Abtak Media Google News

જમીન કૌભાંડ, બોગસ રેશનકાર્ડ, આવકનો દાખલો, ચૂંટણી કાર્ડ, દારૂની પરમીટ, ખુન કેસમાં મોબાઇલ લોકેશન ખોટા પુરાવા રજુ કરી, આચરવામાં આવતા કૌભાંડનો કાયદાની છટકબારીનો મળતો લાભ કયારે અટકશે?

પોલીસ અને કોર્ટની ન્યાયીક કાર્યવાહીમાં ‘પુરાવા’મહત્વનો રોલ હોય છે. મોટાભાગના કિસ્સામાં કોર્ટમાં પુરાવાના આધારે સજા પડતી હોય છે અને ભોગ બનનારને ન્યાય મળી શકે છે

પોલીસ કાર્યવાહીમાં કોઇપણ પ્રકારના બનાવોમાં સૌ પ્રથમ પોલીસ ‘પુરાવા’ઉપર ઘ્યાન કેન્દ્રીત કરવાની ફરજ ઉભી થાય છે.

ભારતના કાયદાના લખાયું છે કે ભલે સૌ ગુનેગારોમાંથી નવાણું ગુનેગારો છુટી જાય પણ એક નિર્દોષને સજા ન થવી જોઇએ આવા અભિગમના કારણે પણ કોર્ટ ન્યાયની પ્રક્રિયામાં પુરાવા અને મહત્વનું સ્થાન આપ્યું છે.કોર્ટમાં કેટલાક કેસોમાં પુરાવાના અભાવે આરોપી નિર્દોષ છુટી જાય છે. ત્યારે ખોટા પુરાવા ઉભા કરનાર વ્યકિતને ‘પુરાવા’ જ આરોપી બનાવી દેએ છે અને જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવે છે.

હાલ સમાજમાં લોકો પોતે જાણીબુઝીને સરકારી લાભો મેળવવાનો પોતાના સ્વાર્થ માટે પોતાના જ સ્વજનોની માલ મીલ્કત પચાવી પાડવા ખોટા પુરાવા ઉભા કરી ગુનાહીત કૃત્ય આચરતા હોય છે.

જમીન કૌભાંડ, બોગસ રેશનકાર્ડ, આવકનો  દાખલા (ચોકકસ આવક છુપાવી ખોટા સોંગદનામાં બનાવી મેળવેલ દાખલો) દારૂની પરમીટ મેળવવા ખોટા પુરાવા સરકારી કાર્યવાહીમાં વાપરવા મોબાઇલ લોકેશનના ખોટા પુરાવા રજુ કરી કરેલા ગુના પર પડદો પાડવા, સરકારી નોકરીમાં રજા મેળવા ખોટા મેડીકલ રીપોર્ટ આપવા, જેલમાંથી પેરોલ પર છુટવા ખોટા માદગીના કાગળો બનાવી ખોટા તબિયત સર્ટી. મેળવવા સહિતની બાબતોમાં ખોટા પુરાવા રજુ કરી આચરવામાં આવતા કૌભાંડને કાયદાની છટક બારીને મળતાં લાભ લોકો લેવાનું કયારે બંધ કરશે અને આ પ્રવૃતિ કયારે અટકશે? એ એક મોટા સવાલ ઉ૫સ્થિત થયો છે.

જાણવા છતાં પોલીસને ગેર માર્ગે દોરનાર સામે ગુનો બને: રૂપરાજસિંહ પરમાર (એડવોકેટ)

કોઇપણ વ્યકિત જાણીબુઝીને સરકારી લાભો મેળવવાના હેતુથી ખોટા સોંગદનામા કરી સરકારી કામકાજમાં તેનો ઉપયોગ પુરાવા તરીકે કરી લાભ મેળવે ત્યારે સરકારી માણસને આ ખોટું હોવાનું માલુમ થાય કે તે તેના વિરૂઘ્ધ ખોટા પુરાવા રજુ કરવા બદલ ફરિયાદ કરી શકે છે. દા.ત. પોલીસ કોઇ આરોપીને શોધવા કોઇ વિસ્તારમાં ગયા ત્યારે આ વિસ્તારમાં આરોપીની બાજુમાં રહેતો કોઇ વ્યકિત જાણી બુઝીને પોલીસને ખોટું સરનામુ આપી આરોપીને બચાવવાનો પ્રયાસ કરે તો તેના વિરૂઘ્ધ પોલીસ દ્વારા ખોટી માહિતી આપવા અંગે ફરીયાદ નોંધ તેની સામે કાર્યવાહી કરી શકે છે. લોકો પુરાવા તરીકે, ખોટા સોગધનામાં, આવકના દાખલા મેળવવામાં ખોટી આવક દર્શાવી, સરકારી વસાહતોમાં ઘર મેળવવા કેટલીક વિગતો છુપાવી ખોટા કાગળો બનાવી પુરાવા તરીકે ઉપયોગ કરતા હોય છે.

