Abtak Media Google News

રાજધાની દિલ્હીમાં મહિલા ન્યાયાધીશના અપહરણના પ્રયાસથી ચકચાર: કોર્ટે ચિંતા વ્યકત કરી

દેશમાં મહિલા સુરક્ષા મુદે વારંવાર પ્રશ્ર્નો ઉભા થતા હોય છે. મહિલા ઉત્પીડન, શોષણ અને હિંસા મામલે ખુબ જ ચિંતાજનક પરિસ્થિતિ જોવા મળી રહી છે. મહિલા સુરક્ષામાં ખામી મુદે દેશની રાજધાની દિલ્હી સમગ્ર વિશ્ર્વમાં બદનામ છે ત્યારે ફરી એકવાર મહિલાઓની સુરક્ષામાં રહેલી બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. દિલ્હીમાં મહિલા જજનું કેબ ડ્રાઈવર દ્વારા અપહરણ કરવાનો પ્રયાસ કરાયો હોવાનું જાણવા

મળે છે.

કોર્ટની કાર્કરડૂમાં કોર્ટ ખાતે જઈ રહેલા મહિલા જજ સાથે આ ઘટનાબની છે. કેબ દ્વારા કોર્ટે જઈ રહેલી મહિલા જજને અપહરણનો પ્રયાસ થતો હોવાનું ધ્યાને પડતા તેણે પોલીસને તત્કાલ ફોન કર્યો હતો. આ મુદે ગાઝીયાબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ડ્રાઈવરની ધરપકડ થઈ છે. જેને આવતીકાલે કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવશે.

ફરિયાદમાં મહિલા જજે જણાવ્યા અનુસાર કાર્કરડૂમાં કોર્ટ તરફ જવાની જગ્યાએ ડ્રાઈવરે ઉતરપ્રદેશના હાપુર તરફનો માર્ગ લીધો હતો. પોલીસ કેબ સાથે સંકળાયેલી માખીજા ટ્રાવેલ્સની તપાસ પણ કરી રહી છે. આ મુદો ન્યાયાધીશ ગીતા મિતલના ધ્યાને પડતા તેમણે દિલ્હી સરકારને મહિલા કર્મચારીઓની સુરક્ષા વધારવા માટે નિર્દેશ કર્યો છે. સામાન્ય રીતે મોટાભાગના ન્યાયાધીશોને કાર ફાળવવામાં આવે છે. જોકે કેટલાક જજને પરિવહન માટે ટેકસી ફાળવવામાં આવી રહી છે.

દેશની રાજધાનીમાં ન્યાયતંત્રના જજ સાથે બનેલો બનાવ ખૂબ જ ચિંતાજનક બાબત છે. ખાસ કરીને મહિલાઓની સુરક્ષા મુદ્દે દિલ્હીને હંમેશા શંકાની પુષ્ટીથી જોવાઈ રહ્યું હોય ત્યારે મહિલા જજના અપહરણનો પ્રયાસને કોર્ટ ગંભીરતાપૂર્વક જોઈ રહી છે અને સરકારને યોગ્ય પગલા લેવા તાકીદ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.