ન હોય… હવે કાચીંડાની જેમ મોબાઈલ પણ રંગ બદલશે

સ્માર્ટફોન કંપની સતત નવા ફીચર્સ લાવીને અન્ય મોબાઈલથી અલગ પડવાનો પ્રયત્ન કરતા હોય છે. એક સમયે તારવાળા ટેલિફોનથી થયેલી ફોનની સફર હાલ ફોલ્ડેબલ મોબાઈલ ફોન સુધી પહોંચી ચુકી છે. સ્માર્ટફોનમાં આગામી દિવસોમાં અનેકવિધ નવા ફિચર્સનો ઉમેરો થવાની શક્યતાઓ છે. આગામી દિવસોમાં ઇન બીલ્ટ એરબર્ડ્સ, વાયરલેસ ર્ચાજીંગ સ્પીડ, અંડર ગ્લાસ સેલ્ફી કેમેરા, ૧૦૦ ગણી વધુ વાઇફાઇ સ્પીડ, નેટવર્ક અને કલર ચેંજીંગ બેક ગ્લાસ સહિતના ફીચર્સ આવનાર છે. જેથી કહી શકાય કે હવે સ્માર્ટફોન કાચીંડાની જેમ કલર બદલે તો નવાઈ નહીં.

સ્માર્ટફોન બ્રાન્ડ્સ હંમેશાં તેમના ઉત્પાદનોને નવીન દેખાવ આપવા માટે નવી સુવિધાઓ આપવાનો પ્રયત્ન કરે છે, જેથી બ્રાન્ડ અન્ય બ્રાન્ડથી અલગ પડી શકે. એક સમયે તારવાળા ટેલીફોનથી શરૂ થયેલી સફર હવે ફોલ્ડેબલ મોબાઈલ ફોન સુધી પહોંચી છે. આગામી દિવસોમાં સ્માર્ટફોન વધુ સ્માર્ટ બને તે હેતુસર સ્માર્ટફોન બ્રાન્ડ સતત કાર્યરત હોય છે. આગામી દિવસોના સ્માર્ટફોનમાં ફોલ્ડેબલ ડિસ્પ્લે, લિફાઇ, બટનલેસ ફોન, ઇન-બિલ્ટ ઇયરબડ્સ સહિતની ભાવિ સ્માર્ટફોન સુવિધાઓ આપી શકે છે. હાલ કંપનીઓ એક અલગ જ ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરીને કામ કરી રહ્યા છે.

સ્માર્ટફોન ક્ષેત્રે કાર્યરત વિવો મોબાઇલ્સ કલર-ચેન્જિંગ ગ્લાસ પેનલ સાથેનો ૨/૮ સ્માર્ટફોન રૂપે એક નવા સ્માર્ટફોન પર કામ કરી રહ્યો છે જે કલર ચેન્જિંગ ગ્લાસયુક્ત રહેશે. જેના પાછળના ભાગમાં ઇલેક્ટ્રોક્રોમિક ગ્લાસ લગાવવામાં આવશે જે બટનના દબાણથી રંગ બદલી નાખશે. ઇલેક્ટ્રોક્રોમિક ગ્લાસ પહેલેથી જ વિમાન, હોટલો, વગેરે જેવા ઘણા સ્થળોએ વપરાય છે જ્યાં ગ્લાસનો રંગ ઇલેક્ટ્રોનિક રીતે બદલાય છે. વિવો રંગો પરિવર્તન અંગે આગળ વધી રહ્યું છે.
સ્માર્ટફોનમાં હેન્ડસફ્રી લગાવીને ગીત સાંભળવા કે વાત કરવી તે હવે ભૂતકાળ બનવા જઈ રહ્યું છે. અત્યારે બ્લુટુથથી ચાલતા એરબડ્સની બોલબાલા છે. આ એરબડ્સને સાચવવા માટે અલગથી ડબી આપવામાં આવે છે. જો કે, હવે જિયોમી દ્વારા એક એવી પેટર્ન વિકસાવાઈ છે જેમાં ફોનની અંદર જ એરબડ્સ રાખવાની સુવિધા આવશે. અધુરામાં પૂરું આ એરબડ્સ ફોન માટે સ્પીકરની ભૂમિકા પણ ભજવશે.

બીજી તરફ એવી પણ સુવિધા વિકસાવવા કંપનીઓ તૈયાર થઈ છે. જ્યાં સ્માર્ટફોનમાં કોઈપણ જાતના બટન કે પોર્ટ નહીં મુકાય. ચાર્જીંગ કે હેન્ડસફ્રી માટેના પોર્ટ નહીં હોય. આવી સુવિધા વીવો વિકસાવી રહી છે. અત્યારે વાયરલેસ ચાર્જીંગનો જમાનો છે. ધીમે ધીમે ફોનને ૧૦૦ ટકા સ્ક્રીન સુધી રાખવાની તૈયારી પણ થઈ છે. ત્યારે વીવો દ્વારા પોર્ટ અને બટન વગરના ફોન લોકોમાં આકર્ષણ જમાવશે.

Loading...