ગીર-સોમનાથ જિલ્લામાં આઇ.સી.ડી.એસ.  વિભાગ વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરાશે

ગીર-સોમનાથ જિલ્લામાં આઇ.સી.ડી.એસ. વિભાગ, જિલ્લા પંચાયત દ્વારા તા. ૧ થી તા. ૭ સુધી વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીમા સપ્તાહ દરમ્યાન તા. ૧ થી ૭ સુધી જન્મેલા બાળકોની માતા તથા કુટુંબ સાથે સ્તનપાનની સમજણ માટે વાર્તાલાપ, તા. ૨ ઓગષ્ટ ના રોજ સ્તનપાન વિષય જનજાગૃતિ, તા. ૩ ઓગષ્ટ નાં રોજ લોકલ ચેનલ દ્વારા સ્તનપાનનું મહત્વ, તા. ૪ ઓગષ્ટનાં રોજ ઉંબરે આંગણવાડી કાર્યક્રમ, તા. ૫ ઓગષ્ટ નાં રોજ કુપોષણ ઘટાડવા માટે કુટુંબ સામ્ય સાથે સ્તનપાનના ફાયદાની જાણકારી, તા. ૬ ઓગષ્ટ નાં રોજ નવજાત શિશુને સ્તનપાનના ફાયદા અને બહારના દુધથી થતુ નુકશાન અંગે જાણકારી અને તા. ૭ ઓગષ્ટ નાં રોજ તા. ૧ થી ૭ ઓગષ્ટ દરમ્યાન જન્મેલા બાળકોના ઘરે અને સગર્ભાના ઘરે વૃક્ષારોપણ કરી આ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. તેમજ આ ઉજવણી દરમ્યાન રીઝનલ કક્ષાએથી આર.ડી.ઓ., જિલ્લા કક્ષાએથી કલેકટર અજય પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી ધર્મેન્દ્રસિંહ રહેવર, સી.ડી. એચ.ઓ. સહિત જિલ્લાના અધિકારીઓ અને તાલુકા કક્ષાએથી તા. ૧ થી ૭ ઓગષ્ટ સુધીમાં નવજાત બાળકોના જન્મ થયા હોય એવા માતા અથવા કુટુંબ સાથે ટેલીફોનીક/વીડિયોના માધ્યમથી વાર્તાલાપ કરશે.

Loading...