Abtak Media Google News

સોનાની સરખામણીએ ચાંદીમાં આવ્યો ઐતિહાસિક ઉછાળો : સોના પછી સલામત રોકણ ગણાતા ચાંદીમાં ચળકાટ  

વૈશ્વિક અર્થ વ્યવસ્થામાં અનિશ્ચિતતાઓના કારણે આર્થિક દ્રષ્ટિકોણ સાથે સોના-ચાંદીમાં વણથંભી તેજીની ચાલ

આજે પણ વિનીમયપ્રથામાં ચલણી નોટો કરતા સોના-ચાંદી ઉપર ભરોસો અકબંધ

વિશ્વમાં રૂપિયો અને ડોલર નબળા પડે અને ઘસારો થાય પરંતુ કિંમતી ધાતુ સોના-ચાંદીના ‘મોલ’ રહ્યા ‘અણમોલ’

સમગ્ર વિશ્વની કોરોના મહામારીના કારણે અર્થ વ્યવસ્થા ખોળવાય તેવી દહેશત સાથે સલામત ‘મુલ’ ધરાવતા સોના-ચાંદીના આવેલી તેજી શરૂ થઇ છે. આદિકાળથી જ સોના અને ચાંદી માટે માગ અને પુરવઠાનો કોઇ નિયમ લાગુ ન પડે તે રીતે કિંમતી ધાતુ સોના-ચાંદીની તેજી પાછળ ઇન્ટરનેશનલ માર્કેટ કારણભૂત હોય છે. રૂપિયો અને ડોલરને ઘસારો લાગી શકે છે. સમગ્ર વિશ્ર્વના અર્થતંત્રના હાલત હાલક ડોલક થઇ છે. સોના-ચાંદી પોતાની ઓળખ મુજબ કિંમતમાં ઉતરોતર વધારો થઇ રહ્યો છે. વિશ્વમાં અને દેશમાં અસ્થિરતાનો સવાલ ઉભો થાય ત્યારે સલામત બક્ષી શકે તેવું સોનુ અને ચાંદી છે. આ જ પરિસ્થિતી રહેશો આગામી દિવસોમાં સોનાની બરોબરી ચાંદી કરી શકે તેવું બજારના જાણકારો કહી રહ્યા છે.

ડાવિનને ઉત્ક્રાંતિવાદની મનુષ્યની ઉત્ક્રાંતિ થઇ અને ઉતરોતર વિકાસ મનુષ્યનો થયો છે. ચાર લાખ વર્ષ પહેલાંના માનવીની ઉત્પતિ થઇ ત્યાર બાદ તેમાં થયેલા વિકાસ સાથે હાલનો મનુષ્ય અસ્તિત્વમાં આવ્યો ત્યાં સુધીમાં સોના-ચાંદીની શોધ કરી તેનું મુલ્ય સમજતો થયો છે. ૮૪ લાખ યોનીમાંથી પસાર થયેલો માનવી સૌથી બુધ્ધીશાળી બન્યો એટલે જ તે શક્તિ શાળી રહ્યો છે.

સોના અને ચાંદીની શોધ થયા બાદ બુધ્ધીશાળી એટલે કે શાણો માનવી આદિકાળથી તેની કિંમત શું છે તે સમજતો થયો છે એટલે જ જરૂરીયાત ન હોય ત્યાં સુધી પોતાની પાસે રહેલું સોનું વેચવા તૈયાર થતો નથી સમગ્ર વિશ્ર્વમાં ભૌગોલિક ઉથલ પાથલ થાય ત્યારે કાગળના નોટની નહી પરંતુ સોનું જ કામ આવે છે.

ખરીદ-વેચાણના વ્યવહારમાં વિનિમય પધ્ધતિ બાદ સોના-ચાંદીના સિક્કા ચલણમાં આવ્યા હતા. રાજાશાહી યુગમાં રાજા મહારાજાની શોભા સોનાના મુગટથી થતી હતી. સોનાની મુદ્રાને ભેટ સોગાદ આપવામાં આવતી હતી. સોનાની સાથે ચાંદીના રાણીછાપ સિક્કા પણ ચલણમાં આવતા સોનાની મુદ્રા અને રાણીછાપ સિક્કા ચુકવી ગમે તે ચિજ વસ્તુ ખરીદી શકાતી હોવાથી સોના-ચાંદીએ સમગ્ર વિશ્વ માટે પોતાની અમુલ્ય ઓળખ બનાવી સૌથી શ્રેષ્ટ કિંમત બનાવી લીધી છે.

સોનું શુધ્ધતા સાથે પવિત્રતાનું પણ ગણવામાં આવે છે. આથી દેવ-દેવતાની મૂર્તિઓને સોનાનો મૂગટ પહેરવવામાં આવે છે. તેમજ સોનું ધારણ કરનાર પોતાની મુલ્યવાન કિંમત બતાવી રોફ જમાવવાની સાથે સાથે સોનું પહેરી શરીરને નિરોગી રાખી શકાય છે. સોનાની શુધ્ધતા અને પવિત્રતા બતાવવા માટે ‘હેમ’ ગણતા હતા.

માનવી સોના અને ચાંદી કિંમત વર્ષોથી જ સમજી શકયો છે. એટલે જ દિકરા-દિકરીના સગાઇ કે લગ્ન પ્રસંગે સોના-ચાંદીના ઘરેણા આપવાની પંરપરા સાથે જ્ઞાતિનો રિવાજ બનાવી લીધો છે. ભવિષ્યમાં પોતાના દિકરા-દિકરીને આર્થિક સંકટ આવે ત્યારે તેઓ પોતાની પાસે રહેલું સોનું સંટકની ચાવી બને છે.

