Abtak Media Google News

મગ્ર મોરબી શહેર જિલ્લાના શિક્ષકોએ કાળી પટ્ટી લગાડી વિરોધ પ્રદર્શન કર્યો છે.

જેમાં તેઓએ જણાવ્યું છે કે વિવિધ માંગણીઓને લાગતા વળગતા અધિકારીઓ સમક્ષ કરાશે છતાં તંત્ર દ્વારા ધ્યાન નહિ દેવામાં આવે તો આવનારા દિવસોમાં મુખ્યમંત્રીને પણ રજૂઆત કરાશે અને ત્યાં ગાંધીનગર પણ ધારણા કરવાની તૈયારીમાં શિક્ષકો રહ્યા છે તેઓની વિવિધ માંગણીઓ માં સને ૧૯૯૭ થી આજ દિવસ સુધી ના પડતર પ્રશ્નોને તંત્રએ ધ્યાન ન દેતા શિક્ષકોએ ઉપવાસ ધરણાનો કાર્યક્રમ કર્યો છે.

જેમાં તેઓએ આવેદનપત્રમાં જણાવેલ વિગત મુજબ સમગ્ર ગુજરાતમાં ૧૯૯૭ અને ૧૯૯૮થી પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે ફિક્સ પગારમાં શિક્ષકોની વિધા સહાયક તરીકે ભરતી કરવામાં આવે છે જે વિધાસહાયકોને શરૂઆતમાં રૂપિયા ૨૫૦૦ થીરૂ.૪૫૦૦/૫૩૦૦/૭૮૦૦/- રૂપિયા ૯૩૦૦ અને ૧૦૦૦૦ હાલમાં તે રૂપિયા ૧૯૯૫૦ નો સફળિફત માસિક પગાર ચૂકવવામાં આવે છે.

ત્યારે આજની મોંઘવારીમાં આર્થિક સંકડામણ ભોગવી રહેલા શિક્ષકોએ વિવિધ પડતર માગણીઓને ન્યાય મળે તેવા હેતુસર મોરબી લાલબાગ સેવાસદન ખાતે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યું છે જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના વિરમભાઇ દેસાઈ મહામંત્રી શ્રી તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના સિનીયર કાર્યદક્ષ શ્રી રમેશભાઈ જાકાસણીયા તેમજ પ્રમુખ શ્રી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ મણિલાલ સરગવા અને ઉપ પ્રમુખ શૈલેષભાઈ સાણજા એ લેખિતમાં વાંકાનેર કુવાડવા વિસ્તારના ધારાસભ્ય સમક્ષ લેખિતમાં રજૂઆત કરી છે.

અને અન્ય લાગતા-વળગતા સરકારી બાબુઓ સમક્ષ અને પ્રજાના ચૂંટાયેલા જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા તેમજ ઉપ પ્રમુખ ગુલાબભાઈ સહિત સમગ્ર મોરબી શહેર જિલ્લાના શિક્ષકો વિરોધ પ્રદર્શન કરી વિવિધ પ્રશ્નોને માંગણીઓ અંગે રજૂઆત કરી છે જો આ રજૂઆતમાં તંત્ર ધ્યાન નહીં દે તો આવનારા દિવસોમાં શિક્ષકો દ્વારા ગાંધીનગર દેખાવ કરશે અને તેઓની ન્યાયિક માંગણી અને લાગણીઓના હક માટે લડત શરૂ રાખસે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.