Abtak Media Google News

હાથપગની ખોટ છતાં રાજકોટના જીગરે વર્લ્ડ સ્વિમીંગમાં ડંકો વગાડયો

જે વ્યકિતનો પોતાના પર ભરોસો બુલંદ હોય તેને આકાશની ઉંચાઇ કે દરીયાની ઉંડાઇ પણ ઓછી લાગે છે. આ કહેવત ઘણા ખરા મહાન વ્યકિતઓ સાર્થક કરતાં હોય છે. એમાં રમતગમતનું ક્ષેત્ર પણ બાકાત નથી. રાજકોટ શહેરના રમત-ગમતના ખેલાડીઓ પુરા વિશ્ર્વમાં ડંકો વગાડી રહ્યા છે. જેમાં સ્પેશીયલ ચાઇલ્ડ એટલે કે દિવ્યાંગો પણ બાકાત નથી. તેઓ તેમની ક્ષમતાથી ઉપર ઉઠીને પણ પોતાની તાકાત દેખાડી રહ્યા છે. આવો જ આપણા શહેરનો તરણવીર નવયુવાન છે. જીગર જયેશભાઇ ઠકકર કે જેણે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે રાજકોટનું નામ રોશન કર્યુ છે.આ ૧૯ વર્ષનો દિવ્યાંગ યુવાન જીગરે જર્મનીના બર્લીન ખાતે પેરા સ્વીમીંગ વર્લ્ડ એમ્યીપનશીપમાં સમગ્ર એશીયામાં પ્રથમ અને વિશ્ર્વમાં ૧૨મું સ્થાન પ્રાપ્ત કર્યુ છે,અને આજે કોમ્પીટીશનમાં ૪થું વર્લ્ડ રેન્કીંગ મેળવ્યું હતું.સોફટવેર ડેવલોપટ જયેશભાઇ ઠકકરના ઘરે અધુરા માસે જન્મેલા પુત્ર જીગરના જન્મથી જ હાથ-પગ સરખા કામ કરતા ન હતાં, જેને લીધે તેને સામાન્ય બાળક જેવું જીવન જીવવાના ઘણી મુશ્કેલીઓ પડતી હતી. જેમાં આશાના કિરણ સમા મુંબઇના એક ડોકટર દ્વારા તેને સ્વીમીંગ કરવાની સલાહ આપવામાં આવી અને પછી શ‚ થયી જીગરને સ્વીમીંગ શરુ ઠરાવવા માટેની અથાગ મહેનત રાજકોટ ખાતે કાલાવડ રોડ પર આવેલ મનપા સંચાલીત સ્વીમીંગ પુલ ખાતે ત્યાંના કોચ બંકીમભાઇ જોષીનો સંપર્ક જીગરના માતા-પિતાએ કર્યો, અને કોચ બંકીમભાએ જીગરને તરવાનું શીખવવાનું બીડુ ઝડપ્યું, માંડ આઠ વર્ષના જીગરના હાથ કે પગ પણ સરખા કામ ન કરતાં હોવાથી શરુઆતમાં તેને તરવાનું શીખવવાનું બહુ તકલીફ પડી બાદમાં ધીમે ધીમે જીગર આત્મવિશ્ર્વાસ સાથે તરવા લાગ્યો ત્યારબાદ સ્થાનીક સ્પર્ધાઓમાં ભાગ લીધો, બાદમાં જીલ્લા લેવલ, સ્ટેટ લેવલ સુધીમાં ઘણા મેડલો મેળવ્યા અને સૌથી મોટી સિઘ્ધી નેશનલ પેરા સ્વીમીંગમાં ગોલ્ડ મેડલ મેળવી લીધી. આટલેથી જીગર ન અટકતાં વિશ્ર્વ લેવલે જર્મનીના બર્બીન ખાતે યોજાનાર વલ્ર્ડ પેરા સ્વીમીંગ કોમ્પીટીશનમાં ભાગ લેવા માટે સીલેકટ થયો અને જીત મેળવી સમગ્ર રાજકોટ શહરેનું નામ વિશ્ર્વભરમાં રોશન કર્યુ જીગરે ફકત બે મીનીટ અને બાર સેક્ધડમાં ૧૦૦ મીટર સ્વીમીગ કર્યુ હતું. જીગરે સાબીત કરી બતાવ્યું છે કે શરીરમાં ખોટ હોય શકે પરંતુ મન મજબુત હોય તો કોઇપણ સફળતા મેળવી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.