Abtak Media Google News

બાળક થોડુ મોટુ થાય એટલે તેને તરત જ ચા અને દૂધ આપવામાં આવે છે. તેવી માન્યતા છે કે ચા પિવાથી પાચનક્રિયા સ્વસ્થ બને છે. અને ચા પિવાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. વાત તો સાચી છે પરંતુ ચાના આ ગુણો મોટી ઉમ્રના વ્યક્તિ માટે ઉપયોગી છે. પરંતુ શું તે બાળકો માટે પણ ઉપયોગી છે ખરુ ? ઘણાં લોકો ચામાં દૂધ અથવા બિસ્કિટ નાખી બાળકોને આપતા હોય છે. પરંતુ તેનાથી ચાથી થતા નુકશાન અટકાવી શકાતા નથી કારણ કે એક્સપર્ટ જણાવે છે કે બાળકોને ચા આપવી યોગ્ય નથી. બાળકોના ચાના સેવનથી કેલ્શિયમનું અવશોષણ પ્રભાવિત થાય છે. જેમાં કેલ્શિયમની ઉણપ તેમની બિમારીયો વધારે છે. નાની ઉમ્રમાં ચા પિવાથી હાડકા નબળા થઇ શકે, શરીરમાં દુખાવાની તકલિફ આવી શકે છે. તો તેમનામાં ચિડિયાપણુ પણ આવી શકે છે. અને તેમની માંસપેશીઓ પણ નબળી પડે છે. ઘણી વખત મહિલાઓ બાળકોને ચા-દૂધ આપે છે. પરંતુ તેમને ખ્યાલ હોતો નથી કે દૂધમાં એક ટીપુ ચા મિક્સ કરવાથી પણ દૂધના ફાયદાઓ ખત્મ થઇ જાય છે. દૂધમાંથી મળી આવતા કૈસીન અને પ્રોટીન ચાના કેટેચિંસ સાથે મિક્સ થઇ જાય છે. જે એક મહત્વપૂર્ણ ફ્લાવોનોઇડ્સ છે તો આ મિશ્રણ બાળકની નર્વસ સિસ્ટમ પર અફિણની માફક કામ કરે છે. અને બાળકો માટે ચાની લત એક સારી આદત નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.