ભારત આઝાદ થયો ત્યારે પાકિસ્તાન અને ચીન સાથે ત્રણ યુધ્ધ લડવા પડયા હતા. તેમાં ૧૯૬૨માં ચીને ભારત પર હુમલો કર્યો ત્યારે ભારત પાસે સામનો કરવા માટે હથિયાર ન હોવાથી હૈદરાબાદના નિઝામે પાંચ હજાર ટન સોનું તે સમયના વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને ભેટ આપી હતી અને તે સોનાના બદલામાં હથિયાર ખરીદ કરી ચીનનો સામનો કર્યો હતો. આ રીતે સોનું અને ચાંદી સંટક સમયે અતિ ઉપયોગી બની રહેતું હોવાથી તેની કિંમત અમુલ્ય ગણવામાં આવી રહી છે.

ભારત આઝાદ થયો ત્યાં સુધી ચાંદીના સિક્કા ચલણમાં હતા પરંતુ એટલી મોટી માત્રામાં ચાંદીના સિક્કા આર્થિક વ્યવહાર સાચવવામાં પુરતા ન હોવાથી આર્થિક વ્યવહાર ચલાવવા માટે સરકાર દ્વારા અન્ય ધાતુના સિક્કા અને કાગળની નોટ ચલણમાં મુકયા હતા પરંતુ લોકો માત્ર ચાંદીના સિક્કાને આર્થિક વ્યવહારમાં સ્વીકારતા હોવાથી રિર્ઝવ બેન્કના ગર્વનર દ્વારા કાગળની નોટ પર તેનું મુલ્ય લખવાની ફરજ પડી હતી. અને ખાતરી આપવામાં આવી હતી.

ચાંદી માત્ર આભૂષણ તરીકે જ નહી પરંતુ અન્ય કામકાજમાં લેવાતું હોવાથી વિશ્ર્વમાં સર્જાયેલી આર્થિક કટોકટીના કારણે ચાંદીમાં તેજી સાથે આગળ વધી રહી છે. સોનાની તેજીને બ્રેક નહી લાગે તો ચાંદીમાં પણ વણથંભી તેજી સાથે ચાંદીના ભાવમાં ઉતરોતર વધારો રહેશે તેમ બજારના જાણકારોનું કહેવું છે.

સોનાની પરખની શું? કિંમત કયારે થાય?

વિશ્વમાં સોના અને ચાંદીમાં ભાવમાં આવેલા ઉછાળા પાછળ આર્થિક અર્થ નિતિ, વૈશ્ર્વીક મંદી અને કોરોના જેવી મહામારીને ગણવામાં આવે છે આવા સંજોગોમાં સોનાની ખરેખર કિંમત શું છે તે સમગ્ર વિશ્વ સમજે છે. સોનાને સારી રીતે પરખ કરનાર દેશ જ આગામી સમયે વિશ્વની મહાસતા બની શકે તેમ છે.

આઝાદી પૂર્વે સોના-ચાંદીના સિક્કાનો જ ઉપયોગ થતો

ભારત દેશ આઝાદ થયો ત્યારે ખરીદ-વેચાણના ચલણમાં તેમજ ભેટ-સોદાગ આપવામાં સોના-ચાંદીના સિક્કાનો જ ઉપયોગ થતો હતો એટલે જ અન્ય ધાતુના સિક્કા અને કાગળની નોટ ચલણમાં આવી ત્યારે નોટનું મુલ્ય રિઝર્વ બેન્ક દ્વારા લખવાની ફરજ પડી છે. આજે પણ રાણીછાપ સિકકાએ તેની કિંમત જાળવી રાખી છે.

ચાંદીનો ઉપયોગ આભૂષણ પુરતો જ મર્યાદિત નથી

સોનાની જેમ ચાંદી પણ કિંમતી ધાતુ ગણવામાં આવી છે. ચાંદીને આભૂષણ તરીકે જ ઉપયોગમાં લેવામાં આવે છે તેમ નથી ચાંદી અન્ય ઘણા કામમાં ઉપયોગી હોવાથી ચાંદી પણ સોનાની જેમ ચળકાટ સાથે કિંમત જાળવી રાખી છે. જયારે આર્થિક મુશ્કેલી સમયે સોનાની જેમ ચાંદી પણ આર્થિક વ્યવહાર સાચવવામાં કામ આવે છે.

સોનું અને ચાંદી આજે પણ લોકો માટે ભરોસાપાત્ર

સોના અને ચાંદીની કિંમત ઇન્ટરનેશન માર્કેટ સાથે જોડાયેલી છે. બંને કિંમતી ધાતુ થકી જ દેશની અને વ્યક્તિની સમૃધ્ધિ અને શક્તિ નક્કી થતી હોય છે. રૂપિયો અને ડોલર અવમુલ્ય થાય છે પરંતુ સોનું અને ચાંદી પોતાનું મુલ્ય જાળવી રાખે છે એટલે જ લોકો માટે સોનું અને ચાંદી ભરોસાપાત્ર બન્યા છે. આર્થિક જરૂરીયાત સમયે અડધી રાતે પણ સોના પર ગમે તે ધિરાણ આપે છે. આજે દરેક બેન્ક સોના પર ગણતરીની મિનિટોમાં ગોલ્ડ લોન આપી બેન્ક પણ પોતાના ધિરાણ સામે સિક્યોર બને છે. લોકો અને બેન્કને સોના પર જ ભરોસો રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.