Abtak Media Google News

બરફ ઓગળવાથી મેગ્નીટયુડ તેમજ હવાઈ વાવાઝોડાનું પ્રમાણ વધશે

સેટેલાઈટના માપદંડ પ્રમાણે દરિયાઈ સપાટી પર ખારો બરફ હોવાથી એન્ટાર્કટીક દરિયાનો બરફ ઝડપથી ઓગળી રહ્યો છે. કેનેડિયન યુનિવર્સિટીના ભૌગોલિક સંશોધનમાં સામે આવ્યું હતું કે, એન્ટાર્કટીકના બરફની જાડાઈમાં ૨૫ ટકાનો ઘટાડો નોંધાયો છે. જેનો મતલબ થાય છે આ દરિયામાંથી બરફ જલ્દી જ ગાયબ થવાની ભિતીના સંકેતો જણાઈ રહ્યાં છે તેવો વૈજ્ઞાનિકોનું તારણ છે કે ગ્રીષ્મા ઋતુમાંતો બરફ સંપૂર્ણ રીતે વર્ષ ૨૦૪૦ અને ૨૦૫૦ના ગાળામાં ગાયબ થઈ શકે છે.  એન્ટાર્કટીકના દરિયામાં બરફ રહીત ઉનાળો વિશ્ર્વ વ્યાપી હવામાનમાં મેગ્નીટયુડ અને હવાઈ તોફાનનું પરિમાણ વધી જશે. તેમજ એન્ટાર્કટીક મરીનમાં પોલાર બિયર જેવા દરિયાઈ પ્રાણીઓ માટે શિકાર કરવું અઘરૂ બની જશે. સેટેલાઈટના માઈક્રોવેવ માપદંડો ખારી બરફની પરતને પેસી શકતા નથી. માટે સેટેલાઈટ બરફની ઘડાઈ બરાબર માપી શકતા નથી. જો કે દરિયાઈ બરફની ફ્રી બોર્ડ આઈસ સપાટીના સ્તર કરતા વધુ છે. હવામાન વિભાગ તેમજ ક્રાયોસ્ફેયર કલાઈમેટ રીસર્ચ તારણ મુજબ આ બાબત ખુબજ ચિંતાજનક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.