Abtak Media Google News

પ્રજાસત્તાક પર્વની રાજકોટમાં ચૌધરી હાઇસ્કુલ મેદાન ખાતે શાનદાર ઉજવણી થનાર છે. આ વખતે કોરોનાને ધ્યાને લઈને શહેર અને જિલ્લાની ઉજવણી એક સાથે જ થનાર છે. રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાના હસ્તે સવારે ૯ કલાકે ધ્વજવંદન થવાનું છે. જેની તૈયારીના ભાગરૂપે ગઈકાલે રિહર્સલ કરવામાં આવ્યું હતું.

Img 20210125 Wa0018

આવતીકાલના કાર્યક્રમમાં  રાષ્ટ્રધ્વજને સલામી બાદ ઘોડેશ્વારી સહિતની શાનદાર પરેડ યોજાશે. જેમાં રાજકોટ પોલીસ, એસઆરપી, એનસીસી, એનએસએસ સહિતની બટાલીયન ભાગ લેશે.

Img 20210125 Wa0021

પરેડ બાદ કોરોના જાગૃતિ તથા દેશભકિત અંગે શહેરની ત્રણ સ્કૂલો દ્વારા ત્રણ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત રાજકોટ અને જેતપુરના સ્વાતંત્ર્ય સેનાનીઓનું તેમના વારસદારોની હાજરીમાં સન્માન થશે. ત્યાર પછી શહેર – જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ફરજ બજાવનાર અંદાજે ૭૦ જેટલા કર્મચારી અને અધિકારીઓનું સન્માન થશે.

Img 20210125 Wa0022

કાર્યક્રમમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ કલેકટર, પોલીસ કમિશનર, મ્યુ. કમિશનર, ડીડીઓ, એસપી, એડીશનલ કલેકટર, તમામ પ્રાંત અધિકારીઓ,  મામલતદારો, આમંત્રીત નાગરિકો, મહેમાનો ખાસ હાજર રહેશે. ગઇકાલે પ્રજાસત્તાક પર્વની ઉજવણી સંદર્ભે શાનદાર રિહર્સલ પણ યોજાયું હતું. જેમાં જિલ્લા કલેકટર રેમ્યા મોહને ધ્વજવંદન કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.