Abtak Media Google News

આપણી  કૌટુંબિક પરંપરામાં જન્મ દિવસનું અનેરૂ મહત્વ છે, નાના બાળકથી લઇને દાદા, દાદીના જન્મ દિવસે અનેરો અવસર અને ઉત્સાહ જોવા મળે છે, ભૂતકાળની યાદોને ભવિષ્યના સંકલ્પો, કાર્યો વચ્ચેનો વર્તમાન દિવસ એટલે આપણો જન્મ દિવસ

ખલિલ જિબ્રાન કહે છે કે, ‘જિંદગી કદીય પીછેહઠ નથી કરી શકતી કે ગઇકાલમાં રોકાઇ નથી રહેતી’ આમ એ દિવસ તો પાછો આવતો નથી, પણ હા એ તારીખો તો આવતી જ રહે છે આજે ૧૪મી ઓકટોબર મારો જન્મ દિવસ છે. અમે કહેવાય કે આજે મારી જન્મ તારીખ છે એમ કહેવાય તારીખ અને દિવસ કહો શું ફર્ક પડે પણ બન્ને પોતપોતાના સ્થાને સાચા છે.

આપણા પરિવારમાં ઉજવાતા વિવિધ પ્રસંગોમાં હવેના યુગમાં જન્મ દિવસનું મહત્વ છે. આ દિવસ ‘હેપ્પી’ જ હોય છે તેથી હેપ્પી બર્થ ડે કહેવાય છે. આજે તો વિવિધ શુભેચ્છા કાર્ડ, ભેટ સોગાદો સાથે નાના બાળકોના જન્મ દિવસે રિર્ટન ગીફટ સાથે વર્ગખંડમાં કુછ મીઠા હોનીયે સાથે ટેસ્ટી ચોકલેટની જયાફત ઉડે છે. વર્ષોથી સરકારી શાળામાં આજનું ગુલાબ નામનો કાર્યક્રમ પ્રાર્થના સભામાં યોજાતો ને ગરીબ મા-બાપના બાળકનું શાળા પરિવાર હેપીબર્થ ડેના શાનદાર સમુહ ગીત સાથે ગુલાબ આપીને શૈક્ષણિક નાની કીટ આપીને અભિવાદન કરે ત્યારે બાળકના ચહેરા પર ખુશી છવાઇ જતી,

આજે મારી આ કોલમમાં જન્મ દિવસના સંકલ્પ અવસરની વાત સાથે તેની પરંપરા વિશે વાત કરવી છે. ગરીબ હોય કે શ્રીમંત, રાજા હોય કે રંક બધાનો જન્મ દિવસ આનંદીત અર્થાત હેપ્પી જ હોય છે. ગત વર્ષ ગમે તેવું ગયું હોય પણ આવનારું વર્ષ ગતે તેવું જશે જ એવા દઢ સંકલ્પ ઉપર જીવનના લક્ષ્યો તરફથી ૩૬૫ દિવસની યાત્રા એ જ જન્મ દિવસનું સેલિબ્રેશન હોય શકે છે.

Plan Kids Birthday Party Budget 1068X713 1

“અસર પરસ…. બધુ સરસ સરસ…. જેવી ટચુકડી વાત જીવન મર્મ સમજાવે છે. જન્મ દિવસ વ્યકિત કે સંસ્થાનો હોય શકે, સંસ્થા, યુનિટ કે કોઇ મહાન માણસની જન્મતિથી હોય પણ બધાના ઉત્સવો એક સરખા જ હોય છે. સંસ્થા તેનો સ્થાપના દિવસ ઉજવે તે હકિકતે ‘બર્થ ડે’ ઉજવણી જ છે. ગત વર્ષના વાર્ષિક જીવનના સરવૈયા બાબતે વિચાર કરવાનો પડાવ એટલે જન્મ દિવસ આજ દિવસે આવનારા ૩૬૫ દિવસમાં લક્ષ્ય આધારીત કાર્યોનું માઇક્રોપ્લાનીંગ પણ આજ દિવસે  થતું હોવાથી ભૂતકાળને ભવિષ્ય કાળ વચ્ચે વર્તમાન દિવસની ઉજવણી છે.

