ધ્રોલમાં ખેડૂતોની માંગ નહીં સ્વીકારાય તો હાઈકોર્ટના દ્વાર ખખડાવવા પડશે: કોંગ્રેસ

ગુજરાત કિસાન કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં ખેડૂતો દ્વારા મામલતદારને આવેદન

ધ્રોલમાં ખેડૂતોને થયેલા વ્યાપક નુકશાનના પગલે ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા મામલતદારને રોષભેર આવેદન પાઠવાયું હતું. જેમાં ખેડૂતોની માંગને નહીં સ્વીકારાય તો આ મુદ્દાને લઈને હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી ઉચ્ચારાઈ હતી.

ધ્રોલ તાલુકા મથકે તારીખ ૧૮ ઓક્ટોબરે ૧૦૯ મી.મી વરસાદ પડવાના કારણે તાલુકાના ખેડૂતો ને મગફળી કપાસ જેવા પાકોમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયુ કુદરતી આપતિથી ખરીફ સીઝનમાં ખેડૂતોને થતાં પાક નુકશાન માટે મુખ્યમંત્રી કિશાન સહાય યોજના રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવી જેના ઠરાવ તારીખ ૧૦-૦૮-૨૦૨૦  મુજબ ૧૫ ઓક્ટોબરથી ૧૫ નવેમ્બર સુધીમાં મહેસુલી તાલુકાના રેઈન ગેજમા સળંગ ૪૮ કલાકમાં ૨ ઈંચથી વધુ વરસાદ પડે તો તે કમોસમી વરસાદ માવઠુનું જોખમ ગણીને જીલ્લા કલેકટર દ્વારા તાલુકાના ગામોની યાદી તૈયાર કરીને સાત દિવસનું અંદર રાજ્ય સરકાર ના મહેસુલ વિભાગ માં દરખાસ્ત રજૂ કરી મંજૂરી માટે મોકલીને રાજ્ય સરકાર સાત દિવસ માં મંજૂર કરીને ૧૫ દિવસમાં સર્વ કરાવીને ખેડૂતોને નુકશાનીનું વળતર હેકટરે વીસ હજારને ચાર હેક્ટરની મર્યાદામાં એંસી હજાર સુધીની સહાય ચુકવવાની જોગવાઈ હોવા છતાં ધ્રોલ તાલુકા તથા ગુજરાતના અન્ય તાલુકામાં આ યોજનાની કોઈપણ જાતની કાયેવાહી કરવામાં ના આવતા  તથા ધ્રોલ તાલુકા મા ગત વર્ષ  ૧૯-૨૦ સાલ નો ૨૫% મંજૂર થયેલ પાક વીમો ચુકવવાની માગણી મામલતદારને આવેદનપત્ર આપ્યુ ગુજરાત કિસાન કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલીયાની આગેવાની હેઠળ તાલુકાના મોટીસંખ્યામાં ખેડૂતો દ્ધારા મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર દ્ધારા વહેલી તકે બંને માંગણીનો સ્વીકારીને વળતર ચૂકવવા માગ કરી છે ને જો વહેલી તકે માંગણી સ્વિકારવામાં નહીં આવે તો હવે પછીના સમયમાં નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આ મુદાને લઈ જવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. આ કાર્યક્રમમાં ખેડૂત આગેવાનો પાલભાઈ આંબલીયા, વસરામભાઈ આહિર, ગીરધનભાઈ, કલ્પેશભાઈ હડીયલ, સંજય ભાલોડીયા, વિરમભાઈ વરુ, હરીસિંહ જાડેજા, કણેદેવસિહ જાડેજા,પદુભા બજરંગપુર સહિત કોંગ્રેસ કાર્યાકરો સહિત ખેડૂત ભાઈઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Loading...