ન હોય… ૩૯ કરોડ ભારતીયો કોરોનાથી ‘સંક્રમિત’ થઇ ગયા!!!

કોરોના ચેપી રોગ નથી: ફેબ્રુઆરી માસ સુધીમાં અડધોઅડધ લોકોને સંક્રમણ થવાની શક્યતા, ત્યારબાદ સંક્રમણના ફેલાવામાં થશે ઘટાડો

કાચિંડાની જેમ રંગ બદલતા કોરોના વાયરસના લક્ષણ પકડવામાં તબીબો નિષ્ફળ

વૈશ્ર્વિક મહામારી કોરોનાએ વિશ્ર્વ આખાને ઘાંઘુ કરી દીધું છે જયારે ગર્વમેન્ટ પેનલ દ્વારા એ વાતની સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ભારત દેશમાં આવનારા ફેબ્રુઆરી માસમાં અડધો અડધ ભારતીયો કોરોનાથી સંક્રમિત થઈ જશે ત્યારે હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ ૩૯ કરોડ ભારતીયો કોરોનાથી સંક્રમિત થઈ ગયા છે પરંતુ જાણવા જેવી વાત તો એ છે કે કોરોના થવુ અને સંક્રમિત થવું તેમાં ખુબ જ પાતળી ભેદ રેખા છે. લોકો સંક્રમિતને કોરોના પોઝીટીવ થયું હોવાનું માને છે પરંતુ ખરાઅર્થમાં તે સાચુ નથી. એવી જ રીતે લોકોનું માનવું છે કે કોરોના ચેપી રોગ છે પરંતુ તે વાતમાં સહેજ પણ તથ્ય છે નહીં. કોરોના હાલ જે રીતે પોતાનું બિહેવીયર એટલે કે તેનું વર્તન બદલી રહ્યું છે જેને ધ્યાને લેતા હજુ સુધી તેનો કોઈ નકકર ઉપચાર કે રસીની શોધ થયેલી નથી.

આવનારા વર્ષ ૨૦૨૧ના જુલાઈ માસમાં સ્પયુટનીક વી રસી દેશના ૨૦ થી ૨૫ કરોડ ભારતીયોને આપી દેવામાં આવશે તેમ આરોગ્ય પ્રધાન દ્વારા જણાવવામાં આવ્યું હતું પરંતુ પ્રશ્ર્ન એ છે કે કોરોના રસી બાદ વાયરસ છુપાઈ જઈ તેની અસરકારકતાને ધ્યાને લઈ વધુ પ્રબળ વાર કરી શકે છે જો આ શકય બને તો આગામી વર્ષ ૨૦૨૩ સુધી દેશે કોરોનાના સંક્રમણનો ભોગ બનવું પડશે. દેશના નામાંકિત તબીબો પણ હજુ સુધી કોરોનાના લક્ષણને પારખી શકયા નથી. પહેલા ભારત દેશમાં જે સમયે કોરોના વાયરસ આવ્યું ત્યારે તેનું ટ્રાન્સમિશન વિવિધ પ્રકારે થતુ હતુ જેમ કે કોઈપણ પદાર્થને સ્પર્શવામાં ત્યારબાદ હવામાંથી અને અંતે હવે પાણીમાંથી કોરોના ફેલાતા હોવાનું સામે આવ્યું છે. હાલ ભારત દેશમાં ૭૫ લાખથી વધુ અને ૧ કરોડથી ઓછા કોરોના પોઝીટીવ કેસો જોવા મળી રહ્યા છે ત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, વર્ષ ૨૦૨૧ના ફેબ્રુઆરી માસ સુધીમાં અડધો અડધ ભારતીયો એટલે કે આશરે ૬૫ કરોડ લોકો કોરોનાથી સંક્રમિત થઈ શકશે ત્યારબાદ સંક્રમણનો જે દર જોવા મળે છે તેમાં ઘટાડો થશે. જે રીતે હાલ કોરોના તેનો રંગ બદલી રહ્યો છે તેને પકડવામાં તબીબો સહિત અનેકવિધ લોકોને ઘણી તકલીફનો પણ સામનો કરવો પડયો છે. સરકારી કમિટી દ્વારા એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે આવનારો ફેબ્રુઆરી માસ ખરાઅર્થમાં દેશવાસીઓને હંફાવી દેશે.

હાલ ભારતમાં ૭૫ લાખ પોઝીટીવ કેસો નોંધાયા છે જે આંકડો અમેરિકા બાદ બીજા ક્રમાંક પર આવી ગયો છે. કોવિડ વાયરસ સપ્ટેમ્બર મધ્યથી ભારત દેશમાં તેનો આંક ઘટાડા પર જોવા મળ્યો છે ત્યારે પ્રતિ દિવસ દેશમાં ૬૧,૦૦૦થી વધુ કેસો સરેરાશ જોવા મળી રહ્યા છે. વિશ્ર્વમાં ઘણા વાયરસો હોવા છતાં  કોરોના અંગે જે યોગ્ય માર્ગદર્શન કે માહિતી મળવી જોઈએ તે મળી શકી નથી જેથી કોરોના વાયરસનો તાગ મેળવવો એટલો જ કપરો બન્યો છે. સેરેલોજીકલ સર્વેના જણાવ્યા મુજબ સપ્ટેમ્બર સુધીમાં ૧૪ ટકા દેશની વસ્તી સંક્રમિત થઈ છે જે ખરાઅર્થમાં ઘટાડો થયો હોવાનું સામે આવ્યું છે. એવી જ રીતે સરકારી સંસ્થા દ્વારા લોકોને જાગૃત કરવા માટેની પણ માહિતી આપતા જણાવ્યું છે કે જો સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાને લોકો નહીં અનુસરે તો સંક્રમિત થવાના આંકડાઓ દિન-પ્રતિદિન વધી શકે છે જેનું એકમાત્ર કારણ એ છે કે હજુ સુધી વાયરસનો પ્રકાર અને તેના વર્તનને પકડી પાડવામાં આવ્યું નથી કે નહીં તેનો કોઈ સચોટ ઉપાય શોધવામાં આવ્યો.

Loading...