Abtak Media Google News

૪ વર્ષ જુના કેસમાં મોટર એકિસડન્ટ એન્ડ કલેઈમ ટ્રિબ્યુનલનો ચુકાદો

ઘરના મોભીનું અકસ્માતે મોત થાય તો રૂપિયા ૭.૫૦ લાખનું વળતર મળે. મોટર એકિસડન્ટ એન્ડ કલેઈમ ટ્રિબ્યુનલ એમ.એ.સી.ટી.એ ઈન્સ્યુરન્સ કંપનીને ઓટો રીક્ષા ડ્રાઈવરને રૂપિયા ૭.૫૦ લાખ ચુકવવા આદેશ આપ્યો હતો. ૨૦૧૩ના આ કેસમાં ટ્રિબ્યુનલ એટલે કે લવાદ પંચે ઉપર મુજબ ફેંસલો આપ્યો હતો.

મહારાષ્ટ્રના થાણે એમ.એ.સી.ટી. મેમ્બર અને ડિસ્ટ્રીક એન્ડ સેશન જજ કે.ડી.વડાલેએ જનરલ ઈન્સ્યુરન્સ કંપની લિમીટેડના ઈન્સ્યોર ડિપાર્ટમેન્ટને અકસ્માતમાં મૃત્યુ પામનારા વ્યકિતની પત્ની અને બે સગીર વયના બાળકોને રૂપિયા ૭.૫૦ લાખ વળતર રૂપે આપવા આદેશ કર્યો હતો. આમાં ઓટો રીક્ષા ચાલકની પણ સક્રિય ભૂમિકા સામે આવી હતી.

લવાદ પંચ સમક્ષ ફરિયાદી અને દાવો કરનારના કાઉન્સેલ વી.કે.સિંધે જણાવ્યું હતું કે, ૪૨ વર્ષના રાજુ ભાવસાર એક પેન્ટર તરીકે કામ કરતો હતો તે મહિને માત્ર ને માત્ર રૂપિયા ૧૦,૦૦૦ કમાતો હતો. તે એક માત્ર ઘરમાં કમાનાર હતો હવે તેનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું તો ઘરમાં કમાનારું કોણ ? તારીખ ૧૭ મે ૨૦૧૩ના રોજ રાજુ કામેથી ઘરે પરત ફરતો હતો ત્યારે ધોડબંદર રોડ ઉપર ઓટો રીક્ષા હડફેટે તેની સાઈકલ આવી ગઈ હતી. તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. આ સિવાય તેનો કોઈ જ વાંક ન હોવાનું લવાદ પંચ સમક્ષ સાબિત કરાયું હતું.

વીમા કંપનીએ દલીલ કરી હતી કે રાજુ ભાવસારની બેદરકારીના કારણે અકસ્માત થયો હતો. જોકે ટ્રિબ્યુનલે એક પણ દલીલ માન્ય રાખી ન હતી અને મૃતક યુવાનના પરિવારે રૂપિયા ૭.૫૦ લાખ રૂપિયા ૮% વાર્ષિક વ્યાજ સહિત બનતી ત્વરાએ ચુકવી દેવા આદેશ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.