Abtak Media Google News

અરજદારોની સરળતા માટે જિલ્લા કલેકટ રેવોટસએપ પર ફરિયાદ સ્વિકારવાનું શરૂ કર્યું: અધિકારી વિશેની કોઈ પણ ફરિયાદ કરાયા બાદ તુરંત યોગ્ય પગલા લેવાની ખાતરી આપતા જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તા

કોઈપણ રેવન્યુ કામગીરી માટે અરજદારોને ઘણા કેસોમાં ધકકા ખવડાવીને અંતે અધિકારી કે કર્મચારી દ્વારા પૈસાની માંગણી કરવામાં આવતી હોય છે. આવા કેસોમાં અરજદારોએ નાછુટકે લાચાર બનીને ખોટા અધિકારી કે કર્મચારીને પૈસા ધરી દેવા પડતા હોય છે. આવા કિસ્સાઓ રાજકોટ જિલ્લામાં ન બને તેમાટે હંમેશા પ્રયત્નશીલ રહેતા જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ અરજદારોની સરળતા માટે નવો કિમિયો અપનાવ્યો છે.

જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ પોતાના વોટસએપ નંબર૯૯૭૮૪ ૦૬૨૨૦ જાહેર કરીને જણાવ્યું છે કે જો કોઈ રેવન્યુ અધિકારી કે કર્મચારી પૈસાની માંગણી કરે તો અરજદારે કચેરી સુધી ધકકો ખાવાની પણ જરૂર નથી. માત્ર વોટસએપ પરફરિયાદ કરીને તેઓ ન્યાય મેળવી શકશે.

મોટા ભાગના જિલ્લાઓ માં વહિવટી તંત્રની છાપખરડા યેલી છે. તે જિલ્લાઓમાં લોકોના કામ પૈસા વગર ન થતા હોવાની માન્યતાઓ રહેલી છે.તેવામાં રાજકોટ જિલ્લા કલેકટરે અરજદારોને સરળતા માટે પ્રેરણાદાયી નિર્ણય લીધો છે.જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ અધિકારીઓ કે કર્મચારીઓની ફરિયાદ વોટસએપ પરસ્વિકારવાનું શરુ કર્યું છે.

આ અંગે ડો.રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, રેવન્યુ કામગીરી માટે અરજદારો ધકકા ખાતા હોય છે તેવામાં જો અધિકારી કે કર્મચારી પૈસાની લાલચે તેઓનું કામ ન કરતા હોય તો તેઓ સામે કાયદેસરના પગલા લેવામાંઆવશે. અરજદાર પાસેથી જો કોઈ રેવન્યુ અધિકારી કે કર્મચારી પૈસાની માંગણી કરે તોતે ઓએ જિલ્લા કલેકટર કચેરી સુધી ફરિયાદ નોંધાવવા આવવાની જરૂર નથી. અરજદાર માત્ર તેઓના વોટસએપ નંબર ૯૯૭૮૪ ૦૬૨૨૦ ઉપર ફરિયાદનો મેસેજ મોકલી દેશે એટલે તાત્કાલિક ધોરણે યોગ્ય પગલા લેવામાં આવશે.

વધુમાં જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં તેઓને બિનખેતીની જે ઓનલાઈન પ્રક્રિયા હાથ ધરવામાં આવી  છે તે અંગે ફરિયાદ મળી હતી. આ ફરિયાદ તેઓને વોટસએપ પર મેસેજ‚પે નોંધાવવામાં આવી હતી ત્યારે તેઓ દ્વારા માત્ર ૪ દિવસમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવતા અરજદારે આભાર વ્યકત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.