Abtak Media Google News

‘અબતક’ આયોજીત વિશ્વમાં સૌપ્રથમ વખત સ્ટુડિયોમાંથી ઓનલાઈન શ્રીમદ્ ભાગવત સપ્તાહનો આજે ચોથો દિવસ

આજે ચતુર્થ દિવસે વામન જન્મ, રામ જન્મ અને કૃષ્ણ જન્મોત્સવના પ્રસંગો વર્ણવાયા: મહામારીમાં મૃત્યુ પામેલા લાખો લોકોના મોક્ષાર્થે આયોજીત ભાગવત સપ્તાહનો લાભ લેતા અનેક શ્રાવકો

માણસ પોતાનો ધર્મ શ્રદ્ધાથી પરિપૂર્ણ કરે તો ભગવાનને પણ તેની પાસે બાળક બનીને આવવું પડે તેવું આજે વ્યાસપીઠ પરથી શાસ્ત્રી રાકેશ અદા (ભટ્ટજી)એ કહ્યું હતું. કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા લાખો લોકોના મોક્ષાર્થે ‘અબતક’ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન થયું છે. આજે ચોથા દિવસે કૃષ્ણ જન્મોત્સવ સહિતના આયોજન કરાયા હતા. વિશ્ર્વમાં પ્રથમ વખત એવું બની રહ્યું છે કે, જેમાં સ્ટુડિયોમાંથી કથાનું લાઈવ પ્રસારણ થયું છે. જેનો લાભ લાખો શ્રાવકો લઈ રહ્યાં છે.

‘અબતક’ સ્ટુડિયોથી વિશ્ર્વ કલ્યાણાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ લાઈવના ચતુર્થ દિવસનાં સત્રનો મંગલ પ્રારંભ કરાવતા શાસ્ત્રી રાકેશ અદાએ વર્ણવ્યું હતું કે, આજે કથાના અંતિમ ચરણમાં ધામધૂમથી કૃષ્ણ જન્મની ઉજવણી સાથે ‘અબતક’ના માધ્યમથી ઘેર-ઘેર કૃષ્ણરૂપી વિશ્વાસ, ભરોસો, ધૈર્યતા અને આરોગ્ય પ્રગટ થાય તેવી ભાવના દરેકના હૃદયની અંદર કૃષ્ણ ભાવ પ્રાગટ્ય કરવાનો હેતુ છે.

માણ પોતાના ધર્મને પોતાની શ્રદ્ધાથી અને પરિપૂર્ણ રીતે પૂર્ણ કરે તો ભગવાનને પણ તેની પાસે બાળક બનીને જવું પડે. ભગવાનને પણ ત્યાં હાથ લાંબો કરીને કંઈક લેવા જવું પડે. આખા જગતને આપનારી જગદંબાને પણ એની પાસે હાથ લાંબો કરવો પડે. ગીરનારની ટોચે દત્ત મહારાજનો આજે આખા જગતમાં ડંકો વાગી રહ્યો છે. જગતની અંદર કોઈપણ સાધના કરવી હોય ત્યારે સૌથી પહેલા દત્તાત્રેયને યાદ કરવા તેઓ અનેક સિદ્ધિઓના દાતા છે. હજુ સુધી પણ ગિરનારના રસ્હય વિશે કોઈ જાણી શક્યુ નથી. ગીરનાર એ પોતે જ રહસ્ય છે.

અબતક સ્ટુડિયોથી લાઈવ વિશ્વકલ્યાણાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહના તૃતીય દિવસે શાસ્ત્રી રાકેશ અદાએ સુમધુરવાણીથી હરે રામ હરે કૃષ્ણ ભજનથી સપ્તાહનો પ્રારંભ કર્યો હતો. આગળ વધતા તેમણે જણાવ્યું હતુ કે માણસને જયારે તકલીફ પડે ત્યારે ભગવાનને યાદ કરે છે. છતાય પ્રભુ એટલો દયાળુ છે કે જયારે પણ યાદ કરો દયા વરસાવે છે. તૃતિય દિવસે જાણીતા કલાકાર નીધિ ધોળકીયા સહિતના કલાવૃંદે ભજનની જમાવટ કરી હતી.

