલ સરકારનાં જનરલ એજયુકેશન ડિપાર્ટમેન્ટ હસ્તક કાર્ય કરી રહ્યું છે.

7537D2F3 3

સંસ્થા વિશે તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, સંસ્થાનું સ્વપ્નું છે કે રાજયમાં દિન-પ્રતિદિન શિક્ષણને વધુ પ્રાધાન્ય આપવામાં આવે અને લોકોમાં રહેલી શિક્ષણની કળાને ઉજાગર કરાય. આ તકે ડિસ્ટ્રીકટ કોર્ડીનેટરે માહિતી આપતા જણાવ્યું હતું કે, જે કોઈ નાગરિકોને ભણવા માટેનો રસ અને ઈચ્છા દેખાય તે સર્વેની ઈચ્છા પુરી કરવામાં મદદ કરવામાં આવશે અને છેવાડાનાં ગામડાઓમાં વસતા લોકો કે જેઓએ સેક્ધડરી એજયુકેશન ન લીધેલું હોય તે લેવા માટે તેઓને પ્રેરિત પણ કરવામાં આવશે.

આ યોજનાનો લાભ લેનાર મુખ્યત્વે લોકો અભણ, બહુ પહેલા શાળા છોડનાર હોવાનું સામે આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.