Abtak Media Google News

પોસ્ટમોર્ટમ રિપોર્ટના અભિપ્રાય બાદ ત્રણેય સગીર સામે આપઘાતની ફરજ પાડવા અંગે નોંધાતો ગુનો

અમરેલીના લીલીયા નજીક આવેલા સલડી ગામે એક સપ્તાહ પહેલા ૧૨ વર્ષના તરૂણે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ કરેલા આપઘાત અંગે પોસ્ટમોર્ટમ કરાયા બાદ તબીબ દ્વારા તરૂણ પર સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યુ હોવાનો અભિપ્રાય આપતા મૃતકના ત્રણ મિત્રો સામે આત્મહત્યાની ફરજ પાડવા અંગે ગુનો નોંધાયો છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ લીલાયાના સલડી ગામે રહેતા સોહમ સુમિતભાઇ ડેર નામના ૧૨ વર્ષના તરૂ ણે પોતાના ઘરે ગત તા.૨૮ જુને ગળાફાંસો ખાઇ આપઘાત કર્યાનું પોલીસમાં નોંધાયું હતું.

સોહમ ડેરે ગળાફાસે ખાધો ત્યારે તેના પિતા સુમિતભાઇ અને શિતલબેન અમરેલી ખરીદી કરીને પરત આવ્યા તે દરમિયાન એકના એક પુત્રએ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યોનું સામે આવ્યું હતું.

પોલીસે મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવતા તેના પર અવાર નવાર સૃષ્ટિ વિરૂ ધ્ધનું કૃત્યુ આચર્યુ હોવાનો અભિપ્રાય આપ્યો હતો. સોહમ અવાર નવાર પોતાના પિતા સુમિતભાઇ ડેરને કહેતો કે પોતાને ઘરે એકલો ન રહેવા દેવો તેમની સાથે લઇ જવાનું જણાવતો હતો અને પોતાના કુટુંબી ધલવ ડેર, મિત્ર મૌલિક બંધીયા અને કરણ ડેર હેરાન કરતા હોવાની રાવ કરતો હતો પરંતુ એક સરખી ઉમરના કારણે ઝઘડો થયો હોવાનું સમજી સોહમની ફરિયાદ પર વધુ ધ્યાન આપ્યું ન હોવાથી ત્રણેય તરૂ ણ અવાર નવાર સૃષ્ટિ વિરૂ ધ્ધનું કૃત્યુ આચરતા હોવાથી આપઘાત કર્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય સામે આત્મહત્યાની ફરજ પાડવા અંગેનો ગુનો નોંધી તપાસ હોથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.