Abtak Media Google News

આજી ડેમ માર્ચમાં અને ન્યારી ડેમ મે માસમાં ડુકી જશે: માર્ચમાં ભાદરની સમીક્ષા કરાશે: ઉનાળામાં સરકાર માત્ર ૫૦ ટકા જ નર્મદાના નીર આપે તેવી ભીતિ

ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં મેઘરાજાએ અનરાધાર મહેર ઉતારી હોવા છતાં રાજયભરમાં જળસંકટ તોળાઈ રહ્યું છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ ડુકી જતા આગામી ઉનાળામાં ગુજરાતવાસીઓને જળ કટોકટી ભોગવવી પડે તેવા એંધાણ વર્ધાઈ રહ્યાં છે. રાજકોટવાસીઓ પર પણ પાણી કાપની તલવાર લટકી રહી છે. જો રાજય સરકાર માર્ચ માસના અંત સુધીમાં સૌની યોજના અંતર્ગત નર્મદાના નીરી આજી ડેમને ફરી ઓવરફલો નહીં કરે તો એપ્રિલ માસી શહેરમાં પાણી કાપનું જોખમ જળુંબી રહ્યું છે. આ અંગે વોટર વર્કસ શાખાના સુત્રો પાસેી પ્રાપ્ત તી વધુ વિગત મુજબ હાલ આજી ડેમમાં ૪૩૧ એમસીએફટી પાણી સંગ્રહિત છે. ડેમમાંથી રોજ ૪ એમસીએફટી પાણી ઉપાડવામાં આવે છે અને એક થી દોઢ એમસીએફટી પાણી બાષ્પીભવન ઈ જાય છે કે જમીનમાં સોસાઈ જાય છે. આ બધી ગણતરીને ધ્યાનમાં રાખવામાં આવે તો આજી ડેમ ૩૧મી માર્ચ સુધીમાં ડુકી જાય તેવી સંભાવના જણાય રહી છે. ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં ઓવરફલો યેલા ન્યારી ડેમમાં ૪૮૯ એમસીએફટી પાણી સંગ્રહિત છે. દૈનિક વિતરણ વ્યવસ ટકાવી રાખવા માટે ન્યારી ડેમમાંથી રોજ ૨ થી ૩ એમસીએફટી પાણી ઉપાડવામાં આવી રહ્યું છે. જેને નજર સમક્ષ રાખી હિસાબ કરવામાં આવે તો ન્યારી ડેમ મે માસમાં ડુકી જશે.

ભાદર ડેમમાં રાજકોટને ચોમાસાની સીઝન સુધી ચાલે તેટલું પાણી સંગ્રહિત છે. જો કે માર્ચ માસમાં ભાદરની પણ સમીક્ષા કરવી પડશે. કારણ કે જો ભાદરમાંી સિંચાઈ માટે પાણી આપવાનું ચાલુ રાખવામાં આવશે અને જો ચોમાસાની સીઝનમાં વરસાદ ખેંચાશે તો રાજકોટ માટે કપરા દિવસો આવી શકે તેમ છે. ચોમાસાની સીઝન પૂર્ણ યા બાદ રાજય સરકારે મહાપાલિકાને એવી ખાતરી આપી હતી કે, હાલ નર્મદાના નીર પર કાપ મુકી સનિક જળાશયોમાંી પાણી ઉપાડો, જ‚ર પડયે સરકાર બેઠી છે અને ઉનાળાના આરંભ પૂર્વે ફરી સૌની યોજના અંતર્ગત રાજય સરકાર રાજકોટની જીવાદોરી સમાન આજીડેમની ફરી નર્મદાના નીરી ઓવરફલો કરી દેશે. જો કે સરકારની આ ખાતરી સામે હવે એક વિઘ્ન ઉભુ યું છે. નર્મદા ડેમ સુકાઈ ગયો છે આવામાં રાજયભરની પાણીની તરસ છુપાવવામાં નર્મદાની શક્તિ રહી ની. રાજય સરકારે પણ તમામ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓને એવી તાકીદ કરી દીધી છે કે પાણી બચાવવા પર ધ્યાન કેન્દ્રીત કરો. બીજી તરફ ઉનાળાના આરંભ સો રાજકોટને સરકાર દ્વારા અપાતા નર્મદાના નીરમાં ૫૦ ટકા સુધીનો કાપ મુકવામાં આવે તેવી સંભાવના પણ હાલ નકારી શકાતી ની.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટના હોય શહેરીજનોને તેઓની પાસે વધુ આશા છે. માર્ચ માસમાં સરકાર સૌની યોજના અંતર્ગત ફરી આજી ડેમને નર્મદાના નીરી છલકાવી દેશે તેવી ધારણા રાખી મહાપાલિકાના ભાજપના શાસકો હાલ બેઠા છે.

પરંતુ એક વાત ફાઈનલ છે કે જો આવતા મહિને નર્મદાના નીરી આજી ડેમને ઓવરફલો કરવામાં નહીં આવે તો એપ્રિલના આરંભી રાજકોટવાસીઓ પર ફરજીયાતપણે પાણી કાપ લાદવો પડશે. કારણ કે, સનિક જળાશયો હાલ ડુકી રહ્યાં છે અને સરકારે પણ ઉનાળાના આરંભી નર્મદાના નીરમાં ૫૦ ટકાનો કાપ મુકવાની આડકતરા સંકેતો આપી દીધા છે. આવામાં પાણી કાપ સીવાય કોઈ છુટકો બચ્યો ની.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.