તેની સભરની અંદર કોઈ ભેદભાવ નથી. ‘મૂડી થાય જયારે બે પૈસાની બની જાવ છું ત્યારે હું અભિમાની’ માણસ પાસે જયાર મૂડી આવી જાય છે. ત્યારે તે ભગવાનની પૂજા માટે પણ માણસ રાખતો હોય છે. શરીર સશકત હોય ત્યારે માણસ અભિમાની બની જતો હોય છે. ભગવાનન ઈચ્છા વિના આપણે પાંદડુ પણ હલાવી શકતા નથી.

Dsc 0925

સૌરાષ્ટ્રએ સંતોની ભૂમિ છે. વીરપૂરની વાત કરતા શાસ્ત્રીએ જણાવ્યું હતુકે અરજી નામના દરજીને પેટનો દુ:ખાવો થતા જલારામ બાપા પાસે જાય છે. દરજી કહે છે તમારા રામને કહો કે મને પેટની તકલીફ મટાડી દે દરેક પ્રકારના ઈલાજ કર્યા પણ કોઈ જ ફેર પડતો નથી. બાપા કંઈ તંત્ર મંત્ર જાણતા ન્હોતા પણ ઈશ્વર પર તેમને અતૂટ શ્રધ્ધા હતી ત્યારે બાપાએ કહ્યું હતુ કે હું કાઈ તંત્ર મંત્રતો નથી જાણતો પણ બે હાથ જોડી ઈશ્વરને પ્રાર્થના જરૂર કરી શકું કે આ અરજીને પેટનો દુ:ખાવો મટાડી દવું ખરેખર એવું થયું કે બીજે દિવસે અરજી ભગતને પેટનો દુ:ખાવો શું છે એવું કંઈ ખબર જ ન રહ્યું ભગવાન પાસે ભકિત અને સંતોન લાગવગ ચાલે છે. આમ પેલી વખત જો જોગી જલીયાણને બાપા કહ્યું હોય ને તો એ અરજી ભગતે કહ્યું ત્યારથી જલારામ બાપા થયા બરોબર એમની બાજુમાં જમાલ નામનો મુસલમાનનો છોકરો રહે. એ બિમાર પડયો અને ડોકટરોએ હાથ ઉંચા કરી દીધા. ત્યારે અરજી ભગતે એને વાત કરી કે જો તમને વિશ્ર્વાસ હોય તો જોગી જલિયાણને કહો એનું રામ માને છે. એના પિતા જમાલને લઈ જલારામ પાસે ગયા બાપાનો હાથ ફરે છે. રામને પ્રાર્થના કરે છે. ને જમાલ સાજો થઈ જાય છે. ત્યારે જલારામને જમાલના પિતાએ કહ્યું કે હે જલ્લા તું માત્ર જલ્લા નથી અમારો અલ્લા છે. અમે ફર્ક માનતા હતા પણ કયા ફર્ક છે. એ અમને સમજણ ગાગર જેવડા વિરપૂરમાં સાગર જેવડો સંત ઈશ્ર્વરને જેની પાસે હાથ લાંબો કરવા આવવું પડે એ ભકિતની પરાકાષ્ટા થઈ ગઈ ભકિતમાં ખૂબ તાકાત હોય છે. ભગવાને કળીયુગમાં ભકતોની પરીક્ષા લેવાનું બંધ કરી દીધું આ જગતની અંદર સર્વ શ્રેષ્ઠ એ ભકિત છે. પણ હાલના સમયમાં એ વિશરાય ગઈ છે. જગતના જુદા જુદા વ્યવહારોમાં આપણે જે કરવાનું છે એજ ભૂલી ગયા છીએ.

