Abtak Media Google News

એસ્સાર સ્ટીલની થયેલા રીકવરી બેન્કમાં નફામાં વધારો કરવામાં મદદરૂપ: ત્રિમાીસક નફો ૪ હજાર કરોડને પાર

હાલ દેશમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. મંદી જોવા મળતા તમામ ક્ષેત્ર મંદીનાં ઉછાયા હેઠળ આવી ગયા હોઇ તેવું લાગી રહ્યુ છે. ત્યારે આઇસીઆઇસીઆઇ બેન્કે ત્રીમાસીક નફામાં ૧૫૮ ટકાનો વધારો કર્યો છે. જે ૪ હજારને પાર પહોંચી ગયો છે. કહેવામાં આવે છે કે, બેન્કે અનેક વિધ રીતે સાવચેતી દાખવી છે. જેના પરીણામ સ્વરુપે બેન્કને લાભ પણ પ્રાપ્ત થયો છે.

આઇસીઆઇસીઆઇ બેન્કનો ડીસેમ્બર ત્રિમાસીકનો નફો એસ્સાર સ્ટીલની રીકવરી મારફતે થઇ હોવાનું માનવામાં આવે છે. બેન્કે ગત વર્ષેના નાણાંકીય વર્ષનાં ત્રિમાસીક નફો ૧૮૭૫.૩૩ કરોડએ પહોચ્યો હતો. જેમાં ચાલુ નાણાકીય વર્ષમાં ૧૫૮ ટકાનો વધારો નોંધાયો છે.

આંકડાકીય માહીતી મુજબ ગત વર્ષે બેન્કનો ચોખ્ખો નફો ૧૬૦૫ કરોડનો હતો. જે વર્ષ ૨૦૧૯નાં ડીસેમ્બર માસમાં ૪૧૪૬ કરોડે પહોચ્યો છે. ત્યારે બેન્કની નેટ ઇન્ટરેસ્ટ આવક ર૪ ટકાના વધારા સાથે ૮૫૪૫ કરોડએ પહોંચી છે. આ તકે બેન્કના સંપર્ક સૂત્રોના જણાવ્યા અનુસાર આવકનો વેગ ૧૮.૭૭ ટકાએ પહોચતા ૫૦૫૩ કરોડએ પહોંચી છે. જેમાં ૧૭ ટકાનો વધારો કોર ફીની આવકમાં જોવા મળી રહ્યો છે.

7537D2F3 14

આઇસીઆઇસીઆઇ બેંકનો પ્રથમ ત્રિમાસિક ગાળામાં વર્ષ ૨૦૨૦ નો નફાનો ગાળો ગયા વર્ષના સપ્ટેમ્બર-૩૦ ૨૦૧૮  સુધીમાં ૩.૬૪ નોંધાયો હતો. જયારે આ વર્ષ આ વૃઘ્ધિઆંક ૩.૭૭ એ પહોચ્યો છે તેમ આઇસીઆઇસીઆઇ બેંકએ પ્રથમ ત્રીમાસીક  સરવૈયામાં જાહેર કર્યુ જે ડીસેમ્બર-૨૦૧૯ સુધીમાં લોન્ડ પરફોમીંગ એસેટ એન.પી.એ. ની ૨.૫૮ ટકાની સ્થિતિમાં ધટાડો થઇને ૧.૪૯ ટકા જેટલો સુધારો નોંધાયો હતો. તમામ કર કપાત પછી ૫૧ ટકાનો સુધારો થયો હતો. એન.પી.એ. નો આંક ૨૦૧૯માં પ્રથમ ત્રિમાસીક ગાળા દરમિયાન ૪.૨૪૪ કરોડ હતો. જયારે ૨૦૨૦ ના પ્રથમ ત્રિમાસિક ગાળાનો આ આંક ઘટીને ૨.૦૮૩ કરોડ સુધી પહોચ્યો છે. એક વર્ષ અગાઉ નાદાર લોન ડિફોલ્ટરો અને બેડ લોન્સનો આંક ૫૧,૫૯૧,૧૭ કરોડ સામે ડીસે. ૩૧ ૨૦૧૯ ની સ્થિતિ વચ્ચે ૨૦૨૦ ના પ્રથમ ત્રિમાસીક ગાળામાં આ આંક ઘટીને ૪૩,૪૮૩,૮૬ કરોે પહોચ્યો હતો. વિશ્રામ સ્થિતિએ ઉભો રહ્યો હતો. બેંકની કુલ બેડલોનની રાશી ગયા વર્ષે ૧૬.૨૫૨.૪૪ કરોડ હતી. તે ઘટીને આ વર્ષે ૧૦.૩૩૮.૫૦ કરોડ નોંધાઇ હતી. ૨૦૧૯માં અનેક પડકારો વચ્ચે બેંક૧.૮૭૪.૩૩ કરોડનો નફો કર્યો હતો. તેની સરખામણીમાં આ વર્ષે ના આંકડો ૪.૬૭૦.૧૦ કરોડએ પહોચ્યો છે. બેંકની આવક ડિસે. ૨૦૧૮-૧૯ ના અંતિમ ત્રિમાીસક ગાળામાં ૩૩.૪૩૩.૩૧ કરોડ હતી. જે વધીને આ વર્ષે પ્રથમ ત્રિમાસીક ગાળામાં ૩૮.૩૭૦.૫૫ કરોડે પહોંચી છે.

બેંકના ખજાનામાં ૧૧ ટકા જેટલી આવક વધી છે. એક વર્ષ અગાઉ અંતિમ ત્રિમાસિક ગાળામાં આવકનો આંક રૂા ૪૭૯ કરોડ હતો જે આ વર્ષે વધીને ૧૧ ટકા નો વધારો નોંધાઇને ૫૩૧ કરોડે પહોચ્યો છે. પ્રથમ ત્રિમાસીક ગાળામાં આવક ૩.૭૭ ટકા માં વ્યાજવૃઘ્ધિ તરીકે બેંક પ્રાપ્ત કરી છે.આઇસીઆઇસીઆઇ બેંકે જાહેરાત કર્યા મુજબ રીકવરીની પ્રાપ્તિ અને અન્ય લાભકારી પરિબળોના કારણે ૨૦૨૦ નાં પ્રથમ ત્રિમાસીક ગાળો બેંકને ૪.૦૮૮ કરોડની વળતર વૃઘ્ધિ અપાવનારો બનયો હતો. આર્થિક મંદી અને એન.પી.એ. અને બેડલોનના ભારણથી અત્યારે બેંકીંગ ક્ષેત્ર અનેક પડકારો નો સામનો કરી રહ્યો છે. ત્યારે આઇસીઆઇસીઆઇ બેંકના શરાફી અભિગમ અને માઇક્રો મેનેજમેન્ટ ના ઝીટવટ ભર્યા આયોજનને કારણે ખાનગી ક્ષેત્રની સૌથી મોટી ગણાતી આઇસીઆઇસીઆઇ બેંકને ૨૦૨૦ નો વર્ષ વધુ ફળ્યું હોય તેમ પ્રથમ ત્રિમાસીક ગાળામાં નફાનો આંક બેવડો રૂા ૪.૧૪૬ કરોડ પ્રાપ્ત થયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.