Abtak Media Google News

સરગમ ક્લબની વાર્ષિક સાધારણ સભા યોજાઈ: આવક-જાવકના હિસાબોને બહાલી:  ૭ નવા પ્રોજેક્ટ શરૂ કરવાની ગુણવંતભાઈ ડેલાવાળાની જાહેરાત: નવા વર્ષના હોદેદારોની સર્વાનુમતે નિમણુંક કરાઈ

વિવિધ ક્ષેત્રે છેલ્લા ૩૮ વર્ષથી સામાજિક કાર્યો કરતી સરગમ ક્લબની વાર્ષિક સાધારણ સભામાં ૨૦૧૮-૧૯ના આવક જાવકના હિસાબોને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. શહેરના વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની ઉપસ્થિતિમાં મળેલી આ સામાન્ય સભામાં ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ આગામી વર્ષે નવા ૭ પ્રોજેક્ટ શરુ કરવાની જાહેરાત પણ કરી હતી.

આ સભામાં વિવિધ મહાનુભાવોએ પોતાના વક્તવ્યમાં સરગમ ક્લબની સેવાને બિરદાવી હતી. જાણીતા ઉદ્યોગપતિ મૌલેશભાઇ પટેલે કહ્યું હતું કે, સ્વચ્છ વહીવટ અને સમાજ સેવા એ જ સરગમ ક્લબની ઓળખ બની છે અને આટલી પ્રવૃત્તિ કરનાર સરગમ ક્લબ દેશની એક માત્ર સામાજિક સંસ્થા છે. આ સભામાં સરગમ ક્લબના વિવિધ હોદેદારોની આવતા પાંચ વર્ષ માટે સર્વાનુમતે વરણી પણ કરવામાં આવી હતી.

આ વાર્ષિક સાધારણ સભામાં શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો  મૌલેશભાઇ પટેલ, અરવિંદભાઈ દોમડીયા, સ્મિતભાઈ પટેલ,  ડો. વલ્લભભાઈ કથીરિયા, યોગેશભાઈ પુજારા, જગદીશભાઈ ડોબરીયા, હરેશભાઇ વોરા, હરીશભાઈ લાખાણી , કમલનયન સોજીત્રા, મનીષભાઈ માદેકા , એમ.જે.સોલંકી, જીતુભાઇ પટેલ, મહેન્દ્રભાઈ ફળદુ, કિરીટભાઈ આદ્રોજા, ડો. પ્રફુલભાઇ શાહ, મીતેનભાઈ મહેતા, પ્રવીણભાઈ ધોળકિયા, જયેશભાઇ વસા, જસવંતસિંહ ભટ્ટી, નીરજભાઈ આર્ય,વી.પી.વૈષ્ણવ, અનંતભાઈ ઉનડકટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

સભાના પ્રારંભે સ્વાગત પ્રવચન ક્લબના ઉપપ્રમુખ અરવિંદભાઈ દોમડિયાએ કર્યું હતું.આ પ્રસંગે સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ ગત વર્ષના લેખાજોખા રજૂ કર્યા હતા અને હિસાબો પણ રજૂ કર્યા હતા. તેમણે  કહ્યું હતું કે, રાજકોટની જનતા સરગમ ક્લબમાં વિશ્વાસ મૂકે છે તેને કારણે જ સેવા પ્રવૃત્તિનો વ્યાપ વધારી શક્યા છીએ.

ગુણવંતભાઈ ડેલાવાળાએ કહ્યું હતું કે, સરગમ ક્લબની સેવા પ્રવૃત્તિથી પ્રભાવિત થઇને કેનાલ રોડ ઉપર હોસ્પિટલ ધરાવતા બાળ રોગ નિષ્ણાત ડો. સિદ્ધાર્થભાઇ પટેલે પોતાની પરમ પ્રકાશ હોસ્પિટલનું આખું બિલ્ડીંગ સરગમ ક્લબને અર્પણ કર્યું છે અને ત્યાં આરોગ્ય સેન્ટર, લેબોરેટરી, ફિઝિયોથેરાપી સેન્ટર, લેડીઝ ક્લબની ઓફિસ, શિવણના વર્ગો વગેરે શરુ કરવામાં આવશે.

આ ઉપરાંત ડો. જ્યોતિબેન રાજગુરુ, કાશ્મીરાબેન નથવાણી અને કિરીટભાઈ આદ્રોજાએ પણ પોતાના પ્રવચનમાં ક્લબની પ્રવૃત્તિઓને વખાણી હતી અને આ પ્રવૃત્તિઓને કારણે સમાજના છેવાડાના માનવીને તેનો લાભ મળે છે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે તાજેતરમાં રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન તરીકે નિમણુંક પામેલા ડો. વલ્લભભાઈ કથિરિયાનું સરગમ ક્લબ વતી સન્માન પણ કરવામાં આવ્યું હતું.

આ સભામાં સરગમ ક્લબના નવા હોદેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે ગુણવંતભાઈ ડેલાવાળા, ઉપપ્રમુખ તરીકે અરવિંદભાઈ દોમડીયા, મંત્રી મૌલેશભાઇ પટેલ, ખજાનચી તરીકે સ્મિતભાઈ પટેલ અને સહમંત્રી તરીકે વિનોદભાઈ પંજાબીનો સમાવેશ થાય છે. આ જ રીતે કપલ  ક્લબ, સિનિયર સીટીઝન ક્લબ, ચિલ્ડ્રન ક્લબ, અને લેડીઝ ક્લબના નવા હોદેદારોની નિમણુંક પણ કરવામાં આવી હતી. આ સામાન્ય સભાનું સંચાલન સરગમ લેડીઝ ક્લબના મંત્રી ડો. માલાબેન કુંડલિયાએ કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.