લગભગ વિશ્ર્વની બધી સંસ્કૃતિમાં જન્મદિવસની ઉજવણી કરાય છે. પાર્ટીઓ યોજાય છે. ક્રિસમસ, બુઘ્ધનો જન્મ દિવસ કે ભગવાન કૃષ્ણની જન્માષ્ટમી આદિકાળથી આ પરંપરા ચાલતી આવી છે. આમ જોઇએ તો જન્મ દિવસ અને જન્મતિથી વચ્ચે અંતર છે. ર૯ ફેબ્રુઆરીએ આવતો બર્થ ડે દર ૪ વર્ષે સેલીબ્રેશન ન કરતાં જન્મતીથી પ્રમાણે કરી શકાય છે.

૧૮ કે ર૧ વર્ષ પૂર્ણ થાય એટલે કાનુની રીતે તમે પુખ્ત ઉંમરના થઇ ગયા તેથી આ જન્મદિવસનું મહત્વ સાથે પરિપકવતા વિશેષ છે. હવે તો ગરીબોને ભોજન, શૈક્ષણિક કીટ, રમકડા જેવી વસ્તુઓ ગીફટ આપીને બર્થ ડે સેલિબ્રેશન યુવા વર્ગ કરી રહ્યો છે. જે ખુબ જ સારી બાબત છે. વૃઘ્ધાશ્રમમાં રહેતા એકલા વૃઘ્ધો પણ હવે મનોરંજનથી આનંદ માણતા કે સેલિબ્રેશન કરે છે. ગામ, શહેર, જીલ્લો કે રાજય દેશ ના પણ જન્મ દિવસ સ્થાપના દિવસ ભવ્ય રીતે ઉજવાય છે.

દરેક માણસ ૧૮, ર૧ કે ૨૫, ૫૦, ૬૦, ૭૫ ના વર્ષે ભવ્ય સેલીબ્રેશન કરે છે. સિલ્વર જયુબેલી, ગોલ્ડન જયુબેલી કે ૬૦ વર્ષે ષષ્ઠીપૂર્તિ મહોત્સવ  કરે છે. તે જન્મ દિવસ સેલિબ્રેશન જ છે. નેપાળ ભારતમાં પ્રથમ જન્મ દિવસે મુંડન કરાવવાનો અવરસ છે. ફિલીપાઇન્સ દેશમાં ૧૮ કે ર૧ મા વર્ષે, એશિયાઇ દેશોમાં ૬૦ વર્ષના સેલિબ્રેશન, કોરીયામાં પ્રથમ ૧૦૦ દિવસે, જાપાનમાં યુવા ર૦ વર્ષે, યહુદી યુવાનો ૧૩ મે વર્ષે જન્મ દિવસ ઉજવણી કરી છે. સૌથી વાત વૈશ્ર્વિક રીતે જોઇએ તો નાના બાળકોના બર્થ ડે ખુબ જ ઉલ્લાસથી ઉજવાય છે. જેટલા વર્ષ થાય તેટલા નંબરનું ટીશર્ટ પણ અત્યારની ફેશન છે. દુનિયામાં લગભગ બધા ભાગોમાં આ દિવસે ‘કેક’ કાપીને ઉત્સવો ઉજવાતા જોવા મળે છે.

ઐતિહાસિક રોમન કેથોલિક અને પૂર્વી રૂઢીવાદી દેશો જેવા કે ઇટાલી, સ્પેન, ફ્રાંસ, જર્મની, પોલેંડ, રૂસ, રોમાનીયા, બલ્ગેરીયા, હંગેરી, ગ્રીસ, અમેરિકામાં આ દિવસ ‘નામ દિવસ’ તરીકે ઉજવાતો હતો, કેટલાક તેને સંત દિવસ પણ કહેતા, રાજાનો વર્ષનો નકકી કરેલ દિવસ અધિકારીક દોર પર જન્મદિવસ ઉજવાતો.

