Abtak Media Google News

જાડાપણુ મતલબ શરીરમા સતત ચરબી જમા થતી રહેવી. આજે દર ૫ માંથી ૩ લોકો જાડાપણાનો શિકાર થઈ રહ્યા છે. આ જાડાપણુ આગળ જઈને અન્ય બીમારીઓને આમંત્રણ આપે છે. હકીકતમાં તેને જ બધી બીમારીઓનુ જડ માનવામાં આવે છે. વજન વધવાનુ સૌથી મોટુ કારણ આપણી બદલાતી જીવનશૈલી અને ખાવા પીવાની બગડતી આદતો છે.

સમયની ઉણપને કારણે ઘણા બધા લોકો સમય પહેલા જમવાનુ કે બહારનુ ફાસ્ટફૂડ ખાય છે. તેને કંટ્રોલ કરવા માટે લોકો અનેક પ્રકારનો ડાયેટ પ્લાન ફોલો કરે છે કે પછી ખાવા પીવાનુ બિલકુલ છોડી દે છે. પણ તમને બતાવી દઈએ કે ખાવા પીવાનુ છોડવાી વજન ઓછી નથી થતુ પણ યોગ્ય સમય પર યોગ્ય ડાયેટ લેવાથી વજન કંટ્રોલમાં રહે છે.  વજન વધવાનુ બીજુ મોટુ કારણ છે કે આપણે વોક કરતા નથી કે કસરત કરતા નથી. સીટિંગ જોબ આપણને એટલા આળસુ બનાવી દે છે કે આપણે પગપાળા હાલવુ ફરવુ અને શ્રમવાળુ કામ કરવા જ નથી માંગતા. પરિણામ બેસીને જ બધા કામ કરવાથી ન તો આપણે જમવાનુ પચાવી શકીએ છીએ કે ન તો પરસેવો બહાર પાડી શકીએ છીએ. ચરબી શરીરમાં જ એકત્ર થઈ જાય છે જે જાડાપણાનું રૂપ લઈ લે છે. જાડાપણુ ઓછુ કરવામાં આપણને ખૂબ મહેનત લાગે છે. કારણ કે આપણે વિચારીએ છીએ કે કઠિન એક્સરસાઈઝ કરવાથી જ આપણે તેને કંટ્રોલ કરી શકીએ છીએ.

દિવસમાં ૩ વાર ૨૦ મિનિટ વોક કરો – રોજ લગભગ ૧૫૦૦૦ પગલા પગપાળા જરૂર ચાલો. પહેલા તમને ચાલવામાં થોડી મુશ્કેલી થશે પણ પહેલા થોડુ થોડુ ચાલો. ધીરે ધીરે સમયને વધારતા જાવ. આ ઉપરાંત ખાધા-પીધા પછી ૨૦ મિનિટ ફરવા જરૂર જાવ.

વોક કરતી વખતે ગ્રીન ટી પીવો – ગ્રીન ટી પીવાથી મેટાબોલિઝ્મ ઝડપી વધે છે તેનાી ફેટ બર્ન થાય છે. વોકિંગ કરતી વખતે ગ્રીન ટી નુ સેવન જરૂર કરો.

એક્સરસાઈઝ – વોક ઉપરાંત હલકીફુલકી કસરતને પણ રોજની દિનચર્યામાં સામેલ કરો. ૧૫ થી ૨૦ પુશઅપ, સ્કવૈટ્સ વગેરે. હલકી ફુલકી એક્સરસઈઝને સામેલ કરો.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.