કથાના ત્રીજા ચરણમાં પ્રવેશ કરાવતા શાસ્ત્રીજીએ જણાવ્યું હતુ કે સુખદેવજી જન્મ્યા ત્યારે તેમને માત્ર એટલી જ ખબર હતી કે જગતની અંદર જે કંઈ પણ છે તે બધુ ઈશ્વર જ છે. તેમ બોલી વનની અંદર ચાલ્યા ગયા.

જેની સાથે નીતિ અને ધર્મ હોય જીત હંમેશા તેમની જ થાય છે. સગવડ ગમે તેટલી ઓછી હોય પણ જયારે દુનિયા પર સંકટ આવે ત્યારે જે આગળ આવે તે સાચો ધર્માનુરાગી કહેવાય છે એટલે જ કોરોના જેવી મહામારીના સમયે સહુ ભારત તરફ છે. એમને આશા છે કે ભારત કંઈક કરશે મહાભારતમાં શ્રી કૃષ્ણએ કહ્યું છે જે ધર્મ તમને બીજાને મારવાનું શીખવતો હોય, બીજાનું ખરાબ કરવાનું કહેતો હોય એ ધર્મ છે જ નહી ધર્મને જાણનારાઓને કોઈ ભેદ છે જ નહી ધર્મના નામે અધર્મ કરનારાઓને બક્ષવાન જોઈએ. પોતાના માટે તો દરેક લોકો કરતા જ હોય છે. બીજાના માટે કંઈક કરવું ત્યારે સમજવું કે ઈશ્ર્વરનો એંધાણ છે અનસોયા ચરિત્રને પૂર્ણ કરી તૃતીય દિવસન શ્રીમદ્ ભાગવત સપ્તાહને વિરામ આપ્યો.

આવતી કાલના પ્રસંગો

‘અબતક’ પરિવારની શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં આજે કૃષ્ણ જન્મોત્સવનો પ્રસંગ યોજાયો હતો. આવતીકાલે કૃષ્ણલીલાથી માંડી ગીરીરાજ ઉત્સવ સુધીના પ્રસંગો ઉજવાશે. બાળપણમાં શ્રીકૃષ્ણએ ઉઠાવેલા ગીરીરાજ પર્વત ઉઠાવવાની લીલા વર્ણવાશે. શ્રીકૃષ્ણના બાળચરિત્રને પણ રજૂ કરાશે.

‘ચાલ ને જીવી લઈએ’માં આજે અનેરી જમાવટ

ભાગવત સપ્તાહ દરમિયાન ચાલને જીવી લઈએ ના કાર્યક્રમો સપ્તાહના ભાવ મુજબના રહેશે. જેના પરિણામે ચાલ ને જીવી લઈએ અંતર્ગત આજે આશીફ જેરીયા અને તેજસ શિશાંગીયાની જમાવટનો લ્હાવો લોકોને મળશે. એન્કર પ્રિત ગૌસ્વામી દ્વારા કાર્યક્રમનું સુંદર એન્કરીંગ કરવામાં આવી રહ્યું છે. આજે પણ સાઉન્ડની જવાબદારી ઉમંગી સાઉન્ડ નિભાવશે.

શ્રીમદ્ ભાગવત કથામાં ઈમ્પીરીયલ હોટલના માલિક અતુલભાઈ શેઠનો ધર્મભાવ

Dsc 0883

શહેરની જાણીતી ઈમ્પીરીયલ હોટલના માલીક અતુલભાઈ શેઠનો ગઈકાલે જન્મદિવસ હતો. ‘અબતક’ દ્વારા આયોજીત વિશ્ર્વને સૌપ્રથમ ઓનલાઈન ભાગવત સપ્તાહમાં હાજરી આપી તેમણે જન્મદિવસને યાદગાર બનાવ્યો હતો. આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોમાં અતુલભાઈ શેઠનો ધર્મભાવ છલકાયો હતો. તેમણે ‘અબતક’ના ઓનલાઈન ભાગવત સપ્તાહના આયોજનને ભરપેટ વખાણ્યું હતું. ‘અબતક’ના મેનેજીંગ એડિટર સતિષકુમાર મહેતા સાથે મળી આરતીનો લાભ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.