ના હોય.. શરીર ઉપર તો ઠીક મોંઢાની અંદર પણ ટેટુ કરાવવા લાગ્યા લોકો!!

એક સમયે છુંદણાનું ચલણ હતું. હવે છુંદણાનું સ્થાન ટેટુએ લઇ લીધું છે.દરેક ઉંમરના લોકોને શરીરના જુદા જુદા ભાગો પર ટેટૂ કરાવવાનો ક્રેઝ છે. કેટલાક લોકોએ તો શરીરના લગભગ દરેક ભાગ પર ટેટૂઝ કરાવ્યા છે. લોકો સામાન્ય રીતે અન્ય લોકોને ઈમ્પ્રેસ કરવા માટે આ ટેટૂઝ કોતરાવે છે.

પરંતુ અત્યારના દિવસોમાં ગુપ્ત ટેટૂ બનાવવાનો વિચિત્ર ટ્રેન્ડ ખૂબ લોકપ્રિય થઈ રહ્યો છે. ટેટૂ બનાવવા માટે લોકો શરીરના એવા ભાગોની પસંદગી કરી રહ્યા છે એ જાણીને કે તમે આશ્ચર્ય પામશો.

લોકો મોંની અંદર તાળવે ગુપ્ત ટેટૂઝ કરાવી રહ્યાં છે. પ્રથમ દ્રષ્ટિએ વિશ્વાસ નહીં આવે પણ આવી ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં લોકોએ પોતના મોઢાની અંદર તાળવે ટેટુ બનાવ્યા છે.

મોંમાં ટેટૂ લગાવવાની આ નવી ટેક્નિકની શોધ બેલ્જિયનના જાણીતા ટેટૂ આર્ટિસ્ટ ઇન્ડી વાયટ દ્વારા કરવામાં આવી છે. તેઓ પાંચ વર્ષથી આ માટે કામ કરી રહ્યો છે. મોંની અંદર ટેટુ કરવા એ ખૂબ મુશ્કેલ કાર્ય છે.

મોની અંદર તાળવે ટેટૂ લગાવવાની તકનીક વિશે લોકોને ખબર પડતાં જ લોકોએ તેને બનાવડાવવા રસ દાખવ્યો હતો. હવે આવા ટેટૂ ખૂબ લોકપ્રિય છે. જેમ શરીરના બાહ્ય ભાગો પર છૂંદણા કરવા ત્યાં સોયથી છૂંદાણા કરવામાં આવે છે. તે જ રીતે, સૂક્ષ્મ સોય દ્વારા વીંધીને ટેટૂઝ મોંમાં બનાવવામાં આવે છે, વધારે પીડા અનુભવાતી નથી. થોડા દિવસો માટે મસાલેદાર ખોરાક અને વધુ આલ્કોહોલનું સેવન બંધ કરવું આવશ્યક છે. મોંની અંદર છૂંદણા કર્યા પછી, તમે શું ખાતા અને પીતા હો તેની કાળજી લેવી પડે છે.

Loading...