Abtak Media Google News

પ્રિ-પ્રાયમરીના બાળકોની કલ્પનાશક્તિ ખિલવતી વિડિયો ગેઈમની બિન પરંપરાગત પધ્ધતિ

બિન પારંપરિક શૈક્ષણિક પધ્ધતિ જેવી કે વિડિયોગેઈમ જેના દ્વારા બાલ મંદિરના બાળકને ગણિતમાં પાવરધા બનાવી શકાય છે. ખાસ કરીને જયારે નાણાકીય સધ્ધર પરિસ્થિતિમાં ‚ઢિગત શાળાકીય શિક્ષણ કરતા સારા સાધન દ્વારા શ્રેષ્ઠ શિક્ષણ આપી શકાય છે. એવું સંશોધકોએ નોંધ્યું છે.

સંશોધકો દ્વારા ખાસ ડિઝાઈન કરેલી ગણિતની ગેઈમ દ્વારા પ્રિ-સ્કુલના બાળકોના ઉપયોગનો ગેરફાયદો એ છે કે ભૌમિતિક ગણિતની યાદ રાખવાની સામાજિક પધ્ધતિની જેમ સાથે મળીને સાથે શીખવા મળતું નથી.

ટૂંકાગાળાના પરિણામો માટે ગેઈમ દ્વારા ‚ઢીગત અને બિન પરંપરાગત બન્ને પ્રકારના વિદ્યાર્થીઓની ક્ષમતામાં સુધારો જણાયો હતો. દા.ત. નંબર અને શેઈપ્શને તેના નામ સાથે યાદ રાખવામાં આવ્યા હતા. આજે પાંચ વર્ષ સુધીના બાળકો માટે તાત્કાલિક શીખવા બિન પરંપરાગત પધ્ધતિથી શાળાની ‚ઢિગત પધ્ધતિ પધ્ધતિ સુધીનો પડકાર જોવા મળે છે. એવું અગ્રલેખક મોરીયા ડીબોન, આસીસ્ટન્ટ પ્રોફેસર, ન્યુયોર્ક યુનિવર્સિટી દ્વારા જણાવવામાં આવ્યું છે.

પરંતુ વિડિયો ગેઈમ દ્વારા શિક્ષણ મેળવવું ખાસ કરીને ગરીબ બાળકો માટે મુશ્કેલ છે. કારણ કે તેમના માતા-પિતા સામાન્ય શિક્ષણથી પણ વંચિત હોય છે. અમારા દ્વારા ડિઝાઈન અભ્યાસ અને પરીક્ષામાં ગણિતની ગેઈમ કે જે અભ્યાસક્રમમાં હોય છે. તેના દ્વારા બાળકની કલ્પના શક્તિનો નંબર અને શેઈપ્શમાં બિન પારંપરિક પધ્ધતિથી શાળામાં ચાલતી પારંપરિક પધ્ધતિનો અભ્યાસક્રમ શીખવામાં મદદ‚પ થાય છે. સંશોધન કે જે જર્નલ સાયંસમાં સંશોધકોએ ૨૦૦ પ્રિ-સ્કુલના ૧૫૦૦ બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં દિલ્હીના અતિ ગરીબ વિસ્તારોને પણ સમાવાયા હતા. આ પધ્ધતિની ગેઈમ્સ માટે બન્ને પ્રકારની શાળાના બાળકો કે જેમાં પારંપરિક અભ્યાસ પધ્ધતિ અને ગેઈમ્સ દ્વારા અભ્યાસ થતો હોય તે બન્નેમાં સામાજિક રીતે શીખવાતી ગણિતની પધ્ધતિનો વિરોધ કરવામાં આવ્યો હતો.

પારંપરિક શિક્ષણ પધ્ધતિ દ્વારા શિક્ષણથી જ્યારે બાળકની કલ્પના શક્તિ ખિલવવા માટે ઓછામાં ઓછા એક વર્ષનો સમય બાલ મંદિરના પ્રથમ વર્ષમાં લાગે છે ત્યારે બિન પારંપરિક રીતે ગેઈમ દ્વારા ગણિત શીખવા માટે આટલો સમય લાગતો નથી અને તેના વધારે સારા પરિણામો જોવા મળ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.