Abtak Media Google News

આજકાલ કલર કોન્ટેક લેન્સની ફેસન ખૂબ જોરશોરથી ચાલે છે.ખાલી બ્લૂ જ નહીં પરંતુ દરેક કલરના લેન્સની ફેશન છે.ખાસ કરી ને છોકરીઓ કોન્ટેક લેન્સની દિવાની છે.અત્યારે આપણે જેને મળીએ તો તેની આંખ તરફ પહેલા જોઈએ છીએ.

Renkli Numaralı Lens

જેણે કલર લેન્સ પહેરેલ હોય તેની તરફ આકર્ષિત થઈ જાય છે. યુવાનોએ કલર લેન્સ ને એક ફેશન તરીકે અપનવ્યા છે. આજકાલ છોકરીઓએ પાર્ટીમાં અલગ દેખાવા માટે એક સારો તરીકો અપનાવ્યો છે. ડોક્ટરના કહેવા પ્રમાણે કલર કોન્ટેક લેન્સનો ઉપયોગકરવામાં  70-80 % યુવાનો છે.

Img 3014

પરંતુ ફેશનની સાથો સાથ આંખોનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. કેમેકે આપણી આંખ શરીરની સૌથી સંવેદનશીલ અંગ છે.  જો તમે સલામતી સાથે લેન્સનો ઉપયોગ કરવા માંગો છો તો પછી આ વસ્તુઓ કાળજીપૂર્વક ધ્યાન રાખો. યુવાનોમાં આજકાલ લીલા, વાદળી, હેઝલ રંગોના લેન્સની ફેશન ખૂબ છે.

594E4Be667B0A92Bcc9E011E

દરેકનું સંકલન અલગ હોય છે, એટલે કે દરેક કલરનો લેન્સ દરેકને અનુકૂળ રહેતો નથી.જો તમારો કલર ગોરો છે તો તમારે ગુલાબી રંગના કપડાં સાથે ગ્રે કલરનો લેન્સપહેરવો જોઈએ. જો તામરી સ્કીન શાવલી હોય તો તમારે પર્પલ અથવા હેઝલ કલરના લેન્સ પહેરવા જોઈએ.

ઘણા લોકો કહે છે કે તેમને લેન્સ પહેરીને આંખમાં ખંજવાળ આવે છે અને લાલ પણ થઈ જાય છે કારણ કે તે લાંબા સમય સુધી લેન્સ પહેરવાના હોય છે. લેન્સ પહેરવાના ઘણા સાઈડઇફેક્ટ થાય છે. તેથી લેન્સની સાફ સફાયમાં ખુબ ધ્યાન રાખવું જોઈએ અને તમારા લેન્સ કોઈ અન્ય વ્યક્તિ સાથે શેર કરવા નહીં.

જેથી તમારી આંખને નુકશાન ન થાય. કોસ્મેટિક માટે રંગીન લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ તેની કાળજી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે યોગ્ય રીતે અથવા ફીટિંગ વગર લેન્સ પહેર્યા છે તો તે તમારી પરેશાની બની શકે છે. ધ્યાનમાં રાખો કે રંગીન લેન્સ આંખ સર્જન દેખરેખ હેઠળ હોવું જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.