Abtak Media Google News

હાલના સમયમાં દરેક લોકોને કઇંકને કઇંક તો ઉપાધિ રહેલી જ હોય છે જેના કારણે રાત્રે ઊંઘ આવતી નથી. તો શું તમે પણ તેમાં આવો છો તમને પણ ઊંઘ નથી આવતી? સૂવાના સમય મન બીજી વાતોમાં ભટકતું રહે છે. તો તમે આ કામ કરો. સૂતા પહેલાં બીજા દિવસે તમારે કરવાનાં કામોની યાદી બનાવવાની.

કેટલાક રિસર્ચર્સે જણાવ્યુ હતું કે ઊંઘવાની પાંચ મિનિટ પહેલાં કામોની યાદી કરનારાઓની સરખામણીએ બીજા દિવસે કરવાનાં કામોની યાદી તૈયાર કરનારા લોકોની ઊંઘની સમસ્યાઓનો  અભ્યાસ કર્યો હતો. આપણી રોજીંદી લાઈફમાં ચોવીસે કલાક કામના બોજ હેઠળ જીવતા હોઈએ છીએ અને કામનો બોજ ઓછો થવાનું નામ લેતો નથી હોતો. એવા સમયે સૂવાના સમયે પૂરા ન થયેલા કામનો બોજ મન પર હાવી થઈ જાય છે જેની સીધી અસર આપણી ઊંઘ પર પડે છે.

વધુ માત્રામાં લોકો સૂવાના સમયે તેમના મગજમાં બીજા   દિવસના કામની યાદી બનાવતા હોય છે. આથી એ લખવાથી મગજ પરનો ભાર ઓછો થઈને ઊંઘની સમસ્યા હળવી થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.