Untitled 1 12

જમીન મકાનના કૌભાંડોમાં ખોટા કાગળો બનાવી કોર્ટમાં દાવા કેસ કરવામાં ખોટા પુરાવાનો સવિશેષ ઉપયોગ: ભરતભાઇ જોબનપુત્રા (વકીલ)

Img 20200316 Wa0064

શહેરમાં અને રાજકોટ જીલ્લામાં તથા ગુજરાતભરમાં હાલ અનેક જમીન કૌભાંડો બહાર આવ્યા છે. આવા કેસોમાં કૌભાંડીયા શખ્સો દ્વારા જમીન માલીક કે મકાન માલીકના નામે કે તેના વડીલોના નામે કુલમુખત્યારનામા બોગસ બનાવી કોૈભાંડ આચરવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. રાજકોટમાં રોણકી ગામની કરોડોની જમીનમાં કેટલાક શખ્સોએ બોગસ કુલમુખત્યારનામુ બનાવી બોગસ દસ્તાવેજ બનાવી ખેડૂતની કરોડોની જમીન પચાવી પાડવા કારસ્તાન રચવામાં આવ્યું હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે. જમીન કૌભાંડમાં જમીન માફીયાઓ દ્વારા ખેડુતના નામે ખોટા કાગળો ઉભા કરી ખોટા કુલમુખત્યારનામા બનાવી બાદમાં આ મીલ્કતને ગોબરી કરી નાખી કે પછી ખેડૂત કે માલીક પાસેથી મોટી રકમ મેળવવાના હેતુથી કરવામાં આવે છે. કુલમુખત્યારનામું કે તેના આધારે દસ્તાવેજ બતાવી લીધા બાદ આવો ખોટા કાગળોના આધારે કોર્ટમાં દાવા કેસ નોધવામાં આવે છે અને જાણી બુઝીને આવા કેસ દાવા કરી જમીન કે મીલ્કત પર સ્ટે મેળવી જેથી માલીક દ્વારા આ મીલ્કત ઉપર કોઇ અન્ય સામે વ્યવહારો ન કરી શકે અને દસ્તાવેજ રદ કરાવવા તેની પાસે સમાધાન કરવું પડે અને મોટી રકમ મેળવી શકે તે માટે આવા લોકો જમીન કૌભાંડ આચરી ખોટા કાગળો નો પુરાવા તરીકે ઉપયોગ કરતા હોય છે.

Untitled 2

બોગસ વીમા પોલીસી ધાબડી દઇ પુરાવા સાથે છેડછાડ કરાય છે: ગોપાલભાઇ ત્રિવેદી (એડવોકેટ)

New Doc 2020 03 14 15.23.21 1

આજના ડીઝીટલ યુગમાં માણસ પાસે સમયનો અભાવ હોવાથી તેઓ પોતાના વાહનો, કાર, બાઇક સહીતના વાહનોના વિમા પોતે જાતે વિમા કંપનીએ જવાના બદલે વિમા એજન્ટ પાસે પૈસા આપી વિમો લેતા હોય છે. દર વર્ષે વિમો રીન્યુ કરવાનો હોવાથી અને જો વર્ષ દરમ્યાન કોઇ અકસ્માત ન થાય કે વાહનનો કબ્જો કરવામાં ન આવ્યો હોય તેવા કેસમાં વાહન માલીકને કોઇ ખબર નથી હોતી કે તેઓએ લીધેલી વિમા પોલીસી ખરી છે કે નહિ પરંતુ જો વાહનમાં અકસ્માત થાય અને કલેમ કરવાની જરૂરીયાત ઉભી થાય ત્યારે કંપનીમાં કલેમ મુકવામાં આવે ત્યારે કેટલાક કેસોમાં બોગસ વિમા પોલીસી હોવાનું ભુતકાળમાં બહાર આવ્યું છે. કલેમમાં પુરાવા તરીકે આપેલી વિમા પોલીસી બોગસ હોવાનું બહાર આવે ત્યારે વીમા એજન્ટની પોલ છતી થાય છે. આવો જ એક કિસ્સો હાલમાં રાજકોટમાં બન્યો હતો ટ્રક માલીકે ખાનગી વિમા કંપનીની એજન્ટ માફરતે રૂા ૩૦ હજાર આપી વિમો લીધો હતો. ટ્રક માલીકને વિમા પોલીસી ખોટી હોવાની શંકા જતાં તેઓ ૮ ખાનગી વિમા કંપનીની બ્રાન્ચે ચેક કરાવતા ગયા તો આ પોલીસી ખોટી હતી. એજન્ટે રૂા ૩૦ હજાર રોકડા લઇ લીધા બાદ લેપટોપની મદદથી અન્ય વાહનની પોલીસમાં ગ્રાહકનું નામ અને વાહન નંબર બદલી નાખી કૌભાંડ આચાર્યુ હોવાનું બહાર આવતા ગાંધીગ્રામ પોલીસમાં ફરીયાદ નોંધાઇ હતી.

Untitled 3

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.