Abtak Media Google News

‘મન હોય તો માળવે જવાય’

ભારત તથા ચીનને સ્વાસ્થ્ય ક્ષેત્રે થશે સૌથી વધુ લાભ, મૃત્યુઆંકમાં પણ થશે ઘટાડો

યુ.એન. ક્લાઇમેન્ટ કોન્ફરન્સમાં પ્રકાશિત થયેલા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા એક ખાસ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આ સદીના અંત સુધી ગ્લોબલ વોર્મિગ ૧.૫ ડિગ્રીં સુધી મર્યાદિત કરવાના પ્રયત્ન કરીને ભારતને ડોલર ૩થી ડોલર ૮ ટ્રીલીયન જેટલા સ્વાસ્થ્ય લાભો મળી શકશે. ૨૦૧૫ના લક્ષ્યોને પહોંચી વળીને વર્ષ ૨૦૫૦ સુધી વિશ્વભરમાં વાયુ પ્રદૂષણથી વિશ્વમાં દર વર્ષે એક મિલિયનથી વધુ જીવનો બચાવવામાં આવે છે.

આરોગ્ય લાભોવાળી મૂલ્ય પોલીસીના ખર્ચથી લગભગ બે ગણી હોવાનું માનવામાં આવે છે. જેથી ભારત અને ચીનને સૌથી વધુ લાભ થશે. ૧.૫ ડિગ્રીં પર ગ્લોબગ વોર્મિગ લક્ષ્યાંકને અનુસરતા ચીનને ૦.૨૭-૨.૩૧ ટ્રીલીયન ડોલરની કમાણી થવાની ધારણાં છે. તાજેતરમાં પૂરવાના આધારે વાતાવરણમાં પેરિસના લક્ષ્યને પહોંચી વળવાં તમામ દ્રષ્ટિકોણથી આરોગ્ય માટેનો ફાયદો વૈશ્વિકસ્તર પર થાય તેને લઇ નાણાંકીય કિંમતને આવરી લેવાશે.

પ્રદૂષણના કારણે ભારતમાં ૨૦ લાખથી વધુ લોકોના મૃત્યુ થાય છે જે વાયુ પ્રદૂષણના કારણે વૈશ્વિક મૃત્યુના ૨૫% હિસ્સો ધરાવે છે. ભારતની નજીક ચીન આવે છે જે લગભગ ૧.૮ મિલિયન લોકોના મૃત્યુ પ્રદૂષણના કારણે નિપજ્યા છે. તાજેતરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ૧.૧૦ લાખ બાળકોના અકાળ મૃત્યુ માટે ભારતની ઝેરી હવાને કારણ બતાવ્યું છે. જે કણોના ૨.૫ ભાગની આસપાસના વાયુ પ્રદૂષણના સંપર્ક પરિણમી છે. વૈશ્વિક ધોરણે હવા પ્રદૂષણના સંપર્કમાં દર વર્ષે ૭ મિલિયન લોકોના મોત થયાં છે.

જેના પરિણામે વૈશ્વિસ્તર પર ખૂબ જ મોટો ફટકો પડ્યો છે. જે ૧૯૯૦માં થયેલા નુકશાનને બમણો બનાવે છે. દૂષ્કાળ, પૂર, ગરમીના વાવાઝોડા, તોફાન તથા જંગલી આગ જેવા ભારે હવામાન ઘટનાઓને લઇ ઇજાઓ તથા લોકોના મૃત્યુ નિપજતાં નજરે પડે છે. પર્યાવરણ પરિવર્તનમાં પણ ખોરાક અને પાણીની અસલામતી તથા પર્યાવરણમાં થતી ચેપી બિમારીઓનો ફેલાવો પણ મુખ્ય કારણભૂત છે.

ક્લાઇમેન્ટ ચેન્જ થવાથી ભારત અને ચાઇનાને સ્વાસ્થ્ય ક્ષેત્રે ખૂબ જ મોટો ફાયદો થશે. એ વાત તો સાચી જ છે કે વાતાવરણને લીધે માનવ સ્વાસ્થ્ય પર ખૂબ જ મોટી અસર પડે છે. જેના માટે પ્રદૂષિત હવા, પ્રદૂષિત પાણી, પ્રદૂષિત ખોરાક જવાબદાર ગણવામાં આવી રહ્યો છે. આ તમામ વસ્તુઓ માટે જો શારીરીક શ્રમ જેમ કે સાઇકલીંગ જેવી કસરત કરવામાં આવે તો કેન્સર, ડાયબીટીસ અને હૃદયને લગતી બિમારીઓથી બચી શકાય.

આકાશ નહીં પાતાળમાં ડૂબકી મારી ભારત અરબોના ખનીજ મેળવશે!!!

કહી શકાય છે કે મન હોય તો માણવે જવાય ત્યારે સમૃદ્રના તળિયે જે ખૂબ જ મહત્વપૂર્ણ ખનિજો હોય છે તેને શોધવા ભારત આગળ વધી રહ્યું છે કારણ કે આ તમામ ખનિજો જેવા કે ઝીંક, આર્યન, ચાંદી, તથા સોનું ભારતના અર્થતંત્રને વેગ આપવાના ઉદ્ેશ્યથી શોધવામાં આવશે જેથી ભારતની અર્થવ્યવસ્થામાં જબરો સુધારો થઇ શકે અને ભારતની અર્થવ્યવસ્થા સ્થિર થઇ શકે.

વિશ્ર્વના સમુદ્રનો ફ્લોર બટાકાંની આકાર જેવો છે. જેમાં પોલીમેટાલિક નોડ્યુલ્સ જેવા કે કોપર, નિકલ, કોબાલ્ટ, મેગેંનીઝ, આર્યન જેવા તત્વો કે જે દૂર્લભ છે તે મળી શકે છે. સ્માર્ટ ફોન અને લેપટોપથી પેસ મેકર, હાઇબ્રિડ ગાડીઓ, સોલાર પેનલ્સ સહિતની વસ્તુઓ બનાવવા માટે આ કુદરતી અને દુર્લભ વસ્તુઓ ચાવી‚પ છે. આ સંશોધનો માટેની વૈશ્ર્વિક માંગને વિસ્તૃત કરવા પૂરવઠામાં ઝડપથી ઘટાડો જોવા મળી રહ્યો છે.

જેમાં ભારત અને ચીન પોતાની આર્થિક સ્થિતિ અને દેશના વિકાસ માટે સમુદ્ર તરફ આંખ કરી રહ્યાં છે. દક્ષિણી શહેર ચેન્નઇમાં નેશનલ ઇસ્ટીટ્યુટ ઓફ ઓસન ટેકનોલોજી ખાતે ભારતના ઉંડા સમુદ્રના ખાણ કામ પ્રોજેક્ટના વડા આનંદ રામદાસે જણાવ્યું હતું કે વહેલા અથવા તો પછી આપણે એટલે કે દેશે દરિયાઇ સંશોધનો પર આધાર રાખવો પડશે. આગામી દાયકામાં ભારત સરકાર પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના જણાવ્યા મુજબ ઉંડા પાણીની ક્રોલીંગ મશિનો તથા માનવ પાયલોટવાળી સબમરિન જેવી ઉંડા દરિયાઇ ટેકનિકો વિકસાવવા અને પરિક્ષણ માટે યોજનાને અમલમાં મુકવામાં આવી રહી છે. કારણ કે હજુ સુધી અન્ય લોકો માત્ર પ્રાયોગીક અથવા શોધખોણ જ કરી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.