આજે જન્મદિવસે મનોરંજન  સામેલ થતાં આખો પરિવાર હર્ષોલ્લાસથી ઉજવણી કરે છે. સિયોલ અને દક્ષિણ કોરીયામાં બુઘ્ધના જન્મ દિવસે લોટસ લાલટેન મહોત્સવ યોજાય છે. ઇસુમસીહનો ર૪ કે રપ ડીસેમ્બરે દુનિયાભરમાં નાતાલ ઉત્સવ યોજાય છે. ઓસ્ટ્રેલીયા, ફિજી, કેનેડા અને ન્યુઝીલેન્ડ કે યુનાઇટેડ કિંગડમમાં તેના રાણીનો જન્મ દિવસ અનેરા ઉત્સવ સાથે ઉજવાય છે.

ગ્રેગોરિયન કેલેન્ડરમાં ફેબ્રુઆરી લીય વર્ષમાં વર્ષના ૩૬૬ દિવસ હમેશા ની જેમ ૩૬૫ દિવસમાં ૨૮ કે ર૯ દિવસો આવે છે. પ્રાચિન ફારસીયુગમાં ઇસ પૂર્વે પમી સદીમાં ફારસી લોકો જન્મ દિવસનો જશ્ન મનાવતા જોવા મળે છે. પ્રાચિન રોમ, યહુદી ધર્મ, પ્રાચીન ચીન, ઇસાઇ ધર્મથી શરુ કરીને અત્યારના આધુનિક યુગમાં જન્મદિવસની ઉજવણી થતી આવી છે. યહુદી લોકોની જન્મ દિવસ સાથે વિવિધ પરંપરા જોડાયેલી છે. મુસ્લિમ ધર્મમાં ‘નવાચાર’ના ભાગરુપે તથા મૌલવીના ફરમાનને કારણે જન્મદિવસ ઉત્સવ અનુચિત ગણાય છે. જો કે હવે તો કેટલાક મુસ્લિમ પરિવાર તેના સંતાનોના બર્થ ડે ઉજવે છે. હિન્દુ ધર્મ જન્મ કરતાંય મુત્યુને શુભ માને છે. પુણ્યતિથિએ પ મે કે ૧૧ મે દિવસે અનુષ્ઠાનમાં પરિવાર પ્રાર્થના સભા કરે છે.

આજે ર૧મી સદીમાં ગરીબ મા-બાપ પણ તેના સંતાનોને બર્થ ડે ખર્ચો કરીને ઉજવે છે. બૌઘ્ધ ધર્મના સ્થાપક સિઘ્ધાર્થ ગૌતમ બુઘ્ધ છે. ઇ.સ. પૂર્વે ૫૬૩ માં  બુઘ્ધનો જન્મ કપિલ વસ્તુ નગરીમાં શાકય ક્ષત્રિય પરિવારમાં થયો હતો. જન્મ સમયે તેનું નામ સિઘ્ધાર્થ  હતું, માતાના અવસાન થતાં તેના માસી ગૌતમીએ ઉછેર કરતા તે ગૌતમ બન્યા, બુઘ્ધ ૮૦ વર્ષ જીવ્યા હતા, તેને શાયકમુનિ પણ કહેવાય છે. વિશ્વભરમાં તેના જન્મદિવસનું વિશેષ મહત્વ છે.

જન્મ દિવસે આપણે બાળથી મોટેરા એક સ્ટેપ કે વર્ષ મોટા થઇએ છીએ, જીવનમાં ઘણુ શિખવાની સાથે અનુભવ મેળવતો માનવી આ દિવસે પરિવાર મિત્રો-ગ્રુપો સાથે આનંદોસ્તવ કરે છે.

“બાર બાર દિન યે આયે, બાર બાર દિલ યે ગાયે….. તુ જીયે હજારો સાલ…. યે મેરી હે આરઝું”

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.