Abtak Media Google News

સંશોધન મુજબ પ્લાસ્ટિક ક્ધટેનરમાં ઈલેકટ્રોડ અને સર્કિટ કનેકટ કરી એકલિટર ગંદા પાણીમાંથી ૦.૬ થી ૦.૮ વોલ્ટેજ વિજળી ઉત્પન્ન કરી શકાશે

નિરમા યુનિવર્સિટીના પ્રોફેસર સાથે અન્ય પાંચ પ્રોફેસરોની ટીમે ગંદા પાણીમાંથી વિજળી ઉત્પન્ન કરવાનું બીડુ ઝડપ્યું

કહેવાય છે કે જરૂરીયાત એ સંશોધનની જનની છે. જયારે જરૂરીયાત ઉભી થાય ત્યારે સંશોધનો થવા લાગે છે તમે કયારેય એવું સાંભળ્યું કે વિચાયું છે કે ગંદુ પાણી વિજળી પેદા કરી શકે છે? પરંતુ અહી ગુજરાતનાં દેવીસિંઘ વ્યાસે અશકય મનાતા આ મિશનને શકય બનાવ્યું છે. તેઓએ ગંદા પાણીમાંથી ઈલેકટ્રીસીટી જનરેટ કરી છે. નિરમા યુનિવર્સિટીના સાયન્સના પ્રોફેસર દેવીસિંઘ વ્યાસે માઈક્રોબાયલ ફયુઅલ સેલ (એમએફસી)નો ઉપયોગ કરી ગંદા પાણીના બેકટેરીયાને ઈલેકટ્રીસીટી ઉત્પન્ન કરવા પેદા કર્યા.

જો ગંદા પાણીમાંથી વિજળી ઉત્પન્ન કરવાનો પ્લાન્ટ મોટાપાયે વિકસિત કરવી હોય તો હાઉસહોલ્ડસ્પેર્સ દ્વારા ૧૫ દિવસમાં વિધુત ઉર્જા ઉત્પન્ન થઈ શકે છે. તેવું આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. નસરીન મુન્સીએ જણાવ્યું.તેઓની સાથે અન્ય પાંચ જુદા જુદા ઈન્સ્ટીટયુટના પ્રોફેસરોઆ રિસર્ચમાં જોડાયા છે.

એક નાની સિસ્ટમને પ્લાસ્ટિકના ક્ધટેનરમાં રાખી જેમાં ઈલેકટ્રોડ અને સર્કિટ ક્ધટેનરનો સમાવેશ કરતી નાની સિસ્ટમનો ખર્ચ માત્ર રૂા.૧૦૦૦ છે. મોટા પાયે તૈયાર થયેલી આ સિસ્ટમને જો જનરેટ કરવામાં આવે તો તે ચોકકસ કારગત નિવડશે. વધુમાં ડો. મુન્સીએ જણાવ્યું કે એમએફસી એ બાયોઈલેકટ્રોકેમીકલ સિસ્ટમ છે જે સુક્ષ્મ જીવાણુઓનાં મેયાબોલીક પોટેન્શિઅલ ઓફ માઈક્રોલ્સનું કેમિકલ એનર્જીમાં રૂપાંતરીત કરી તેમાં રહેલુ ઓર્ગેનિકમેટર ટુ ઈલેકટ્રીકલ એનર્જીમાં ટ્રાન્સફર થઈ ઈલેકટ્રો સેલ એકસટર્નલ સર્કિટમાં આવે છે. અને આ જ પધ્ધતિનો ગંદાપાણીમાંથી વિજળી ઉત્પન્ન કરવા ઉપયોગ કરાયો છે.

સંશોધકોએ ઈલેકટ્રોઝનીક ગુણધર્મવાળા ઘણા બેકટેરીયાને અલગ પાડયા છે. અને તે લગભગ ૮ અઠવાડીયા સુધી એમએફસીમાં વાયસ્ટેમમાં વિજળી ઉત્પન્ન કરવામાં સક્ષમ છે. આ ક્ષેત્રમાં આગળ સંશોધન માટે એમએફસીમાં ભૌતિક રાસાયણીક વાતાવરણ તેમજ ઈલેકટ્રોનિક સર્કિટ ડિઝાઈનમાં ફેરફાર કરીને વોલ્ટેજ આઉટપૂર વધારવા જરૂરી છે.

એમએફસી ટેકનોલોજી ઈન્ડસ્ટ્રીયલ વેસ્ટ વોટરમાં પણ જે ગંદુ પાણી બહાર આવે છે. તેમાંથી વિજળી ઉત્પન્ન કરવા સક્ષમ છે. એક ઉદાહરણ રૂપે એક લીટર વેસ્ટ વોટરમાથી ૦૬-૦૮ વોલ્ટેજ વિજળી સિંગલ ફયુઅલ સેલ દ્વારા પેદા થાય છે જે બે મહિના ચાલે છે. મહત્વનં છે કે ૬૦ થી ૭૦ ટકા બાયોકેમિકલ ઓકિસજન ડિમાંડ અને કેમિકલ ઓકિસજન ડિમાન્ડ વેસ્ટ વોટર દ્વારા પુરી કરી શકાય છે. ગંદાપાણીની છ સિસ્ટમ છ લીટર ૩.૫ વોલ્ટેજ એનર્જી જનરેટ કરી શકે છે.

આ રિસર્ચ પ્રોજેકટ નિરમા યુનિવર્સિટી દ્વારા તૈયાર કરાયો છે જેને ગુજરાત સરકાર બાયોલોજી મિશન દ્વારા ગ્રાન્ટ આપવામાં આવશે. આ પ્રોજેકટ રિસર્ચ સાથે અને પાંચ પ્રોફેસર પણ જોડાયેલા છે. પ્રોજેકટ જીએસબીટીએમ દ્વારા તૈયાર થશે. આ રિસર્ચના ભાગ રૂપે ચાર જગ્યાએથી પાણીના સેમ્પલ લેવાશે જેમાં ખારીકટ કેનાલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.