Abtak Media Google News

ભારત-મધ્ય એશિયા વચ્ચે ખેતી સહિત ચીજવસ્તુઓની નિકાસ સાથે શિક્ષણ, ટુરીઝમને લઈ વ્યાપારીક સંબંધો ગાઢ બનાવાશે

હાલ ભારત દેશ પોતાની આર્થિક સ્થિતિને મજબુત બનાવવા માટે અનેકવિધ પ્રકારનાં પ્રયોગો હાથ ધરી રહ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડાપ્રધાનપદના શપથ લીધા હતા ત્યારબાદ સૌપ્રથમ તેઓ અફઘાનિસ્તાનના પ્રવાસે જઈ ત્યાંના વડાને મળ્યા હતા ત્યાંથી તે વાતનું સુચન મળી રહ્યું છે કે આવનારા સમયમાં ભારત દેશ ચાબહાર બંદર થકી અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા વચ્ચે વ્યાપારીક સંબંધોને વધુ મજબુત બનાવશે. મધ્ય એશિયા સાથેના સંબંધો મજબુત બનતાની સાથે જ માલ પરિવહનમાં પણ અનેક અંશે સરળતા જોવા મળશે અને હાલ ૩૩ ટકા ભારતમાં જે નાસવંત પ્રોડકટો જોવા મળી રહી છે તેમાં પણ અનેકગણો સુધારો જોવા મળશે. ટુરીઝમની સાથો સાથ એજયુકેશન ક્ષેત્રને પણ પુરઝડપે વિકસિત કરવામાં આવશે.

ભારત અને ઈરાન વચ્ચેના વ્યાપારીક સંબંધો પહેલેથી જ મજબુત હતા પરંતુ જગત જમાદાર અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવના માહોલનાં કારણે ભારત સાથેના સંબંધોમાં અનેકવિધ રીતે નબળા પુરવાર થયા હતા અને જે આર્થિક વિકાસની સાથે વ્યાપારીક સંબંધો મજબુત કરવા જોઈએ તે થઈ શકયા ન હતા ત્યારે રાજકીય વિશેષજ્ઞોનું માનવું છે કે જગત જમાદાર અમેરિકા ભારત અને ઈરાન વચ્ચેનાં વ્યાપારીક સંબંધોમાં રોડા નહીં નાખે તો બંને દેશ વચ્ચેનો વ્યાપારીક વિકાસ પુરઝડપે વધશે. ભારત-ઈરાનનાં સંયુકત સાહસ એવા ઈરાનનાં ચાબહાર બંદરની પરીયોજનાના કારણે મધ્યએશિયાનાં વ્યાપાર વિકાસનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે. ભારત-ઈરાન અને અફઘાનિસ્તાન દ્રઢપણે આ વાતને પણ માની રહ્યા છે. ભારતીય ચીજ વસ્તુઓ અફઘાનિસ્તાન અને ઉતરમાંથી ચાબહાર બંદરનાં માધ્યમથી સહેલાઈથી પહોંચી જાય તે માટે સજ્જ બન્યા છે. આ બંને દેશોનાં વેપારનાં વિકાસ માટે ભૂમિજોડાણની સમસ્યા અને કેટલાક ભૌગોલિક આવરણોને દુર કરવાના વિષયમાં વિદેશમંત્રી એસ.જયશંકરે ગુરૂવારે જણાવ્યું હતું કે, બંને મોટા પ્રદેશોનાં જોડાણ માટે એક આદર્શ વેપાર સેતુ કોરીડોરનું નિર્માણ કરી વેપાર અને આર્થિક વ્યવહારોને વધુ વિસ્તૃત કરવા માટેની દિશામાં શકયતાઓ જોવાઈ રહી છે.

7537D2F3 5

એ વાતની પણ સ્પષ્ટતા થઈ રહી છે કે ભારત અને મધ્ય એશિયાના આર્થિક જોડાણ અને વેપાર વિકાસની વિશાળ તકો અને ક્ષમતા પણ રહેલી છે જોકે ભૌગોલિક રીતે ભારત અને મધ્ય એશિયા વચ્ચેનાં દેશોનાં વ્યાપાર વ્યવહાર માટે અનેક પડકારો રહેલા છે તે તમામનું નિવારણ ચાબહાર બંદરનાં વિકાસ થકી ઉકેલી શકાશે ત્યારે ભારત દેશે તેના બજેટમાં અંદાજે રૂા.૧૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરી હોવાનું પણ સામે આવ્યું છે. કઝાસ્તાન, કિર્ગીસ્તાન, તાઝીકસ્તાન, તુર્કમીનીસ્તાન અને ઉઝબેકિસ્તાન કે જે મધ્ય એશિયાના મહત્વપૂર્ણ વિસ્તારો છે તેના વિકાસથી ખુબ જ સસ્તા પેકેજોમાં ટુરીઝમ વિકસી શકાશે કારણકે હાલ ભારતીય લોકો યુરોપ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં ફરવા જવા માટે ખુબ મોટી રકમ ચુકવતા હોય છે ત્યારે બીજી તરફ આ તમામ એવા શહેરો છે કે જયાં કુદરતી સંપતિ પુષ્કર પ્રમાણમાં જોવા મળી રહી છે. જો આ તમામ વિસ્તારોને વિકસિત કરવામાં આવે તો ભારત અને મધ્ય એશિયા સાથેના વેપાર સંબંધો વધુ મજબુત બની શકે તેમ છે તે માટે ચાબહાર બંદરનો વિકાસ અત્યંત મહત્વપૂર્ણ બની ગયો છે.

મધ્ય એશિયાનાં વ્યાપાર કાઉન્સીલની બેઠકમાં તેઓએ જણાવ્યું હતું કે, ભારતનો સામાન અફઘાનિસ્તાન થઈને ચાબહાર બંદરથી દુર સુધી મોકલી શકાય તેમ છે. દિલ્હીથી મોટાભાગના મધ્ય એશિયાનાં દેશો સુધી પહોંચવા માટે વિમાનને સરેરાશ ૨ કલાક જેટલો સમય લાગે છે અને જો જમીન રસ્તે ભારતમાંથી આ વિસ્તારમાં માલ-સામાન પહોંચાડવામાં આવે તો તે માટે ઓછામાં ઓછો બે મહિનાનો સમય લાગે છે. હવાઈ કોરીડોરનાં ઉપયોગથી જે નાસવંત ચીજવસ્તુઓ છે તેનો ઉપયોગ કરી સમય મર્યાદામાં તે તમામ ચીજવસ્તુઓને મધ્ય એશિયા સુધી પહોંચાડી શકાય છે. અંતમાં તેઓએ ભારતનાં પ્રવાસીઓ માટે માહિતી આપતા જણાવ્યું હતું કે, મધ્ય એશિયામાં ટુરીઝમ ટ્રાફિક ડેવલોપ કરવા માટે સરકાર અનેકવિધ પ્રકારનાં પગલાઓ લઈ શકે છે તથા મેડિકલ ટુરીઝમ પણ ભારત અને મધ્ય એશિયાના દેશો વચ્ચે વિકાસની મોટી તકને પણ ઉજાગર કરવામાં મદદરૂપ સાબિત થઈ શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.