Abtak Media Google News

એનિમલ વેલ્ફેર સભ્ય ગિરીશભાઈ શાહે પાંજરાપોળોને કાયમી આર્થિક સહાય મળે તે અંગે પોતાનો અભિપ્રાય વ્યકત કર્યો

ગુજરાતમાં ૧૮ મીલ્ક કો-ઓપરેટીવ યુનિયન છે. રોજનું ૩ કરોડ લીટર દૂધ ગુજરાતમાં પેદા થાય છે. ગુજરાતમાં ૭૯,૭૬,૦૦૦ ગૌવંશ અને ૮૭,૭૪,૦૦૦ ભેંસ વંશ છે. એટલે કુલ ૧,૬૭,૫૦,૦૦૦ પશુધન છે. જેની સામે રોજનું ૩ કરોડ લીટર દુધ પેદા થાય છે. દૂધ પેદા કરવા માટેની પાયાની શરત એ છે કે, દુધાળા પશુએ ગાભણ થવું પડે અને વાછડા / વાછડી અથવા પાડા / પાડીને જન્મ આપવો પડે. એ અપેક્ષાએ ગુજરાતમાં દર વર્ષે લગભગ ૫૦ લાખ વાછડા-વાછડી અથવા પાડા-પાડીનો જન્મ થાય. જેમાં પ૦% નરમાદાનો રેશીયો ગણીએ તો ૨૫ લાખ નર પેદા થાય. આ બધા જ નર પશુમાંથી માત્ર ૧૦ ટકાનો સાંઢ તરીકે ઉપયોગમાં લઈ શકાય. બાકીના ૯૦% એટલે લગભગ ૨૨ લાખ નર પશુ કાં રસ્તે રઝળતા થાય અથવા કતલખાને જાય. માત્ર ૨૦% પશુ જ પાંજરાપોળમાં સચવાય છે. જો બાકીના બધા જ નર પશુને ખસી કરીને બળદગાડામાં જોતરવામાં આવે અથવા ખેતી માટે હળમાં જોતરવામાં આવે તો ગુજરાતના ખેડૂતોને ટ્રેકટરનો ખર્ચ સંપૂર્ણ ઘટી જાય, સરકાર ઉપરનું ભારણ પણ ઘટી જાય, ગુજરાત પ્રદૂષણ  મુકત થઈ જાય. ઓર્ગેનીક ફાર્મિંગ માટે પાયાની જરૂરીયાત છે છાણ. જો ગુજરાતના તમામ પશુધનની યોગ્ય સાચવણી કરવામાં આવે તો ૧,૬૭, ૫૦,૦૦૦ પશુધનનું પ કિલોના હિસાબે રોજનું ૮ કરોડ ૩૭ લાખ ૫૦ હજાર કિલો છાણ થાય. હરીત કાંતિની વાત ગુજરાત સરકારના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરી છે સાથે પાયાની જરૂરીયાત એટલે છાણ, તે માટે કોઈ વ્યવસ્થા ઘડવી પડે. એક એકરમાં એક ટ્રોલી છાણ જોઈએ. ગુજરાતમાં ૧,૯૦,૬૯,૦૦૦ હેકટર (એક કરોડ નેવું લાખ ઓગણસીતેર હજાર હેકટ૨) જમીન ખેતીલાયક છે. આ તમામ જમીનને ફળદ્રુપ બનાવવી હોય અને ઓર્ગેનીક ફાર્મિંગ કરવું હોય તો હેકટર દીઠ ૧ ટ્રોલી છાણ જોઈએ. તે હિસાબે હાલમાં જે પશુધન છે તેનું છાણ ઓછું પડે. માટે, એકપણ પશું ગુજરાતમાંથી કતલખાને જાય જ નહીં તેની તકેદારી લેવી પડે, નહી તો તેટલા પ્રમાણમાં હરીતક્રાંતિ નો વેગ ઘટે. જે પશુ દૂધ પણ નથી આપતું અને બળદગાડા અથવા હળમાં કામ નથી આવતું તેવા પશુનું પણ છાણ ખૂબ જ ઉપયોગી અને અગત્યનું છે. માટે આવા પશુધનની સાચવણી પાંજરાપોળમાં કરવી જોઈએ. તે પાંજરાપોળના સંપૂર્ણ નિભાવની જવાબદારી ગુજરાતની પ્રજાની એટલે ગુજરાત સરકારની છે. હવે આ જવાબદારી સરકાર કેવી રીતે નિભાવે?. રોજનું ૩ કરોડ લીટર દૂધ આવે છે. તેના ઉપર રૂપીયા ઈનપુટ ટેક્ષ નાંખો તો રોજના ૬ કરોડ રૂપીયા આવે. ૩૦ ડ્ઢ ૬ = ૧૮૦ કરોડ રૂપીયા ડ્ઢ ૧૨ મહિનાના ૨૧૬૦ કરોડ રૂપીયા થાય. હવે ગુજરાતની પાંજરાપોળો જો સક્ષમ કરવામાં આવે તો જે રખડતાં-બિનઉપયોગી ૧૨ લાખ પશુને પશુદીઠ પ૦ રૂપીયા રોજ સબસીડી આપવામાં આવે તો રોજના ૬ કરોડ એટલે મહિને ૧૮૦ કરોડ એટલે ૧૨ મહિને ૨૧૬૦ કરોડ થાય. સરકાર ઉપર કોઈ ભારણ ન આવે અને ૧૨ લાખ પશુધનને બારેય મહિના સરકાર સબસીડી આપી શકે. મનુષ્યો-પશુઓ સૌ માટે લાભદાયી આ રસ્તો સરકારે અપનાવવો જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.