ઓળખ

94

સમજી શકાય જ્યારે સ્વને,

કહી શકાય જે સ્વને,

એક-બીજાને સ્વથી,

ભિન્ન દર્શાવી શકાય કળાથી તેને,

એવી આ ઓળખ

કોઈ પણ સ્થાને રજૂ કરી શકાય,

એકલતમાં જેને પૂછી શકાય,

હું કોણ ?

તે આ ઓળખ

સુખમાં જેને સંભાળવી પડે,

દુ:ખમાં બીજા થકી છુપાપવી પડે,

તેવી આ ઓળખ

મળવાથી જે થઈ જાય,

વિતેલી ક્ષણો ફરીથી,

યાદ કરવી શકાય,

રેતીની જેમ સરકી,

જાય ક્યારેક હાથમાંથી,

અંધકારમાં પોતાનું,

પ્રતિબિંબ દર્શાવી જાય,

તેવી આ ઓળખ

પ્રકાશમાં જે સ્પષ્ટપણે દેખાય

નામને સરનામા કરતાં,

વધારે સ્થાન આપે,

તેવી આ ઓળખ.

Loading...