Abtak Media Google News

દર વ્યક્તિએ શરીરની વૃદ્ધિનો દર બદલાય છે અને તેનો આધાર ઘણાં પરિબળો પર હોય છે.યોગ તમારું શરીર વધારે નરમાશવાળું બનાવવામાં ચોક્કસ મદદ કરી શકે છે અને ઊંચાઈ વધારવામાં પણ  સહાય કરે છે.પરંતુ વ્યક્તિએ પોતાના શરીરને મળતા પોષણ વિષે પણ ધ્યાન આપવું જોઈએ .યોગના નિયમિત મહાવરાથી તંદુરસ્ત શરીર અને શાંત મન અવશ્ય પ્રાપ્ત થાય છે તથા આહારની યોગ્ય પસંદગી જોમ ટકાવી રાખવામાં સહાય કરે છે.

યોગ એક પૌરાણિક કળા છે જેનો નિયમિત મહાવરો કરવાથી આશ્ચર્યજનક પરિણામો મળે છે. બીજી કોઈ પણ પદ્ધતિની જેમ યોગ એક લાયકાત ધરાવતા નિષ્ણાત પાસેથી  જ શીખવા જોઈએ.

તમારી ઊંચાઈ વધારવામાં મદદ કરી શકે તેવા થોડા યોગાસનો જોઈએ:

1. ભુજંગાસન :
ભુજંગાસન ખભા,છાતી અને પેઢુના સ્નાયુઓને ખેંચાણ આપે છે.તે બહેતર દેહાકૃતિ મેળવવામાં મદદ કરીને ઊંચાઈ વધારવામાં સહાય કરે છે..

2. તાડાસન :
તાડાસન તમારી ઊંચાઈ વધારવા માટે કરોડરજ્જુને લાંબી તથા સીધી કરવા માટે આદર્શ આસન છે.

3. નટરાજાસન :
નટરાજાસન ફેફસા તથા  છાતીને ખેંચાણ આપે છે તથા થાપા,પગ,પગની પીંડી,કાંડા,ભુજાઓ તથા કરોડના સ્નાયુઓને મજબૂત કરે છે.

4. સૂર્ય નમસ્કાર :
સૂર્ય નમસ્કારમાં કરાતાં યોગાસનની ચક્રીય શ્રેણી ટૂંકા સમયમાં સાંધા અને સ્નાયુઓને ઢીલા કરવામાં સહાય કરે છે.પેઢુના અંગો વારાફરતી ખેંચાય છે અને સંકોચન પામે છે જેનાથી તેમની કાર્યશક્તિ જળવાઈ રહે છે.આના મહાવરાની પીઠ પર પણ વિશેષ અસર થાય છે કારણ કે તેમાં વારાફરતી આગળ અને પાછળ તરફ ઝૂકવાનું હોય છે.તે કરોડરજ્જુની નરમાશ સુધારે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ સુધારે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.