Abtak Media Google News

ખોદકામ કરતી કંપનીઓ માટે અમદાવાદ મહાપાલિકાએ કડક નિયમો બનાવતા ટોરેન્ટ પાવર લીમીટેડની હાઈ કોર્ટમાં અરજી

આડેધડ ખોદકામ કરી રોડ રસ્તાને મહિનાઓ સુધી બિસ્માર હાલતમાં છોડીદેવાતાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં આવી હાલત છે. ત્યારે આ મુદે ગુજરાત હાઈકોર્ટે લાલઆંખ કરી છે. ટોરન્ટ પાવર લીમીટેડ દ્વારા કરાયેલી અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું હતુ કે, રસ્તા ખોદી કાઢતા પહેલા લોકોને પુછો તો ખરા!

અમદાવાદમાં રોડ સાઈડમાં ખોદકામ કરનાર કંપનીઓએ જ હવે પુરાણ કરી તેના પર વોટરીંગ કરી ફરીથી યથાસ્થિતી રોડ કરી આપવાનો રહેશે આ સાથે બ્લોક ખસેડાયા હશે તો તે પણ વ્યવસ્થિત ગોઠવી આપવા પડશે. કોઈપણ ખોદકામની કામગીરી ત્રણ દિવસથી વધુ ચાલવી ન જોઈએ અને ચાલશે તો દરરોજ ૨૦% પેનલ્ટી ફટકારાશે તેવી સુચના તાજેતરમાં અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશને શહેરની ખોદકામ કરતી કંપનીઓને આપી છે.

અમદાવાદ મહાપાલીકાના આ કડક નિયમોમાંથી રાહતો આપવા ટોરન્ટ પાવર કંપનીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેની સુનાવણી કરતા હાઈકોર્ટે કહ્યું કે, રોડ રસ્તના ખોદકામ પછી તેનું પુરાણ કરવાની જવાબદારી કંપનીઓની જ છે. તેઓએ ખોદકામ કર્યા પહેલા સ્થાનિકલોકોને પુછી તેમની રાય માંગવી જોઈએ પરંતુ આ પ્રકારની જોગવાઈનું કોઈ પાલન કરતુ નથી જે અયોગ્ય છે. રસ્તાઓ પર ખોદકામ કરી મહિનાઓ સુધી એમને એમ હાલતમાં જ પડયા રહે છે. જે સામાન્ય લોકો માટે જીવલેણ પણ સાબીત થાય છે.

આથી આવા કામોમાં લોકોની પરવાનગી લેવી આવશ્યક છે. કોર્ટે ટોરેન્ટ પાવર લીમીટેડની અરજી પર અમદાવાદ મહાપાલીકાનો જવાબ માંગ્યો છે. અને આગળની સુનાવણી ૧૨ ઓકટોબરે કરવાનું નકકી કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.