Abtak Media Google News

આઈસીસીના ચેરમેન શશાંક મનોહરનો બીસીસીઆઈને જવાબ

પુલવામા થયેલા આત્મઘાતી હુમલામાં ભારતના ૪૦થી વધુ સીઆરપીએફના જવાનો શહિદ થયા હતા. ત્યારબાદ ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ એટલે કે, આઈસીસીને પત્ર પાઠવી પાક. દેશનું નામ લીધા વીના અપીલ કરી હતી કે, આતંકવાદને પોષતા દેશ સામે ક્રિકેટ સંબંધો કાપી નાખવા જોઈએ. જો કે, અપીલના પ્રત્યુત્તરમાં આઈસીસીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, તેમની પાસે આ પ્રકારની કોઈપણ જાતની સત્તા છે નહીં જે અંગેનો નિર્ણય પ્રત્યેક દેશની સરકાર લઈ શકે છે નહીં કે આઈસીસી.

તાજેતરમાં દુબઈમાં આઈસીસીની ત્રિમાસીક બેઠક યોજવામાં આવી હતી જેમાં આ મામલે ચર્ચા-વિચારણા પણ કરવામાં આવી હતી. જેમાં આઈસીસી દ્વારા એવો ઈશારો કરવામાં આવ્યો હતો કે, ભારતીય ક્રિકેટ બોર્ડની રજૂઆત અસ્થાને રહી છે. બીસીસીઆઈના સુત્રોને તાકીને આઈસીસીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, બીસીસીઆઈના પત્રમાં જે કાંઈ જણાવાયું છે તેવું અહીં થઈ શકે તેમ નથી. કોઈ દેશની સામે ન રમવાનો કે તેનો બહિષ્કાર કરવાનો નિર્ણય દેશની સરકાર દ્વારા લેવામાં આવતો હોય છે નહીં કે કોઈ સંગઠન કે સંસ્થા દ્વારા.

આઈસીસીની બોર્ડ મીટીંગ શનિવારના રોજ દુબઈ ખાતે યોજાઈ હતી.જેમાં આઈસીસીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આગામી વર્લ્ડકપ અંગે મીટીંગમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી રહી છે ત્યારે બીસીસીઆઈ દ્વારા જે પત્ર પાઠવવામાં આવ્યો છે તે મુદ્દાને બોર્ડમાં પણ ઉઠાવવામાં આવ્યો હતો. જો કે તે મુદ્દા પર ખાસ વાતચીત થઈ શકી ન હતી કારણ કે, જે અપીલ બીસીસીઆઈ દ્વારા કરવામાં આવી હતી તેનું અધિકાર ક્ષેત્ર આઈસીસી નહીં પરંતુ તે દેશ અથવા તો રાજય તેનો નિર્ણય લેતી હોય છે. આ બેઠકમાં ભારતીય ક્રિકેટ બોર્ડનું પ્રતિનિધિત્વ કાર્યકારી સેક્રેટરી અમિતાભ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.