Abtak Media Google News

વડી અદાલતના ચૂકાદાથી કાયદાકીય આંટીઘૂંટીના પ્રશ્ર્નનો ઝડપથી નિકાલ થશે, આવી જમીનોમાં બિનખેતીની મંજૂરી મળી શકશે

સુપ્રીમ કોર્ટે કો-ઓપરેટીવ સોસાયટીઓને કાયદેસર બનાવવા માટેના માર્ગો ખોલી દીધા છે. અનેકવિધ કો-ઓપરેટીવ સોસાયટીઓનું નિર્માણ ખેતીની જમીન પર કરવામાં આવ્યું હોય તેવા મામલામાં સોસાયટીનું નિર્માણ કરનાર ખેડૂત છે કે કેમ તે અંગેના વિવાદમાં સપડાયેલા મામલાઓમાં  સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય કર્યો છે. સુપ્રીમે કોર્ટે કહ્યું છે કે, આવા કિસ્સામાં જો અંતિમ ખરીદનાર ખેડૂત હોય તો સોસાયટીને નિયમબદ્ધ કરી દેવા જોઈએ જેથી કેસોનો ઝડપી નિકાલ પણ થઈ શકે.

સુપ્રીમ કોર્ટના એક આદેશથી સહકારી મંડળીઓ હસ્તકની અને ખેડુતો દ્વારા છેલ્લે ખરીદેલી જમીનને નિયમિત બનાવવાનો માર્ગ ખુલ્યો છે. સર્વોચ્ચ અદાલતે ગુજરાત સરકારના અપીલને નકારતા કહ્યું હતું કે, હાઇકોર્ટના ૨૦૧૭ના પરિપત્રને લગતા આદેશની વિરુધ્ધ અપીલ ફગાવી દેવામાં આવી છે. જેમણે આવી જમીનને નિયમિત કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. શહેરોની સીમમાં આવેલા મોટાભાગના પટ્ટાઓ ખેડૂત અને સહકારી મંડળીઓના નામે બિલ્ડરો દ્વારા પકડવામાં આવે તેવું માનવામાં આવે છે. વર્ષ ૨૦૧૫માં રાજ્યમાં આનંદીબેન પટેલની આગેવાની વાળી સરકારે જાહેરાત કરી હતી કે, ગુજરાત ટેનન્સી અને એગ્રીકલ્ચર એકટની કલમ ૬૩ એબી મુજબ ખેતીની જમીન જો ખેડૂતની જગ્યાએ કોઈ કંપની અથવા સહકારી મંડળીને વેચવામાં આવી હોય તો ફક્ત પ્રીમિયમ લઈને કાયદેસર કરી દેવી જોઈએ પરંતુ મહત્વપૂર્ણ બાબત એ છે કે જમીન નો છેલ્લો ખરીદનાર ખેડૂત હોવો જોઈએ અને અંતિમ દસ્તાવેજ વર્ષ ૨૦૧૫ના જૂન માસ સુધી માં થયેલો હોવો જોઈએ.

આ કેસમાં વર્ષ ૧૯૯૦માં ગામમાં કો-ઓપરેટીવ સોસાયટી ના નામે ખરીદાયેલી જમીનનો ઉલ્લેખ પણ કરવમાં આવ્યો હતો. સામાન્ય રીતે કો-ઓપરેટીવ સોસાયટી અને બિલ્ડર દ્વારા બનાવવામાં આવે છે ખેડૂતો દ્વારા આવા પ્રોજેક્ટર થતાં નથી અલબત નિયમ મુજબ જિલ્લા કલેકટરની મંજૂરી વગર ખેતીની જમીન બીન ખેડૂતને વેચી શકાતી નથી. જો કલેકટર આ અરજીને વારંવાર ફગાવી દે તો બે દાયકા સુધી મંજૂરી મળતી નથી વર્ષ ૨૦૧૫ના નિયમ મુજબ ખેડૂત દ્વારા છેલ્લે જમીનના ખરીદાઈ હોય તો પ્રીમિયમ એમાઉન્ટ લઈને તે બિનખેતી જમીન રહી શકે છેમ અલબત વર્ષ ૨૦૧૭ના સર્ક્યુલર મુજબ આ બાબતે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. આ કેસ ૨૦૧૭ના સર્ક્યુલર સામેનો હતો જ્યાં ૨૦૧૮માં એક ન્યાયાધીશની ખંડપીઠ દ્વારા ચુકાદો અપાયા બાદ કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. અદાલતે વર્ષ ૨૦૧૮ ના ચુકાદાને માન્ય રાખ્યો છે.

વધુ વિગતો મુજબ કોર્ટના આ ચુકાદાથી હવે જમીનની કાયદેસરની કેટલીક આંટીઘૂટી ઓછી થશે લીટીગેશન અને બીનખેતીની મંજૂરી મામલે ઊભા થયેલા કેટલાક પ્રશ્નોના જવાબ પણ હવે સરળતાથી મળી જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.